Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્નમાં ખોટા ખર્ચા ન કર્યા : MLA અર્જુન મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાએ જાણી જોઈને આ પ્રસંશા કરી હોય તેવી ચર્ચાઓ પણ વેગવંતી થઈ છે.
ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્નમાં ખોટા ખર્ચા ન કર્યા   mla અર્જુન મોઢવાડિયા
Advertisement
  1. MLA અર્જુન મોઢવાડિયાના અદાણી પ્રેમે સર્જ્યો વિવાદ!
  2. અર્જુન મોઢવાડિયાએ જાહેરમાં કરી અદાણી જૂથની પ્રશંસા
  3. અદાણીએ તેમના પુત્રનાં લગ્નમાં ખોટા ખર્ચા ન કર્યા : મોઢવાડિયા

ભાજપ નેતા (BJP) અર્જુન મોઢવાડિયાનાં એક નિવેદનનો વીડિયો હાલ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) પ્રસંશા કરતા નજરે પડે છે. વાઇરલ વીડિયોમાં અર્જુન મોઢવાડિયા કહે છે કે, ગૌતમ અદાણીએ તેમના પુત્રનાં લગ્નમાં ખોટા ખર્ચા ન કર્યા. જો કે, આ વીડિયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ જાણી જોઈને આ પ્રસંશા કરી હોય તેવી ચર્ચાઓ પણ વેગવંતી થઈ છે. બીજી તરફ કેટલાક લોકો ભાજપ નેતાને ટ્રોલ કરી સવાલ કરી રહ્યા છે કે એક ઉદ્યોગપતિ સાથે સરખામણી કરીને બીજા ઉદ્યોગપતિની પ્રસંશા કરવાની ચેષ્ટા આખરે અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) શા માટે કરી રહ્યાં છે?

આ પણ વાંચો - Sthanik Swaraj Election Result : છોટા ઉદેપુરમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમત નહીં, રોચક રહ્યું પરિણામ

Advertisement

Advertisement

MLA અર્જુન મોઢવાડિયાએ જાહેરમાં અદાણી જૂથની પ્રશંસા કરતા વિવાદ!

MLA અર્જુન મોઢવાડિયાનાં અદાણી પ્રેમે વિવાદ સર્જ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે, અર્જુન મોઢવાડિયાનો (Arjun Modhwadia) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ જાહેરમાં અદાણી જૂથની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં MLA અર્જુન મોઢવાડિયા કહે છે કે, અદાણીએ તેમના પુત્રનાં લગ્નમાં ખોટા ખર્ચા ન કર્યા. પુત્રનાં લગ્નમાં અદાણીએ કરોડો ન ખર્ચીને સખાવત કરી.

આ પણ વાંચો - Porbandar Municipal Election Results : Kutiyana માં Kandhal જ કિંગ, જીત બાદ જશ્ન

અર્જુન મોઢવાડિયાનાં નિવેદનથી રાજકીય બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.

જો કે, આ વીડિયોમાં ભાજપ નેતા દ્વારા અદાણી જૂથનાં (Adani Groups) વખાણ થતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. સાથે સવાલ થઈ રહ્યા છે કે મંત્રીપદની રાહમાં બેઠેલા અર્જુન મોઢવાડિયાએ અદાણી લોબિંગનો સહારો લીધો ? કેટલાક લોકો અર્જુન મોઢવાડીયાનાં આ નિવેદનને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે જોડી રહ્યા છે. નોંધનીય છે કે, કોંગ્રેસમાંથી (Congress) પક્ષપલટો કરીને અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે. અર્જુન મોઢવાડિયાનાં નિવેદનથી રાજકીય બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો - દક્ષિણ ગુજરાતમાં Mumbai થી કોકેનની 10 ખેપ મારનારી વિદેશી મહિલાને SMC એ ઝડપી

Tags :
Advertisement

.

×