Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : નશામાં ધૂત પોલીસ પુત્રએ સર્જ્યો અકસ્માત, બેફામ ડ્રાઇવિંગ કરી મહિલાને લીધી અડફેટે

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે થયેલો ભયાનક અકસ્માત હજુ લોકો ભૂલ્યા પણ નથી અને ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આ જ પ્રકારનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મળતી માહિતી અનુસાર, નશામાં ધૂત પોલીસ પુત્રએ સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં અકસ્માત સર્જ્યો છે જેના પગલે...
gandhinagar   નશામાં ધૂત પોલીસ પુત્રએ સર્જ્યો અકસ્માત  બેફામ ડ્રાઇવિંગ કરી મહિલાને લીધી અડફેટે
Advertisement

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે થયેલો ભયાનક અકસ્માત હજુ લોકો ભૂલ્યા પણ નથી અને ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આ જ પ્રકારનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મળતી માહિતી અનુસાર, નશામાં ધૂત પોલીસ પુત્રએ સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં અકસ્માત સર્જ્યો છે જેના પગલે લોકોનું ટોળુ ઘટનાસ્થળે એકત્ર થઇ ગયું છે.

પ્રત્યક્ષદર્શીઓએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ પુત્ર નસામાં ધૂત હતો અને તેની પાસેથી દારૂ પણ મળી આવ્યો છે. પોલીસ દારૂ અને પોલીસ પુત્રને પોલીસ સ્ટેશને લઇ ગઇ છે. મળતી  માહિતી અનુસાર, નશામાં ધૂત કાર ચાલક કે જે પોલીસની જ કાર ચલાવી રહ્યો હતો તેણે આ અકસ્માતમાં એક મહિલાને અડફેટે લીધી હતી. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, કાર સવાર દારૂમાં ધૂત હતો, અમે તેને ગાડીમાંથી બહાર કાઢ્યો ત્યારે તે અમને બધાને ગાળો બોલવા લાગ્યો હતો. અન્ય ચાર માણસો હતા તે અહીં ગાળો બોલીને તેને લઇને ચાલ્યા ગયા છે. મે જ્યારે તેનો વીડિયો ઉતાર્યો ત્યારે તેણે કહ્યું કે, આવું તો બને, મરી તો નથી ગયો ને? અક્સમાતમાં મહિલા કે જેને કાર ચાલકે અડફેટે લીધી તેના બંને પગમાં ઈજાઓ પહોંચી છે.

Advertisement

Advertisement

રાજ્યનું પાટનગર પણ બેફામ ડ્રાઈવિગ કરતા નબીરાઓથી બાકાત રહ્યું નથી. આપણે સૌએ થોડા દિવસો પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર તથ્ય કાંડ જોયું, જે એટલું ભયાનક હતું કે લોકોના રૂંવાટા ઉભા થઇ ગયા હતા. તે સમયે ચર્ચાયું હતું કે, પોલીસે હવે આવા નબીરાઓ પર એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ આજે ગાંધીનગર કે જે રાજ્યનું પાટનગર છે ત્યા જ આવી ઘટના બને ત્યારે સમજી શકાય છે કે, લોકોને તથ્ય કાંડ થયા બાદ પણ કોઇ ડર રહ્યો નથી. પોલીસ ભલે કોઇ પણ એક્શન લેતી રહે પણ આવા નબીરાઓ પોતાની ખુશીમાં લોકોના જીવ સાથે આવી જ રીતે રમતા રહેશે.

આ પણ વાંચો - ISKCON Bridge Accident Case : પ્રજ્ઞેશ પટેલના જામીન ફગાવતી કોર્ટ 

આ પણ વાંચો - ISKCON Bridge Accident Case :  તથ્ય પટેલનું લાયસન્સ કાયમી ધોરણે રદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×