Gandhinagar : શાળા પ્રવાસ સંદર્ભે કરાયો મહત્વનો નિર્ણય, સાથે રાખવી પડશે પોલીસ
- School Trips સંદર્ભે કરાયો મહત્વનો નિર્ણય
- પ્રવાસમાં સાથે રાખવા પડશે પોલીસ કર્મચારીઓ (Police personnel)
- વિદ્યાર્થીનીઓ પ્રવાસમાં હોય તો રાખવા પડશે મહિલા પોલીસ કર્મચારીઓ
- રાજ્ય પોલીસ ભવન દ્વારા પરિપત્ર બહાર પાડીને કરાઈ જાહેરાત
Gandhinagar : રાજ્યભરની શાળાઓ વિદ્યાર્થીઓ જ્ઞાન અને મનોરંજન માટે જે પ્રવાસ (School Trips) યોજે છે તેના માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં હવે પ્રવાસમાં 2 પોલીસ કર્મચારીને સાથે રાખવામાં આવશે. આ નિર્ણયની જાહેરાત રાજ્ય પોલીસ ભવને પરિપત્ર બહાર પાડીને કરી છે. આ નિર્ણય અનુસાર વિદ્યાર્થીની જો પ્રવાસમાં સામેલ હોય તો મહિલા પોલીસ (female police personnel) પણ પ્રવાસમાં રાખવા પડશે.
મહત્વનો નિર્ણય
શાળાઓ દ્વારા વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવાસો કે પિકનિકનું આયોજન કરવારમાં આવતું હોય છે. જેમાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ ઉપરાંત શિક્ષકો અને અન્ય સ્ટાફ જોડાતો હોય છે. શાળાઓ દ્વારા યોજાતા આ પ્રવાસો સંદર્ભે રાજ્ય પોલીસે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અનુસાર હવે શાળાકીય પ્રવાસોમાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત પોલીસ કર્મચારીઓ પણ હશે. પ્રવાસમાં 2 પોલીસ કર્ચમારીઓને સાથે રાખવા પડશે.
School Trip Gujarat First--
School Trip Gujarat First-આ પણ વાંચોઃ VADODARA : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરનું વડોદરામાં આગમન
વડાપ્રધાનની સૂચનાનો અમલ થયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ડીજીપી કોન્ફરન્સમાં આ સૂચના આપી હતી. જેમાં શાળા પ્રવાસોમાં પોલીસ કર્મચારીઓને સાથે રાખવાનો ઉલ્લેખ કરાયો હતો. આ સૂચનાને અનુસરતા આજે ગુજરાત રાજ્ય પોલીસ ભવન દ્વારા એક પરિપત્ર કરાયો છે. જેમાં રાજ્યભરની શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે કે પ્રવાસમાં 2 પોલીસ કર્મચારીઓને સાથે રાખવાના રહેશે. જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ હોય તો મહિલા પોલીસ કર્મચારીઓ (female police personnel) ને પણ સાથે રાખવાના રહેશે. આ ઉપરાંત સમગ્ર પ્રવાસની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનને જણાવવાની રહેશે. શાળાના આચાર્ય દ્વારા આ વિગતો લાગતા વળગતા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવાની રેહશે.
હરણી બોટ દુર્ઘટના
શાળાકીય શૈક્ષણિક પ્રવાસો અને પિકનિકમાં કેટલીકવાર દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. હરણી બોટ દુર્ઘટના (Haranee Boat Accident) તેનું મસમોટું ઉદાહરણ છે. આવા સંજોગોમાં જો પોલીસ કર્મચારીઓ સાથે હોય તો સત્વરે પોલીસ અને આરોગ્યલક્ષી મદદ મળી રહે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીઓ પ્રવાસમાં સાથે હોય ત્યારે વિદ્યાર્થીઓની સલામતિ અને સુરક્ષામાં વધારો થશે. આ પ્રવાસોમાં વિદ્યાર્થીનીઓને સાથે થતી દુર્વ્યવહાર, છેડતી જેવી ઘટનાઓ પણ બંધ થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના જાન-માલને પણ કોઈ પ્રકારનું નુકસાન થશે નહીં.
આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 4 દિવસ રહેશે ગરમી : અંબાલાલ પટેલ