Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PATIDAR POLITICS : પાટીદારોની ચિંતન શિબિર બાદ મોટી નવા-જૂનીના એંધાણ

PATIDAR POLITICS : પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરાઓ આજે એકઠા થયા છે, જેમાં સમાજના મુદ્દાઓ ચર્ચાયા છે - વરૂણ પટેલ
patidar politics   પાટીદારોની ચિંતન શિબિર બાદ મોટી નવા જૂનીના એંધાણ
Advertisement
  • પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ પૂર્ણ
  • ગાંધીનગરમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
  • શિબિરના અંતે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવી
  • શિબિરમાં બબાલ તથા હાર્દિક પટેલની પોસ્ટ અંગે પણ જાણકારી અપાઇ

PATIDAR POLITICS : આજે ગાંધીનગર (GANDHINAGAR) માં પાટીદાર આંદોલન (PATIDAR ANDOLAN) ના 10 વર્ષ બાદ પાસ (PAAS) અને એસપીજી (SPG) જૂથના આગેવાનો ચિંતન શિબિરમાં એકત્ર થયા હતા. આ ચિંતન શિબિરના અંતે વરૂણ પટેલ અને પૂર્વીન પટેલ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં કયા મુદ્દાઓ પર કામ કરવા જઇ રહ્યા છે, તે અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

સામાજિક મુદ્દાઓ પર કામ કરવામાં આવશે

પાટીદાર આગેવાન પૂર્વિન પટેલે પ્રેસવાર્તામાં જણાવ્યું કે, 10 વર્ષ બાદ પાટીદાર આંદોલનના આગેવાનો એકઠા થયા છે. જેમાં 10 જેટલા સમાજને લગતા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. આવનારા સમયમાં સામાજિક મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. અમારા પ્રતિનિધી મંડળની રચના કરવામાં આવશે, જે સરકાર સાથે ચર્ચા કરશે.

Advertisement

ભાગેડુ લગ્ન સામે અમારો વિરોધ છે

આ તકે પાટીદાર આગેવાન વરૂણ પટેલે જણાવ્યું કે, પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરાઓ આજે એકઠા થયા છે, જેમાં સમાજના મુદ્દાઓ ચર્ચાયા છે. સમાજનો અવાજ અમુકના કાન સુધી પહોંચે તે હેતું છે. ભાગેડુ લગ્ન સામે અમારો વિરોધ છે, સરકારને અમારી રજુઆત છે કે, લગ્નની નોંધણીમાં માતા-પિતાની સહમતિ જરૂરી બનાવવામાં આવે. સ્થાનિક કક્ષાએ જ મેરેજ કરી શકાય તે અંગે પણ રજુઆત કરવામાં આવશે. સાથે જ ઓનલાઇન ગેમિંગ પ પ્રતિબંધ મુકવા રજુઆત કરાશે. ઓનલાઇન ગેમિંગના કારણે ઘણા યુવાનો બરબાદ થઇ રહ્યા છે.

Advertisement

ગોંડલ જેવું વાતાવરણ ના હોવું જોઇએ

વરૂણ પટેલે ગોંડલ મુદ્દે કહ્યું કે, ગોંડલની ઘટના અંગે પણ આજની બેઠકમાં ચર્ચા થઇ છે. ગોંડલમાં સમાજના લોકો અસુરક્ષા અનુભવી રહ્યા છે. ગોંડલ જેવું વાતાવરણ ના હોવું જોઇએ. સરકારે ગોંડલમાં ભયમુક્ત વાતાવરણ બનાવવું પડશે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણાં 10 ટકા EWS ને અનામત મળવાની માંગ તેમણે મુકી હતી.

સરદાર પટેલની ઓળખ મટી જશે

વધુમાં વરૂણ પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન વખતના અમુક કેસો હજી પણ પાછા ખેંચવાના બાકી છે, તે અંગેની રજુઆત કરાશે. કરમસદ-આણંદ મનપામાં ભળી ગયું છે. જેથી સરદાર પટેલની ઓળખ મટી જશે. કરમસદને યાત્રાધામ તરીકે વિકસાવવા માટે સરકારને રજુઆત કરીશું. બિન અનામત આયોજમાં ચેરમેની નિયુક્તિ થઇ નથી. તે જલ્દી થાય તે માટે રજુઆત કરીશું. સાથે જ બિન અનામતમ આયોગમાં 12 ટકાના દરે વર્ષે વધારે કરવા અંગે રજુઆત કરીશું.

લગ્ન હોય ત્યાં પણ અમુક ફૂવાઓ હોય

બબાલ અંગે વરૂણ પટેલે નિવેદન આપ્યું કે, આ કોઇના છોકરાના લગ્ન ન્હતા, કે કોઇને આમંત્રણ આપવામાં આવે. લગ્ન હોય ત્યાં પણ અમુક ફૂવાઓ હોય તેવું જ બન્યું હશે. સાથે જ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની (BJP MLA HARDIK PATEL) પોસ્ટ અંગે કહ્યું કે, હાર્દિક ધારાસભ્ય છે, ગમે તેવી પોસ્ટ કરી શકે. આ સમાજનું કામ હતું, સમાજના હિતેચ્છુઓ મિટિંગમાં આવ્યા છે. હાર્દિક પટેલ કેમ ના આવ્યા તે એમને ખહર મને ખબર નથી.

આ પણ વાંચો ----  PATIDAR POLITICS : PAAS અને SPGના આગેવાનોની ચિંતન શિબિરમાં મોટી બબાલ

Tags :
Advertisement

.

×