ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gir Somnath : ધરતીપુત્રોની વ્હારે આવ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત

રાજ્યમાં માવઠાનો માર સહન કરનારા ધરતીપુત્રોની વ્હારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનાં કડવાસણ ગામની મુલાકાત લઈ હાલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. સાથે જ ખેડૂતો સાથે પણ મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો. આ મુલાકાત બાદ પીડિત ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત થવાની સંભાવના પ્રબળ બની છે.
06:41 PM Nov 03, 2025 IST | Vipul Sen
રાજ્યમાં માવઠાનો માર સહન કરનારા ધરતીપુત્રોની વ્હારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનાં કડવાસણ ગામની મુલાકાત લઈ હાલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. સાથે જ ખેડૂતો સાથે પણ મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો. આ મુલાકાત બાદ પીડિત ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત થવાની સંભાવના પ્રબળ બની છે.
CM_Gujarat_first
  1. માવઠાનો માર સહન કરનારા ધરતીપુત્રોની વ્હારે મુખ્યમંત્રી (Gir Somnath)
  2. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
  3. કોડીનારના કડવાસણ ગામની મુલાકાતે CM ભૂપેન્દ્રભાઈ પટેલ
  4. મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજા રહ્યા હાજર
  5. પૂર્વ MP દિનુભાઈ સોલંકી સહિત આગેવાનો રહ્યા હાજર
  6. માવઠાનો માર સહન કરનારા ખેડૂતો સાથે CMએ કર્યો સંવાદ
  7. "સરકાર આ સ્થિતિમાં તમારી સાથે જ છે અને સારો નિર્ણય કરીશું"

Gir Somnath : રાજ્યમાં માવઠાનો (Unseasonal Rains) માર સહન કરનારા ધરતીપુત્રોની વ્હારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનાં (Kodinar) કડવાસણ ગામની મુલાકાત લઈ હાલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. આ સાથે માવઠાનો માર સહન કરનારા ખેડૂતો સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવાદ કર્યો. દરમિયાન, મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા (Arjunbhai Modhwadia), પ્રદ્યુમનભાઈ વાજા (Pradyumanbhai Vaja), પૂર્વ MP દિનુભાઈ સોલંકી (Dinubhai Solanki) સહિત આગેવાનો હાજર રહ્યા. આ મુલાકાત બાદ રાહત પેકેજની જાહેરાત થવાની સંભાવના પ્રબળ બની છે.

આ પણ વાંચો - Bhavnagar : ખેડૂતો સાથે શ્રમિકોની પણ સ્થિતિ દયનીય બની! Gujarat First નાં માધ્યમથી ઠાલવી વેદના

Gir Somnath નાં કોડીનારના કડવાસણ ગામની મુલાકાતે CM ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજ્યમાં કમોસમી વરસાદે જગતનાં તાતને લાચાર બનાવી દીધા છે. માવઠાનાં કારણે પાક નુકસાન થતાં રાત-દિવસની આકરી મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે સહાયની માગ કરાઈ રહી છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) પણ ખેડૂતોની વ્હારે આવ્યા છે. તેમણે આજે રાજ્યનાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના કોડીનારનાં કડવાસણ ગામની મુલાકાત લીધી અને હાલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

આ પણ વાંચો - Unseasonal Rain : હવે ખમૈયા કરો મેઘરાજા! રાજ્યમાં અણધાર્યા વરસાદથી જનજીવન પર અસર

ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યારેય ચૂકી નથી : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો. તેમણે કહ્યું કે, આપણે રાહ જોતા હોઈએ છીએ કે વરસાદ સારો આવે. આ વખતે વરસાદ વ્હેલો શરૂ થયો અને અત્યાર સુધી ચાલ્યો. તે કારણે આપણે વધારે પડતી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રસ્તામાં બધા ખેતરો જોતા-જોતા આવ્યા, દરેક ખેતરમાં નુકસાન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) જણાવ્યું કે, છેવાડાનું ગામ એટલે પસંદ કર્યું કે રસ્તામાં પણ બધુ જોઈ શકાય. સરકાર તરફથી જે પણ કરવાનું છે તે તમારી સાથે રહીને કરીશું. ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યારેય ચૂકી નથી. બનાસકાંઠામાં (Banaskantha) દિવાળી પહેલાં જ સહાય પેકેજ જાહેર કર્યું હતું. આવા સંજોગોમાં આપણે એક થઈને રહેવાનું છે. સીએમએ કહ્યું કે, ફરી આપણે ઊભા થઈશું અને સાથે આ સ્થિતિમાંથી બહાર આવીશું. સરકાર આ સ્થિતિમાં તમારી સાથે જ છે અને સારો નિર્ણય કરીશું.

આ પણ વાંચો - રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કમોસમી વરસાદથી નુકશાનનું નીરિક્ષણ કરશે

Tags :
Arjunbhai ModhwadiaBanaskanthaCM Bhupendrabhai PatelCM Bhupendrabhai Patel meet with FarmersCrop DemageDinubhai SolankiGir-SomnathGUJARAT FIRST NEWSKadvasan VillageKodinarPradyumanbhai VajaTop Gujarati Newsunseasonal rains
Next Article