Gandhinagar: CM ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, આ મહત્વના મુદ્દા પર થશે ચર્ચા
- ગાંધીનગર (Gandhinagar) CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક
- ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને કરાશે સમીક્ષા
- રાજ્યમાં ખાતરની અછત મામલે પણ સમીક્ષા કરાશે
- કૃષિ રાહત પેકેજ મામલે થયેલી અરજીઓ પર સમીક્ષા
- સુભાષબ્રિજમાં પડેલી તિરાડો બાદ થયેલી કામગીરીની સમીક્ષા થશે
- વાઈબ્રન્ટ રિજનલ સમિટને લઈને પણ કેબિનેટમાં ચર્ચા થશે
- કાંકરિયા કાર્નિવાલ, કાઈટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમ પર ચર્ચા થશે
Gandhinagar: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની (CM Bhupendra patel) અધ્યક્ષતામાં આજે સવારે 10 વાગ્યે ગાંધીનગર ખાતે રાજ્ય કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં ખેડૂતો, શહેરી વિકાસ અને આગામી મોટા કાર્યક્રમો સંબંધિત અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.બેઠકના મુખ્ય એજન્ડા પૈકી સૌથી મહત્વનો મુદ્દો ટેકાના ભાવે ચાલી રહેલી મગફળી તેમજ અન્ય જણસોની ખરીદી પ્રક્રિયાની સમીક્ષા રહેશે.
ગાંધીનગર CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક
મળતી માહિતી મુજબ રાજ્યમાં ખાતરની અછતનો મુદ્દો પણ ચર્ચામાં રહેશે, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.કૃષિ રાહત પેકેજ અંગે રાજ્યમાં આવેલી અરજીઓની સ્થિતિ અને તેના નિકાલ પર પણ કેબિનેટ વિગતવાર ચર્ચા કરશે. અમદાવાદના સુભાષ બ્રિજમાં તાજેતરમાં પડેલી તિરાડોના મુદ્દે શહેરી વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાએ હાથ ધરેલી કામગીરીની પ્રાથમિક વિગતો રજૂ કરવામાં આવશે અને તેના પર સમીક્ષા થશે.આગામી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની તૈયારીઓ અને તેના આયોજનને લઈને પણ કેબિનેટમાં વિસ્તૃત ચર્ચા થનાર છે.
કાંકરિયા કાર્નિવાલ, કાઈટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમ પર ચર્ચા થશે
તહેવારોની ઋતુને ધ્યાનમાં રાખતાં રાજ્યમાં આયોજિત થનારા મોટા કાર્યક્રમો જેમ કે અમદાવાદનો કાંકરિયા કાર્નિવાલ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ (કાઇટ ફેસ્ટિવલ) સહિત અન્ય કાર્યક્રમોના આયોજન પર પણ ચર્ચા થશે.આ ઉપરાંત રાજ્ય સરકારના આગામી યોજનાઓ, નીતિગત નિર્ણયો અને વિવિધ વિભાગોના કામકાજની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવશે.આ બેઠકને રાજ્યના ખેડૂતો, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે મહત્વની ગણવામાં આવે છે, કારણ કે તેમાં લેવામાં આવનારા નિર્ણયોની સીધી અસર જનજીવન પર પડશે.
આ પણ વાંચો: Gujarat News : આજે 10 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


