Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય, ખેડૂતોના પાક નુકસાનના સર્વેનો આપ્યો આદેશ 

Gandhinagar : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને મસમોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. આ વચ્ચે ખેડૂતોને સહાય કરવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઈમરજન્સી કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાનને લઈને વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ સરકાર એવા નિષ્કર્ષ ઉપર પહોંચી છે કે, વાંચો કેબિનેટ બેઠક અંગે વિસ્તારપૂર્વક અહેવાલ
gandhinagar   કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય  ખેડૂતોના પાક નુકસાનના સર્વેનો આપ્યો આદેશ 
Advertisement
  • Gandhinagar :  ગાંધીનગરમાં કેબિનેટનો મહત્વનો નિર્ણય : 10 લાખ હેક્ટર પાક નુકસાન 
  • રાજ્યમાં વરસાદી આફત : 33 જિલ્લાના 239 તાલુકામાં નુકસાન, મુખ્યમંત્રીએ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલ્યા
  • કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવ્યો : કેબિનેટે સર્વે અને સહાય માટે સકારાત્મક નિર્ણય, 5 જિલ્લામાં વધુ અસર
  • પાક નુકસાની સર્વે માટે CMનો આદેશ : કપાસ-મગફળી-શેરડીને નુકસાન, 23-28 ઓગસ્ટ વરસાદની માર

Gandhinagar : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને મસમોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. આ વચ્ચે ખેડૂતોને સહાય કરવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઈમરજન્સી કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાનને લઈને વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ સરકાર એવા નિષ્કર્ષ ઉપર પહોંચી છે કે, ખેડૂતોને પગભર કરવા માટે સહાય આપવામાં આવશે, તેથી મુખ્યમંત્રીએ નુકશાનીનો સર્વે કરવાનો આદેશ આપી દીધો છે અને આ સર્વે માત્ર સાત દિવસમાં પૂરો કરી દેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, તે પછી ખેડૂતોને ઝડપીમાં ઝડપી સહાય પહોંંચાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીપાકોને થયેલા વ્યાપક નુકસાનને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં પાક નુકસાનીના સર્વે અને ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ. મુખ્યમંત્રીએ તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે કરવા આદેશ આપ્યો છે અને આ કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ સાથે ખેડૂતો આર્થિક રીતે પગભર થાય તે માટે સરકાર સકારાત્મક નિર્ણય લેવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું છે.

Advertisement

બેઠકમાં જાણવા મળ્યું કે 23 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 239 તાલુકાઓમાં 1 મિમીથી લઈને 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ખાસ કરીને 5 જિલ્લાઓમાં વધુ અસર થઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 10 લાખ હેક્ટર વિસ્તારના પાકને નુકસાન થયું છે, જેમાં કપાસ, મગફળી, શેરડી સહિતના મુખ્ય પાકોનો સમાવેશ થાય છે. "ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. જ્યાં જ્યાં વરસાદ અને નુકસાન થયું છે, તેનું સર્વે કરીને તાત્કાલિક સહાય પૂરી પાડવી જરૂરી છે," તેમ મુખ્યમંત્રીએ બેઠકમાં જણાવ્યું છે.

Advertisement

સર્વેની કામગીરીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, જેમ કે ડ્રોન, સેટેલાઈટ ઈમેજરી અને મોબાઈલ એપ્સનો સમાવેશ થશે. જો જરૂર પડે તો ફિઝિકલ સર્વે પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલીને વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરાવ્યું છે, જેથી સર્વેની પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બની શકે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરો અને કૃષિ વિભાગના અધિકારીઓને પણ સક્રિય કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂત સમુદાયમાં આશાનું કિરણ જાગ્યું છે. કમોસમી વરસાદ જેવી આબોહવા પરિવર્તનની અસરો વધી રહી છે. સર્વે પૂર્ણ થયા પછી નુકસાનની વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને સહાયની રકમ અને વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ બેઠકથી સ્પષ્ટ છે કે સરકાર ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને આ કટોકટીનો સામનો કરશે.

આ પણ વાંચો-સ્વ.શ્રી Vijay Rupani ના અર્ધાંગિની Anjali Rupani નો Super Exclusive Interview

Tags :
Advertisement

.

×