Gen-Z નેતા બોલ્યા- વૃદ્ધ નેતાઓથી કંટાળીને આંદોલન કર્યું; બંધારણ નહીં પરંતુ સંસદ ભંગ કરવાનો હેતુ
- નેપાળમાં Gen-Z આંદોલન: વૃદ્ધ નેતાઓ વિરુદ્ધ યુવાનોનો રોષ, સંસદ ભંગની માંગ
- કાઠમાંડુમાં તખ્તાપલટ પછી જન-ઝેડ નેતાઓનું નિવેદન: ભંગ કરો સંસદ, નહીં બંધારણ
- નેપાળ વિપત્તિ: અંતરિમ વડાપ્રધાન પર વિવાદ, કાર્કી અને ઘીસિંગના નામ આગળ
- જન-ઝેડ પ્રદર્શનોમાં 34 મોત: સોના તસ્કર ‘ગોરે’ ફરાર, ભારતીય મીડિયા પર પ્રતિબંધ
- નેપાળમાં હિંસા: ભૂતપૂર્વ વડાપ્રધાન ખનાલની પત્નીનું મોત, પ્રદર્શકોનો હુમલો
કાઠમાંડુ : નેપાળની રાજધાની કાઠમાંડુમાં તખ્તાપલટના બે દિવસ બાદ ગુરુવારે જન-ઝેડ (જનરેશન ઝેડ- Gen-Z ) નેતાઓએ આગળ આવીને કહ્યું કે, યુવાનોનું આ વિરોધ-પ્રદર્શન વૃદ્ધ નેતાઓથી ત્રસ્ત થઈને કરવામાં આવ્યું છે. અનિલ બનિયા અને દિવાકર દંગલે જણાવ્યું કે, અમારો ઉદ્દેશ બંધારણ નથી, પરંતુ સંસદને ભંગ કરવાનો છે.
Gen-Z નેતાએ કહ્યું- અમે તો શાંતિપૂર્વ વિરોધ પ્રદર્શનની કરી હતી અપીલ
જન-ઝેડ નેતા અનિલે કહ્યું, ‘અમે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની અપીલ કરી હતી, તે રાજકીય કાર્યકર્તાઓ હતા જેમણે આગજની અને તોડફોડ કરી.’ જ્યારે દંગલે કહ્યું, ‘અમે નેતૃત્વ સંભાળીએ તેવા સક્ષમ નથી. અમને પરિપક્વ થવામાં સમય લાગશે. અમને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’ તેમણે જણાવ્યું કે, ઓનલાઈન સર્વેક્ષણો દ્વારા જન-ઝેડએ વડાપ્રધાન પદ માટે મતદાન આપ્યું હતું.
Gen-Z ની અંતરિમ વડાપ્રધાન પર હજુ સુધી સહમતિ નથી બનેલી
અંતરિમ વડાપ્રધાન અંગે હજુ સુધી સહમતિ નથી બનેલી. ગુરુવારે સવારે આર્મીના હેડક્વાર્ટરમાં જન-ઝેડ અને અધિકારીઓ વચ્ચે વાતચીત બીજી વખત શરૂ થઈ. આમાં પહેલા ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નામ પર સહમતિ બની હોવાના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ બપોરે એક વાગ્યા સુધીમાં ‘લાઈટ મેન’ કહેવામાં આવતા કુલમાન ઘીસિંગનું નામ આગળ આવ્યું હતું.
આર્મીએ સાવચેતીના પગલે રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રીજા દિવસે કર્ફ્યુ જારી રાખ્યું છે. નેપાળમાં હિંસા અને વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે, જ્યારે 1300થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો- cobra viral video : નોઈડાના ઘરમાં કિંગ કોબ્રા: ડરામણો વીડિયો વાયરલ, જોઈને રૂંવાડા ઊભા થઈ જશે
પ્રખ્યાત ગોલ્ડ સ્મગલર જેલમાંથી ફરાર
નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોનો લાભ ઉઠાવીને કુખ્યાત સોના તસ્કરી કરનારા ચૂડામણિ ઉપ્રેતી ‘ગોરે’ તરીકે પણ ઓળખાય છે, તે ફરાર થઈ ગયો છે. ઉપ્રેતી પર હત્યાના અનેક ગંભીર કેસ નોંધાયેલા છે. ગોરે 2015થી 2018 વચ્ચે 3,800 કિલો સોનાની તસ્કરી કરી હતી. જોકે, હજુ સુધી પોલીસને કોઈ સોનું મળ્યું નથી. ગોરે જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતા. તે સુન્ધરા જેલમાં કેદ હતો. આ જેલમાં 3800 કેદીઓ હતા, જેમાંથી 3300 અવ્યવસ્થાનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.
નેપાળમાં ભારતીય પત્રકારોને કવરેજથી રોકવામાં આવ્યા, પક્ષપાતનો આરોપ લગાવ્યો
નેપાળના આર્મી હેડક્વાર્ટરની બહાર જન-ઝેડ પ્રદર્શનકારીઓએ ભારતીય મીડિયાને પક્ષપાતપૂર્ણ રિપોર્ટિંગના આરોપમાં લાઈવ પ્રસારણ કરતા રોકી દીધા. પ્રદર્શનકારીઓએ પત્રકારોને કવરેજ કરતા રોક્યા અને તેમને વિસ્તારોમાંથી બહાર જવાનું કહી દેવામાં આવ્યું હતું. કેટલાક કાર્યકર્તાઓએ મીડિયા પર સત્તાધારી પક્ષના સમર્થનનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના પછી નેપાળી સેનાએ પણ પત્રકારોને આગળ વધતા તણાવથી બચવા માટે વિસ્તાર છોડવાનું નિર્દેશ આપ્યું.
Gen-Z લીડરે કહ્યું- બંધારણ નહીં, સંસદ ભંગ કરવાનો ઉદેશ્ય
જન-ઝેડ નેતાએ કહ્યું, ‘અમે નેતૃત્વ સંભાળવા માટે સક્ષમ નથી. અમને પરિપક્વ થવામાં સમય લાગશે. અમને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના કેટલાક સભ્યોને ખોટો વહેમ છે કે તેઓ અમારા વચ્ચે ઘુસણખોરી કરીને ફૂટ પાડી શકે છે. આ ખૂન-ખરાબો તમારી (જૂના નેતાઓ) કારણે છે. જો અમારા લોકો ખૂન-ખરાબો શરૂ કરશે તો તેઓ બચી શકશે નહીં. અમે ખૂન-ખરાબો ઈચ્છતા નથી. અમે સંસદને ભંગ કરવા માંગીએ છીએ, બંધારણને રદ્દ કરવા નથી માંગતા.’
Gen-Z નેતાઓએ કહ્યું ; વૃદ્ધ નેતાઓથી ત્રસ્ત થઈને પ્રદર્શન કર્યું
જન-ઝેડ નેતા અનિલ બનિયાએ કહ્યું, ‘અમણે આ આંદોલન વૃદ્ધ નેતાઓથી ત્રસ્ત થઈને કર્યું હતું. અમણે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની અપીલ કરી હતી, તે રાજકીય કાર્યકર્તાઓ હતા જેમણે આગજની અને તોડફોડ કરી હતી. ઓનલાઈન સર્વેક્ષણો દ્વારા જન-ઝેડ નેતાઓએ સુશીલા કાર્કીને મત આપ્યો હતો. અમે બંધારણ બદલવાનો પ્રયાસ નથી કરી રહ્યા, પરંતુ તેમાં જરૂરી ફેરફારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. છ મહિનામાં અમે ચૂંટણી લડીશું.’
ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યું; હું સુરક્ષિત છું, બે દિવસ પહેલાં ઉપદ્રવીઓએ ઘરમાં આગ લગાવી હતી
ભૂતપૂર્વ વડાપ્રધાન અને નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા ઝાલાનાથ ખનાલે બીબીસી ન્યૂઝ નેપાળીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ સેનાની બેરેકમાં સુરક્ષિત છે. બીબીસીએ નેતા ખનાલને તેમના ઘરમાં આગ લાગવા અને તેમની પત્નીની સ્થિતિ વિશે પૂછ્યું. ખનાલે જણાવ્યું કે, જ્યારે તેમને પતા ચડ્યો કે તેમના ઘરમાં આગ લગાવવામાં આવી રહી છે ત્યારે સુરક્ષા કર્મચારીઓ તેમને બચાવવા માટે તેમના ઘર પહોંચ્યા. તેમણે કહ્યું, ‘જો મને જળીને મરવાનું હોય તો હું મારા પરિવાર સાથે જળીને મરી જીશ. હું મારી પત્ની અને દીકરાને એકલા જળવા દઈશ નહીં.’
બે દિવસ પહેલાં કેટલાક ઉપદ્રવીઓએ તેમના ઘરમાં ઘુસીને આગ લગાવી હતી, જેમાં તેમની પત્ની રાજલક્ષ્મી ગંભીર રીતે બળી ગઈ હતી. તેમની સ્થિતિ હજુ પણ ગંભીર છે, અને તેઓ કિર્તિપુર બર્ન્સ હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેરમાં છે.
આ પણ વાંચો- Punjab પૂર પ્રભાવિત લોકોની સહાય, 700 ટનથી વધુ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેનને CMએ લીલીઝંડી આપી


