Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2024 નું આયોજન, રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓનું મનોબળ વધાર્યું

Gandhinagar: ગિફ્ટ સીટી ગાંધીનગર (Gandhinagar) ખાતે આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ – 2024ટુર્નામેન્ટની આજે મુલાકાત લઈને ભારત સહિત 46 દેશોના 230 ખેલાડીઓનું જુસ્સો –મનોબળ વધાર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનું સ્વાગત કરી ઉત્સાહ વધારતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ...
gandhinagar  વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024 નું આયોજન  રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓનું મનોબળ વધાર્યું
Advertisement

Gandhinagar: ગિફ્ટ સીટી ગાંધીનગર (Gandhinagar) ખાતે આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ – 2024ટુર્નામેન્ટની આજે મુલાકાત લઈને ભારત સહિત 46 દેશોના 230 ખેલાડીઓનું જુસ્સો –મનોબળ વધાર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનું સ્વાગત કરી ઉત્સાહ વધારતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, ‘દુનિયાભરમાંથી આવેલા જુનિયર ચેસ પ્લેયરને મળવાનો અવસર ચેસ ચેમ્પીયનશિપ થકી પ્રાપ્ત થયો છે. ગુજરાતની ધરતી દેશ-દુનિયામાં રમાતી રમતોનું આયોજન કરવામાં અગ્રેસર રહી છે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન GSCA સાથે મળીને રાજ્ય સરકાર દ્વારા અતિ મહત્વની ગણાતી ટુર્નામેન્ટ કે, જેમાં દુનિયાભરમાંથી ખેલાડીઓ સહભાગી થયા છે. ભારતના મહેમાન બનેલા આ ખેલાડીઓએ ચેસમાં વિશ્વભરમાંથી અનેક મેડલો જીત્યા છે. જે આવનારા સમયમાં સીનીયર લેવલે રમવાના છે એવા જુનિયર ચેસ ખેલાડીઓની આજે ઉત્સાહ વધારવાની મને તક મળી છે. આ ઇવેન્ટ ચેસની દુનિયામાં વધતી પ્રતિભા અને આ બૌદ્ધિક રમતને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.’

વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં 46 દેશોના 230 ખેલાડીઓ ભાગ લેશે

મંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, ‘પ્રથમ વખત ગુજરાત સફળતાપૂર્વક આ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે, ત્યારે ભારત સહિત 46 દેશોના 230 કુશળ ખેલાડીઓ વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છે ત્યારે ખેલાડીઓને ગુજરાતી આતિથ્ય, ગુજરાતી ભોજન, ગુજરાતની સંસ્કૃતિ, જોવાનો અવસર મળ્યો છે. ગુજરાતના વિચારો-સંસ્કૃતિ દેશ દુનિયા સુધી પહોચાડવાનું આ ઉતમ પ્લેટફોર્મ છે તેમ ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ પ્રસંગે 9માં ચરણમાં પ્રતિયોગિતામાં વિજેતા તરફ આગળ ચાલતી ભારતીય ખેલાડી સુશ્રી દિવ્યાને અભિનંદન પાઠવ્યા હતા. ભવિષ્યમાં આ ખેલાડી ભારત માટે અનેક મેડલો જીતશે તેવી આશા પણ ગૃહ રાજ્ય મંત્રીએ વ્યક્ત કરી હતી.

Advertisement

ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે થયું આયોજન

વધુમાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આગામી વર્ષોમાં પણ રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજવા માટે અનેક યોજનાઓ બનાવી છે. ગુજરાત સરકાર અને એસોસીએશનના સહકાર દ્વારા અનેક રમતોનું ગુજરાતમાં સફળ આયોજન થઇ રહ્યું છે. આવા આયોજનો થકી ગુજરાતના યુવાનોને રમત ગમત ક્ષેત્રે વધુમાં વધુ જોડવાનો આ ભગીરથ પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે, ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ ઇચેક્સ (FIDE) ની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિષ્ઠિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024 યોજાઈ રહી છે.આ પ્રસંગે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી શ્રી દેવ પટેલ અને ઓર્ગનાઈજિંગ સેક્રેટરી શ્રી ભાવેશ પટેલ સહીત વિવિધ દેશોના ખેલાડીઓ તેમજ કોચ હાજર રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: પ્રેમ, ધમકી અને દુષ્કર્મ; 27 વર્ષીય યુવતીએ નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો: Tejas: એરફોર્સના વિમાન તેજસનું સુરત એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો: Gadhada ટેમ્પલ બૉર્ડના ચેરમેન હરિજીવન સ્વામીની દાદાગીરી, સ્વામી પર તકાઇ રહી છે શંકાની સોય

Tags :
Advertisement

.

×