Gir Somnath: વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં મકાન પડતા 3ના મોત થયા
- Gir Somnath: 80 વર્ષ જૂનુ મકાન ધરાશાયી થતા 3ના મોત નીપજ્યા છે
- મોડી રાતે 3 માળનું મકાન ધરાશાયી થતા કરૂણાંતિકા સર્જાઇ
- માતા-પુત્રી સાથે બાઈકચાલકનું પણ મોત થયુ છે
Gir Somnath: વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં મકાન પડતા 3ના મોત થયા છે. 80 વર્ષ જૂનુ મકાન ધરાશાયી થતા 3ના મોત નીપજ્યા છે. મોડી રાતે 3 માળનું મકાન ધરાશાયી થતા કરૂણાંતિકા સર્જાઇ છે. માતા-પુત્રી સાથે બાઈકચાલકનું પણ મોત થયુ છે. તેમજ સ્થાનિક પ્રશાસને 2 લોકોને ઘટનાસ્થળેથી બચાવ્યા છે.
મકાન ધરાશાયી થયું ત્યારે શેરીઓમાં લોકોની અવરજવર હતી
મકાન ધરાશાયી થયું ત્યારે શેરીઓમાં લોકોની અવરજવર થઇ રહી હતી. અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. એક બાઈકસવાર વ્યક્તિ જે મકાન નીચે ઉભો હતો, તેનું પણ કાટમાળ હેઠળ દબાઈ જતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટના બાદ તરત જ ફાયર ફાઇટર, પોલીસ, નગરપાલિકા અને ખારવા સમાજના આગેવાનો તથા યુવાનોની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.
Gir Somnath: રાત્રે શરૂ થયેલ આ કામગીરી સવારે 4:30 વાગ્યા સુધી ચાલી હતી
રાત્રે શરૂ થયેલ આ કામગીરી સવારે 4:30 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં કાટમાળમાંથી ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બે જણને જીવતા બચાવી લેવાયા હતા. ગીર સોમનાથના વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં મકાન પડતા દિનેશ પ્રેમજી જુંગી (ઉંમર 34 વર્ષ) તથા દેવકીબેન શંકરભાઈ સૂયાની (માતા) તેમજ જશોદાબેન શંકરભાઈ સૂયાની (પુત્રી) મોતને ભેટ્યા છે. શંકરભાઈ સૂયાની અને એક અન્ય મહિલાને જીવતા બચાવવામાં આવ્યા છે.
ચાર કલાકની સતત કામગીરી બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
દેવકીબેન અને જશોદાબેન ખારવાવાડના રહેવાસી શંકરભાઈ સૂયાનીના પત્ની અને પુત્રી હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ મકાન અંદાજે 80 વર્ષ જૂનું હતું અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. આ દુર્ઘટનાને કારણે સમગ્ર ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ફાયર વિભાગ, નગરપાલિકા અને સ્થાનિક સમાજના યુવાનોના સહયોગથી ચાર કલાકની સતત કામગીરી બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 6 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


