ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : ગુજરાતમાં રેશનિંગ હડતાળનો અંત : કમિશનમાં વધારો અને બાયોમેટ્રિકમાં છૂટથી વિતરકો કામ પર પરત

Gandhinagar : ગુજરાતમાં સસ્તા અનાજ વિતરકોની ચાર દિવસની હડતાળ સમેટાઈ ગઈ છે, જેનાથી રાજ્યભરમાં લાખો ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકોને મોટી રાહત મળી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી મહત્ત્વની બેઠકમાં વિતરકોના એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક વાતચીત થઈ હતી. આ બેઠકમાં મુખ્ય 5 મુખ્ય માંગણીઓ પર સહમતિ બન્યા બાદ હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે.
09:57 PM Nov 04, 2025 IST | Mujahid Tunvar
Gandhinagar : ગુજરાતમાં સસ્તા અનાજ વિતરકોની ચાર દિવસની હડતાળ સમેટાઈ ગઈ છે, જેનાથી રાજ્યભરમાં લાખો ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકોને મોટી રાહત મળી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી મહત્ત્વની બેઠકમાં વિતરકોના એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક વાતચીત થઈ હતી. આ બેઠકમાં મુખ્ય 5 મુખ્ય માંગણીઓ પર સહમતિ બન્યા બાદ હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે.

Gandhinagar : ગુજરાતમાં સસ્તા અનાજ વિતરકો (રેશનિંગ દુકાનદારો)ની ચાર દિવસની હડતાળ આજે સમેટાઈ ગઈ છે, જેનાથી રાજ્યભરમાં લાખો ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકોને મોટી રાહત મળી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીઓની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી મહત્ત્વની બેઠકમાં વિતરકોના એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક વાતચીત થઈ હતી. આ બેઠકમાં જ 20 મુખ્ય માંગણીઓમાંથી અગાઉ 11 સ્વીકાર્યા પછી આજે મુખ્ય 5 મુખ્ય માંગણીઓ પર સહમતિ બન્યા બાદ હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. આનાથી રાજ્યની 17000થી વધુ રેશનિંગ દુકાનો 5 નવેમ્બરથી વિગતરણ ફરી શરૂ કરશે.

હડતાળનું કારણ અને તાત્કાલિક ઉકેલ : ગરીબોની મુશ્કેલીઓનો અંત

1 નવેમ્બરથી શરૂ થયેલી આ હડતાળમાં વિતરકોએ કમિશન વધારો, અનાજ વિતરણમાં થતા નુકસાનનું વળતર, બાયોમેટ્રિક વેરિફિકેશનની જટિલતા અને અન્ય વહીવટી મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. હડતાળને કારણે રાજ્યના 3.25 કરોડથી વધુ વસ્તી અને 75 લાખ કુટુંબોને NFSA (રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ) હેઠળનું સસ્તું અનાજ, તેલ, ખાંડ અને અન્ય વસ્તુઓ મળવામાં વિલંબ થયો હતો. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં ગ્રાહકો ખાલી હાથ ઘરે ફર્યા હતા, જેનાથી ગરીબ વર્ગમાં અસંતોષ વધ્યો હતો.

Gandhinagar માં યોજાઈ બેઠક

વિભાગે આ ત્રીજી વખત બેઠક બોલાવી જેમાં મંત્રી સોલંકી અને ઉચ્ચ અધિકારીઓએ વિતરક આગેવાનો સાથે વાતચીત કરી હતી. "વિતરકો રાજ્યના અન્નદાતા છે. તેમની મુશ્કેલીઓને સમજીને સરકાર તરફથી તાત્કાલિક ઉકેલ આપ્યા છે. હવે વિગતરણ સરળ અને ઝડપી બનશે." બેઠક બાદ પ્રહલાદભાઈ મોદીએ જણાવ્યું કે, 97 ટકા વિતરણમાં 94 ટકાની શરત અંગે પણ સરકાર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. તકેદારી સમિતિના સબ્યોના 80 ટકા બાયોમેટ્રિક આધારિત જથ્થા ઉતારવાના નિયમમાં પણ આંશિક ફેરફાર કરીને જૂની પદ્ધતિ અનુસાર ઓફલાઈને બે સભ્યોની સહી સાથે ડિજિટલ પ્રક્રિયા ચાલુ રાખવાન નિર્ણય લેવામાં આવ્યો છે.

આ હડતાળથી 17000 થી વધુ દુકાનો બંધ રહી હતી, જે રાજ્યના 3.75 કરોડથી વધુ લાભાર્થીઓને અસર કરતી હતી. નવેમ્બર મહિનાના વિતરણ માટે મોટાભાગના વિતરકોએ ચલણો ભર્યા છે, જેનાથી વિલંબ ટળશે. વિભાગે જણાવ્યું કે, નવેમ્બરમાં તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠું જેવી પ્રોટીનયુક્ત વસ્તુઓ પણ સબસિડી પર મળશે. દિવાળી અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં તેલ અને વધારાની ખાંડનું વિગતરણ પણ ચાલુ રહેશે.

આ પણ વાંચો- Bharuch : જિલ્લામાં 654 ગામમાં સરવેની કામગીરી પૂર્ણ, કપાસ, તુવેર, ડાંગર સહિતનાં પાકોને નુકસાનનું તારણ!

Tags :
Commission HikeFood Distri bution GujaratGujarat Ration DealersNFSAR eformsRamanbhai SolankiRation Strike Ends
Next Article