રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ... હવે રેવન્ત રેડ્ડીનું નિવેદન, Adani Group ને રૂ. 100 કરોડ પરત કર્યા
- તેલંગાણા સરકારે અદાણીની ઓફરને નકારી
- સ્કિલ યુનિવર્સિટી માટે રૂ.100 કરોડની ઓફર કરી હતી
- રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપ સવાલ ઉઠાવ્યા હતા
અદાણી ગ્રુપ (Adani Group)ના મુદ્દાને લઈને રાજકારણ ગરમાયું છે, કોંગ્રેસ સતત હુમલો કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી અદાણી કેસને લઈને કેન્દ્ર સરકારને ભીંસમાં મૂકી રહી છે. આ દરમિયાન તેલંગાણામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે, તેલંગાણા સરકારે અદાણી ગ્રુપ (Adani Group) દ્વારા આપવામાં આવેલા 100 કરોડ રૂપિયા નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
વાસ્તવમાં, તેલંગાણાના CM રેવન્ત રેડ્ડીનું કહેવું છે કે, યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટી માટે ઘણી કંપનીઓને ફંડ આપવામાં આવ્યું હતું. આ સંબંધમાં અદાણી ગ્રુપે (Adani Group) 100 કરોડ રૂપિયા પણ આપ્યા હતા. પરંતુ હવે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે અદાણી ગ્રુપ (Adani Group) દ્વારા આપવામાં આવેલ ફંડ સ્વીકારવામાં આવશે નહી એટલે કે અદાણી ગ્રુપ (Adani Group)ના 100 કરોડ રૂપિયા પરત કરવામાં આવશે.
Hyderabad | Telangana Chief Minister Revanth Reddy says, "...Many companies have given funds to the Young India Skill University. In the same way, the Adani group also gave Rs 100 crores. Yesterday, we wrote a letter to Adani on behalf of govt stating that the state govt is not… pic.twitter.com/x8LESKCrWV
— ANI (@ANI) November 25, 2024
આ પણ વાંચો : Maharashtra : મહાગઠબંધનમાં તિરાડ! CM પદ પર શિંદે સેનાના દાવાથી BJP નારાજ...
રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપ સવાલ ઉઠાવ્યા હતા...
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અદાણી ગ્રુપ (Adani Group) પર સવાલ ઉઠાવવા માટે અમેરિકન તપાસ એજન્સી વતી સતત હુમલાઓ કર્યા છે, તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સરકાર પર ગૌતમ અદાણીને બચાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, તેઓ આ મુદ્દો દરરોજ ઉઠાવશે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવેલા તમામ કામોની તપાસ થવી જોઈએ, ત્યારબાદ રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ અદાણીના મોટા પ્રોજેક્ટ્સ છે, અને તેલંગાણાની કોંગ્રેસ સરકારના નામે છે.
આ પણ વાંચો : Maharashtra CM : મોદી-શાહ ફરી ચોંકાવશે દેશને..વાંચો..કેમ..
યંગ ઈન્ડિયા સ્કીલ્સ આપ્યા હતા રૂપિયા...
મહત્વનું છે કે, યંગ ઈન્ડિયા સ્કીલ્સ માટે અદાણી ગ્રુપ (Adani Group) તરફથી 100 કરોડ રૂપિયાની મદદ પણ લેવામાં આવી છે. તે પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગમે તે થાય... દરેક તપાસના દાયરામાં આવશે, અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, તેમણે ગૌતમ અદાણીની ધરપકડની માંગ પણ કરી હતી. હવે રાહુલ ગાંધીના કડક વલણ બાદ તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ અદાણી ગ્રુપ (Adani Group) પાસેથી 100 કરોડ રૂપિયા નહીં લેવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો : Sambhal હિંસા મુદ્દે રાહુલ ગાંધીનો આક્રોષ, કહ્યું રાજ્ય સરકારનું પક્ષપાતી વલણ


