ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PATIDAR POLITICS : PAAS અને SPGના આગેવાનોની ચિંતન શિબિરમાં મોટી બબાલ

PATIDAR POLITICS : ખેડૂત કે ગરીબના દિકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે તો જ તેઓ અમને સમજી શકે - હાર્દિક પટેલ, ધારાસભ્ય
05:08 PM Jun 28, 2025 IST | PARTH PANDYA
PATIDAR POLITICS : ખેડૂત કે ગરીબના દિકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે તો જ તેઓ અમને સમજી શકે - હાર્દિક પટેલ, ધારાસભ્ય

PATIDAR POLITICS : પાલિકાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદાર રાજકારણ (PATIDAR POLITICS) ને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગાંધીનગર (GANDHINAGAR) માં PAAS અને SPG જૂથના આગેવાનો વચ્ચે ચિંતન શિબિર યોજાઇ છે. આ ચિંતન શિબિર કોઇ પણ ચોક્કસ બેનરના નેજા હેઠળ યોજવામાં આવી નથી. સરકાર પટેલ (SARDAR PATEL) ની તસ્વીર સાથે ચિંતન શિબિર યોજાઇ છે. આ તકે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ (ALPESH KATHIRIYA) કહ્યું કે, બધા ભાઇઓ એકવાર સાથે ભાગે થયા તે વાતનો આનંદ છે. બીજી તરફ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ (BJP MLA - HARDIK PATEL) દ્વારા સૂચક સોશિયલ મીડિયા પોસ્ટ મુકવામાં આવી છે. જો કે, આ બેઠકમાં પાસના પૂર્વ કન્વિનરને બોલાવવામાં નહીં આવતા આગેવાને બબાલ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

બધા ભાઇઓ એકવાર ફરી ભેગા થયા તેનો આનંદ છે

આજે ગુજરાતમાં પાટીદાર રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પાસ આંદોલન સાથે જોડાયેલા નેતાઓ ગાંધીનગરમાં એકત્ર થયા છે. ગાંધીનગરમાં પાસ અને એસપીજી જૂથના આગેવાનો ચિંતન શિબિરમાં ભેગા થયા છે. આ ચિંતન શિબિર કોઇ પણ પ્રકારના બેનર હેઠળ યોજવામાં આવી નથી. માત્ર લોખંડી પુરૂષ સરદાર પટેલની તસ્વીર સાથે શિબિર યોજાઇ છે. આ શિબિરમાં હાજર વજનદાર પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ કહ્યું કે, બધા ભાઇઓ એકવાર ફરી ભેગા થયા તેનો આનંદ છે. પાટીદાર આંદોલનને 10 વર્ષ પૂર્ણ થયા છે. પોતોની વ્યસ્તતા વચ્ચે સમાજ માટે તમામ ભેગા થયા છે. જે સમાજ ચિંતન નથી કરતો તેનું પતન થાય છે.

સંઘર્ષનું શું પરિણામ આવશે તે મને ખબર ન્હતી

બીજી તરફ પાટીદાર આગેવાનોની ચિંતન શિબિર સમયે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની (BJP MLA - HARDIK PATEL) સૂચક સોશિયલ મીડિયા પોસ્ટ (SOCIAL MEDIA POST) સામે આવી છે. જેમાં તેઓ જણાવે છે કે, ધારાસભ્ય બન્યા બાદ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ભ્રષ્ટાચાર સામે હું લડી રહ્યો છું. આંદોલનની સફળતા સૌના સમજમાં ના આવે. ખેડૂત કે ગરીબના દિકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે તો જ તેઓ અમને સમજી શકે છે. મારા જીવનનો મહત્વનો સમય સંઘર્ષ અને આંદોલનમાં વિતાવ્યો છે. સંઘર્ષનું શું પરિણામ આવશે તે મને ખબર ન્હતી. લોકોના આશિર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું છે. તેનાથી લાખો લોકોને શિક્ષણ અને નોકલીમાં લાભ મળ્યો છે.

ચાલુ મીટિંગમાં બબાલ કરીને બહાર નીકળી ગયા

આ વચ્ચે પાટીદાર ચિંતન શિબિરમાં બબાલના અહેવાલ સામે આવ્યા છે. શાંતિલાલ સોજીત્રા નામના પાટીદાર આગેવાને બબાલ મચાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાસના પૂર્વ કન્વીનર જયેશ પટેલને મીટિંગ માટે નહીં બોલાવવામાં આવતા બબાલ કરી છે. તેઓ ચાલુ મીટિંગમાં બબાલ કરીને બહાર નીકળી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. શાંતિલાલ સોજીત્રા અમદાવાદના નિકોલના પાસ આગેવાન છે. તેઓ આમંત્રણ બાબતે પ્રથમ રિસાયા અને બાદમાં અણગમો વ્યક્ત કરીને બેઠક છોડીને બહાર નીકળી ગયા છે.

આ પણ વાંચો ---- Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી, જાણો કયાં વરસાદ બોલાવશે ભૂક્કા

Tags :
AAPBJPGujaratGujaratFirstgujaratfirstnewsGujaratiNewsgujaratnewsPAASPoliticsSPGVarunPatelVisavadar
Next Article