Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gariadhar : 'ધારાસભ્યની ખુશામતખોરી કરે છે અધિકારીઓ'

Gariadhar : રાજ્યમાં વધુ એક ભાજપ નેતાનો લેટરબોમ્બ બહાર આવ્યો છે. ગારિયાધાર (Gariadhar) શહેર ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે સ્થાનિક અધિકારીઓ ધારાસભ્યની ખુશામતખોરી કરી રહ્યા છે. ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડે...
gariadhar    ધારાસભ્યની ખુશામતખોરી કરે છે અધિકારીઓ
Advertisement

Gariadhar : રાજ્યમાં વધુ એક ભાજપ નેતાનો લેટરબોમ્બ બહાર આવ્યો છે. ગારિયાધાર (Gariadhar) શહેર ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે સ્થાનિક અધિકારીઓ ધારાસભ્યની ખુશામતખોરી કરી રહ્યા છે. ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડે ગંભીર આરોપ લગાવતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

Advertisement

મનસ્વીપણે નિર્ણયો લઇ સરકાર અને સરકારી હિતોને નુકશાન કરી રહ્યા છે

ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું છે કે ગારીયાધાર નગરપાલિકાના વહિવટદાર મામલતદાર આર.એન.કુંભાણી અને નગરપાલિકા ચીફ ઓફિસર કૃપેશ પટેલ પોતાની રીતે મનસ્વીપણે નિર્ણયો લઇ સરકાર અને સરકારી હિતોને નુકશાન કરી રહ્યા છે.

Advertisement

બંને અધિકારીઓ ધારાસભ્ય સુધીર વાઘાણીની ખુશામતખોરીમાં લાગેલા

તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે બંને અધિકારીઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીની ખુશામતખોરીમાં લાગેલા છે અને બીજા કામો પ્રત્યે બેજવાબદારીભર્યું વલણ દાખવે છે તેથી બંને અધિકારીઓની ગારીયાધારમાંથી તાત્કાલીકપણે બદલી નહીં કરાય તો સરકાર માટે દુખદાયક સાબિત થઇ શકે.

AAPના સુધીર વાઘાણી ગારિયાધારથી MLA

નિલેશ રાઠોડે પત્રમાં મામલતદાર, ચીફ ઓફિસરની બદલીની રજૂઆત કરી છે. ઉલ્લેખનિય છે કે AAPના સુધીર વાઘાણી ગારિયાધારથી MLA છે અને ગારીયાધાર તાલુકાની બેઠક પર આપનું શાસન છે.

ગારીયાધાર તાલુકાની એક માત્ર બેઠક પર AAPનું શાસન

આ પત્રથી ભાવનગરના ગારીયાધાર તાલુકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પૈકી ગારીયાધાર તાલુકાની એક માત્ર બેઠક પર આપનું શાસન છે.

આ પણ વાંચો----- અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, તૈયાર રહેજો હવે…!

આ પણ વાંચો---- Madresa : રાજ્યની 1130 જેટલી મદરેસાનો સર્વે કરવાનો શિક્ષણ વિભાગનો આદેશ

Tags :
Advertisement

.

×