Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડાપ્રધાનશ્રીના અમેરીકા પ્રવાસ વચ્ચે HAL અને GE વચ્ચે મોટા કરાર થયા, જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસ પર છે આ વચ્ચે અમેરીકાની GE એરોસ્પેસ અને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) વચ્ચે મહત્વનો કરાર થયો છે. જે હેઠળ હવે GE એરોસ્પેસ HAL સાથે મળીને ભારતીય વાયુસેના (IAF) માટે ફાયટર જેટ એન્જીન બનાવશે. જ્યારે વડાપ્રધાનશ્રી...
વડાપ્રધાનશ્રીના અમેરીકા પ્રવાસ વચ્ચે hal અને ge વચ્ચે મોટા કરાર થયા  જાણો
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસ પર છે આ વચ્ચે અમેરીકાની GE એરોસ્પેસ અને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) વચ્ચે મહત્વનો કરાર થયો છે. જે હેઠળ હવે GE એરોસ્પેસ HAL સાથે મળીને ભારતીય વાયુસેના (IAF) માટે ફાયટર જેટ એન્જીન બનાવશે. જ્યારે વડાપ્રધાનશ્રી મોદી અમેરીકાના પ્રવાસે છે એવા સમયે આ ડીલ થઈ છે. આ ડીલ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વેગ આપશે.

GE એરોસ્પેસે કહ્યું કે, આ સમજુતી હેઠળ ભારતમાં GE એરોસ્પેસના F414 એન્જીનોનું સંભવિત સંયુક્ત ઉત્પાદન સામેલ છે અને GE એરોસ્પેસ આના માટે જરૂરી નિકાર ઓથોરિટિ મેળવવા માટે અમેરીકન સરકાર સાથે પણ કામ શરૂ રખાશે. આ કરાર ભારતીય વાયુ સેનાના હળવા ફાઈટર વિમાન MK2 કાર્યક્રમનો ભાગ છે.

Advertisement

શું કહ્યું GE ના CEO એ?

Advertisement

GE ના અધ્યક્ષ અને CEO એચ. લોરેન્સ કલ્પ જીનિયરે કહ્યું કે, આ ભારત અને HAL સાથે અમારી દીર્ઘકાલિન ભાગીદારીથી શક્ય થયેલી ઐતિહાસિક સમજુતિ છે. આપણે અમેરીકન રાષ્ટ્રપતિ જો બાઈજન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ સમન્વયને આગળ વધારવામાં ભૂમિકા નિભાવવા પર ગર્વ છે. અમારા F414 એન્જીન બેજોડ છે અને બંને દેશો માટે મહત્વપૂર્ણ આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા લાભ આપશે.

ભારતમાં કેટલા સમયથી છે GE?

GE એરોસ્પેસ છેલ્લા 4 દાયકાથી વધારે સમયથી ભારતમાં કામ કરી રહ્યું છે પણ હજુ સુધી GE એરોસ્પેસ ભારતની વ્યાપક ભાગીદારી સાથે એવિયોનિક્સ, એન્જીનિયરિંગ, વિનિર્માણ અને સ્થાનિક સોર્સિંગ ક્ષેત્રમાં કામ કરી રહ્યું હતું પણ હવે તેના તરફથી અનેક અમેરીકન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે જ F414 એન્જીન બનાવવાનું કામ કરવામાં આવશે.

કરાર મહત્વપૂર્ણ કેમ?

ચીનનો સામનો કરવા માટે ભારતને પોતાના ફાઈટ પ્લેનની સંખ્યા ઝડપથી વધારવાની જરૂર છે. આ સમયે તેજસ માર્ક-2 માટે નવા એન્જીનની જરૂર હતી. વડાપ્રધાન મોદીના અમેરીકા પ્રવાસમાં GE F414 Engine નું નિર્માણ ભારતમાં થવા પર મહોર લાગી ગઈ છે. હવે જેટ એન્જીન ભારતમાં બનવા લાગશે. આ પગલાંથી ફાઈટર જેટ્સને લઈને ભારતની અન્ય દેશો પર નિર્ભરતા ઘટશે અને સ્વદેશી ટેક્નોલોજી દ્વારા પાવર વધારવાની દિશામાં આપણે આગળ વધી શકીશું.

આ પણ વાંચો : શિક્ષણ ભારત-અમેરિકા વચ્ચે સંબંધોની આધારશિલા છે : JILL BIDEN

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×