Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં ગેંગવોરનો ખૂની ખેલ: કાગડાપીઠમાં યુવકની જગજાહેર હત્યા, 3 આરોપીઓની ધરપકડ, 4 ફરાર

અમદાવાદમાં ગેંગવોરની ખૂની રમત: યુવકની અપહરણ પછી હત્યા
અમદાવાદમાં ગેંગવોરનો ખૂની ખેલ  કાગડાપીઠમાં યુવકની જગજાહેર હત્યા  3 આરોપીઓની ધરપકડ  4 ફરાર
Advertisement
  • અમદાવાદમાં ગેંગવોરની ખૂની રમત: યુવકની અપહરણ પછી હત્યા
  • કાગડાપીઠમાં નીતિન પટણીની ક્રૂર હત્યા: 3 આરોપી પકડાયા, 4 ફરાર
  • મેઘાણીનગરમાં જાહેર હત્યા: ગેંગવોરમાં નીતિન પટણીનું મોત
  • અમદાવાદના કાગડાપીઠમાં બદલાની અદાવત: નીતિન પટણીની હત્યા
  • ગુજરાતમાં ગેંગવોરનો આતંક: પોલીસે 3ની ધરપકડ કરી, 4ની શોધખોળ

અમદાવાદ : અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેંગવોરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નીતિન પટણી નામના યુવકની સાત લોકોના ટોળાએ અપહરણ કરીને જાહેરમાં ક્રૂર હત્યા કરી નાખી છે. આ હત્યા જૂની અદાવત અને બદલાની ભાવનાને કારણે થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સતીશ પટણી, વિશાલ, મહેશ અને રાજ નામના ચાર આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે આરોપીઓને પકડવા માટે પાંચ ટીમો રચીને તપાસ શરૂ કરી છે.

આ ગેંગવોરની શરૂઆત બે વર્ષ પહેલાં થયેલી બબાલથી થઈ હતી, જેમાં વિપુલ પટણી અને આરોપીઓ રાહુલ, સતીશ, આકાશ અને પકા પટણી વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદની અદાવત રાખીને થોડા દિવસ પહેલાં સતીશ, રાહુલ, આકાશ અને પકાએ વિપુલ પર તેના ઘર નજીક ધારીયા અને છરીઓ વડે ઘાતક હુમલો કર્યો હતો. વિપુલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો- Gujarat Weather Updates: Junagadh જતા પહેલા ચેતજો, 24 કલાક ભારે વરસાદની આગાહી

Advertisement

આ હુમલાનો બદલો લેવા માટે વિપુલના મિત્રો અને પરિવારજનો જેમાં નીતિન પટણી, સુરેશ, ચીંટુ અને પકો સામેલ હતા, તેઓએ સતીશની ગેંગ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું. ત્રણ દિવસ પહેલાં આ જૂથે સતીશના ભાઈ દીપક ઉર્ફે હુક્કા પર ધારીયા અને છરીઓ વડે હુમલો કર્યો, જેના કારણે દીપક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. આ ઘટનામાં મેઘાણીનગર પોલીસે નીતિન, સુરેશ અને અન્યો વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધી હતી.

આ ઘટનાનો બદલો લેવા માટે સતીશે નીતિન પટણીનું 22 ઓગસ્ટ, 2025ના રોજ કાગડાપીઠના સફલ પરિસરમાંથી અપહરણ કર્યું. અપહરણ દરમિયાન નીતિનને ઢોર માર મારવામાં આવ્યો અને બાદમાં તેને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જવામાં આવ્યો. મેઘાણીનગરમાં જાહેરમાં નીતિન પર લાતો હથિયારો અને ધારીયા વડે ક્રૂર હુમલો કરવામાં આવ્યો જેના કારણે તેનું મોત થયું. ઈજાગ્રસ્ત નીતિનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

આ ઘટનામાં કાગડાપીઠ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, મુખ્ય આરોપીઓ સતીશ પટણી, વિશાલ, મહેશ અને રાજ હજુ ફરાર છે. પોલીસે આ ફરાર આરોપીઓને પકડવા માટે પાંચ ટીમો રચી છે. CCTV ફૂટેજ તેમજ સ્થાનિક સાક્ષીઓની મદદથી તપાસ આગળ વધી રહી છે. આ ઘટના 19 ઓગસ્ટ, 2025ના રોજ નીતિન અને આરોપીઓ વચ્ચે થયેલા ઝઘડાની અદાવતનું પરિણામ હોવાનું પોલીસનું માનવું છે, જેમાં નીતિન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

આ હત્યાએ કાગડાપીઠ અને મેઘાણીનગર વિસ્તારના રહેવાસીઓમાં ભય અને આક્રોશ ફેલાવ્યો છે. સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને ગેંગવોર અને ગેરકાયદે પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવવામાં નિષ્ફળતા બદલ પોલીસ ઉપર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યમાં ટ્રાફિક નિયમોના ભંગ અને ગુનાખોરીને રોકવા માટે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે, જેમાં 1315 ટ્રાફિક કર્મચારીઓની ભરતી અને CCTV નો ઉપયોગ વધારવાનો સમાવેશ થાય છે.

તો બીજી તરફ પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે, તેમના આગમન પહેલા જ શહેરમાં જગજાહેર રીતે મર્ડર થઈ રહ્યાં છે, તે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે. ગેંગવોર શબ્દ 90ના દશકામાં પ્રચલિત હતો. હાલમાં સરકાર કહે છે કે, અમારા રાજમાં ગેંગવોર બંધ થઈ ગઈ છે. અમે કાયદાને સ્થાપિત કર્યું છે, પરંતુ એક વખત ફરીથી ગેંગવોર ચાલું થઈ છે. જે સરકાર અને પોલીસ બંનેની નિષ્ફળતા દર્શાવી રહી છે.

આ પણ વાંચો- Vadodara : ‘અભણના રાજમાં કામો ના આવે….’, પાદરાના BJP MLA નો પલટવાર

Tags :
Advertisement

.

×