Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Garavi Gurjari : 7 મહિનામાં ₹17 કરોડ વેચાણ; 7000 કારીગરોને રોજગારી

વડાપ્રધાનના 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાનને વધુ ગતિ આપવાના ભાગરૂપે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલાના સ્થાનિક કલાકારોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રોત્સાહનના પરિણામે, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ ('ગરવી ગુર્જરી') એ નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રારંભિક સાત મહિના (એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫) દરમિયાન અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે.
garavi gurjari   7 મહિનામાં ₹17 કરોડ વેચાણ  7000 કારીગરોને રોજગારી
Advertisement

Garavi Gurjari -'આત્મનિર્ભર ભારત' Atma Nirbhar Bharat  દિશામાં ગુજરાતનું કદમ: 'ગરવી ગુર્જરી' દ્વારા ૭ મહિનામાં ₹૧૭.૫૨ કરોડનું રેકોર્ડ વેચાણ!

વડાપ્રધાન (PM Narendra Modi) ના 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાનને વધુ ગતિ આપવાના ભાગરૂપે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલાના સ્થાનિક કલાકારોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રોત્સાહનના પરિણામે, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ ('ગરવી ગુર્જરી') એ નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રારંભિક સાત મહિના (એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫) દરમિયાન અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે.

Garavi Gurjari : રેકોર્ડબ્રેક સિદ્ધિ: ₹૧૭.૫૨ કરોડથી વધુનું વેચાણ

Advertisement

નિગમ દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ્સ ઉપરાંત રાજ્ય અને રાજ્ય બહાર આયોજિત કુલ ૩૪ મેળા-પ્રદર્શનો થકી સ્વદેશી હાથશાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું કુલ ₹૧૭.૫૨ કરોડથી વધારે કિંમતનું વેચાણ કરીને 'આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત'ની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ વેચાણમાં સરકારી કચેરીઓમાં આપવામાં આવેલ ગિફ્ટ હેમ્પર અને સુશોભનની કામગીરીનો પણ સમાવેશ થાય છે.

Advertisement

Garavi Gurjari-૭,૦૦૦થી વધુ કારીગરોને રોજગારી અને પ્રોત્સાહન

કુટિર ઉદ્યોગ મંત્રી શ્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વમાં નિગમ સ્થાનિક કારીગરોને રોજગારી આપવા પર ભાર મૂકી રહ્યું છે. સ્વદેશી વસ્તુઓની ખરીદીથી દેશના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળે અને હસ્તકલાના વારસાનું જતન થાય છે.

  • નિગમે તેના તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રો (TCPC) મારફત કારીગરોને સ્વદેશી વસ્તુઓના ₹૧૩૦૩.૨૨ લાખના ખરીદ ઓર્ડર આપ્યા છે.

  • આ વેચાણ અને પ્રયત્નો દ્વારા રાજ્યભરના ૭,૦૦૦થી વધુ હાથશાળ અને હસ્તકલા કારીગરોને સીધી રોજગારી અને પ્રોત્સાહન મળ્યું છે.

 બજાર વિસ્તરણ અને આગામી પ્રદર્શનો

ગુજરાતની કલાને રાષ્ટ્રીય અને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માટે નિગમ સતત પ્રયત્નશીલ છે. આગામી સમયમાં, ગરવી ગુર્જરી દ્વારા નીચેના મુખ્ય સ્થળોએ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવનાર છે:

  • દિલ્હી

  • અમૃતસર

  • દહેરાદુન

  • લખનઉ

  • કોલકાતા

  • સુરત

  • સુરજકુંડ (ફરીદાબાદ)

 કૌશલ્ય વિકાસ અને આધુનિકીકરણ

પરંપરાગત કળાને આધુનિક સમયની જરૂરિયાત મુજબ ટકાવી રાખવા માટે ગરવી ગુર્જરી કારીગરોના કૌશલ્યને નિખારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ માટે નિગમ દ્વારા:

  • ડિઝાઇન વર્કશોપ

  • તાલીમ સત્રો

  • માર્કેટ ટ્રેન્ડ ડેવલપમેન્ટ સેશન

  • સ્પેશિયલ ડિઝાઇન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

'વોકલ ફોર લોકલ'ને વ્યાપક પહોંચ

નિગમ અંતર્ગત કાર્યરત યોજનાઓ અને એમ્પોરિયમ્સ થકી “સ્વદેશી અપનાવો”ના ભાવને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આમાં રેડીયો ઇન્ટરવ્યુ, આઉટડોર એડવર્ટાઇઝિંગ માટે હોર્ડીગ્સ અને મુખ્ય રેલ્વે સ્ટેશનો પર એડવર્ટાઇઝિંગ બોર્ડ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કેન્દ્ર સરકારની “વોકલ ફોર લોકલ” પહેલને વધુ બળ મળી રહે.

 ખરીદી ક્યાં કરશો?

ગુજરાતની સમૃદ્ધ હસ્તકલાની વસ્તુઓની ખરીદી ગરવી ગુર્જરીના નીચેના આઉટલેટ્સ પરથી કરી શકાય છે:

  • ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભૂજ, સાળંગપુર, લિબંડી, ભરૂચ, આણંદ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, સુરેન્દ્રનગર, એકતાનગર અને રાજકોટ.

ઉપરાંત, આ સ્વદેશી વસ્તુઓની ખરીદી નિગમની વેબસાઇટ www.garvigurjari.gujarat.gov.in પરથી ઓનલાઈન પણ કરી શકાય છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ગુજરાત મુલાકાતે : જાણો તેમનું સંપૂર્ણ શેડ્યુલ

Tags :
Advertisement

.

×