Bhavnagar Rain: ઉમરાળા તાલુકાની કાલુભાર નદીમાં ઘોડાપુર, નવા નીરની આવક થતા કાલુભાર નદી થઇ બે કાંઠે વહેતી
- વલ્લભીપુર પંથકમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદને લઈ નદીઓમાં આવ્યા ઘોડા પૂર
- અમદાવાદ - ભાવનગર હાઇવે પર નદીનું પાણી ફરી વળ્યુ
- તંત્ર દ્વારા વાહન ચાલકો માટે હાઇવે બંધ કરાયો
પાલીતાણામાં ભારે વરસાદના કારણે સેજળીયા અને મોખડકા ગામમાં વરસાદના પાણી ઘુસી ગયા હતા. હાલ ગ્રામજનોની મદદ માટે પાલીતાણાનું સ્થાનિક પ્રશાસન અને તળાજાથી ફાયરની ટીમ મદદ માટે પહોંચી હતી. સેજળિયા ગામના 10 થી 15 ગ્રામજનો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. હાલ પાલીતાણાના મામલતદાર, રેસ્ક્યુ વિભાગની ટીમ તેમજ જિલ્લાનું પ્રશાસન સેજળિયા ગામમાં ગ્રામજનોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે. અન્ય ફસાયેલા 14 જેટલા લોકોને જેસીબીની મદદથી બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે.
કાલુભાર નદીમાં નવા નીરની આવક
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની કાલુભાર નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ઉમરાળા તાલુકાની કાલુભાર નદીમાં ઘોડાપુર આવતા ગ્રામ્ય વિસ્તારોમાં જવાનો માર્ગ બંધ થયો હતો. ઉમરાળાના ચોગઠ, પાટી, ડમભાળિયા, દેવકા સહિતના ગામોમાં જવાનો મુખ્ય માર્ગ બંધ થયો હતો. કાલુભાર નદીમાં નવા નીરની આવકના પગલે કાલુભાર નદી બે કાંઠે વહેતી થઈ હતી.
આ પણ વાંચોઃ Bhavnagar : મહુવામાં પડ્યો ધોધમાર વરસાદ, 38 વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઇવરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું
અમદાવાદ - ભાવનગર હાઇવે પર નદીનું પાણી ફરી વળ્યુ
ભાવનગરના વલ્લભીપુર પંથકમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. અમદાવાદ-ભાવનગર હાઈવે પર નદીનું પાણી ફરી વળ્યું હતું. તંત્ર દ્વારા વાહન ચાલકો માટે હાઈવે બંધ કરાયો હતો. અમદાવાદ તરફથી આવતા વાહન ચાલકોને ઉમરાળા રંઘોળા થઈ ડાયવર્ટ કરાયા હતા.
આ પણ વાંચોઃ Bhavnagar Rain : નદીમાં કાર તણાયાનો LIVE વીડિયો, ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ફરી વળ્યા


