Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhopal: મહિલા એડિશનલ એસપીને ઇન્સ્પેક્ટરે સેલ્યૂટ તો કરી પણ પછી....

ભોપાલમાં નકલી એએસપીનો યુનિફોર્મ પહેરીને પોલીસકર્મીઓને હેરાન કરનાર યુવતીનો પર્દાફાશ યુવતી એએસપીનો યુનિફોર્મ પહેરીને પોલીસ સ્ટેશનમાં પહોંચી યુવતીને અસલી અધિકારી માનીને ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કાફલાએ સેલ્યૂટ કરી જો કે એક ભૂલથી યુવતી પકડાઇ ગઇ Bhopal : એક મહિલા પોલીસ...
bhopal  મહિલા એડિશનલ એસપીને ઇન્સ્પેક્ટરે સેલ્યૂટ તો કરી પણ પછી
Advertisement
  • ભોપાલમાં નકલી એએસપીનો યુનિફોર્મ પહેરીને પોલીસકર્મીઓને હેરાન કરનાર યુવતીનો પર્દાફાશ
  • યુવતી એએસપીનો યુનિફોર્મ પહેરીને પોલીસ સ્ટેશનમાં પહોંચી
  • યુવતીને અસલી અધિકારી માનીને ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કાફલાએ સેલ્યૂટ કરી
  • જો કે એક ભૂલથી યુવતી પકડાઇ ગઇ

Bhopal : એક મહિલા પોલીસ અધિકારી પોલીસ સ્ટેશન પર પહોંચી..તેને આવેલી જોઇને ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો પોલીસ સ્ટેશનની બહાર આવી ગયો અને જય હિંદ મેડમ સર બોલીને સેલ્યૂટ પણ કરી...પણ પછી ખબર પડી કે આ મહિલા પોલીસ અધિકારી તો નકલી છે...આ રસપ્રદ કિસ્સો મધ્યપ્રદેશના ભોપાલ (Bhopal)નો છે.

એએસપીનો યુનિફોર્મ પહેરીને પોલીસકર્મીઓને હેરાન કરનાર મેડમનો પર્દાફાશ

નકલી એડિશનલ એસપી તરીકે ભોપાલ પોલીસ સ્ટેશન પહોંચેલી યુવતી પોલીસને તેના સ્ટેટસ અંગે ધમકી આપી રહી હતી. અવાજ સાંભળીને પોલીસ સ્ટેશન ઓફિસર બહાર આવ્યા. પોલીસ પૂછપરછ દરમિયાન તેણીએ પોતાનું નામ શિવાની ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે પણ તરત જ જય હિંદ કહીને મેડમને સલામી આપી હતી. જો કે આ ઔપચારિક વાતચીત દરમિયાન થયેલી ભૂલને કારણે મેડમની ચોરી પકડાઈ ગઈ. આવો તમને જણાવીએ કે એએસપીનો યુનિફોર્મ પહેરીને પોલીસકર્મીઓને હેરાન કરનાર મેડમનો કેવી રીતે પર્દાફાશ થયો... ?

Advertisement

આ પણ વાંચો----Sambhal Violence : ઇન્ટરનેટ જ નહીં હવે આ તારીખ સુધી બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ

Advertisement

આ રીતે પકડાઇ

નકલી મહિલા એડિશનલ એસપીને અસલી પોલીસે ઝડપી પાડી છે. હવે નકલી પોલીસ અધિકારી પોતાના કૃત્ય બદલ પસ્તાવો કરી રહી છે. હવે એડિશનલ એસપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તે એડિશનલ એસપીના યુનિફોર્મમાં ટીટી નગર પોલીસ સ્ટેશન પણ પહોંચી હતી. આ નકલી એડિશનલ એસપી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલને ધમકાવતી હતી.

પોલીસ સ્ટેશનના ટીઆઈ અને એસીપીએ પણ તેમને સલામી આપી

પોલીસ સ્ટેશનના ટીઆઈ અને એસીપીએ પણ તેમને સલામી આપી હતી. યુવતીએ પોતાને 2018 બેચની હોવાનું જણાવ્યું હતું. જો કે આ બેચ હજુ સુધી પ્રમોટ કરવામાં આવી નથી.જેથી સ્ટેશન ઈન્ચાર્જ સમજી ગયા કે છોકરી ખોટુ બોલી રહી છે અને નકલી અધિકારી છે. જે બાદ તેના રહસ્યનો પર્દાફાશ થયો હતો.

બિમાર માતાને ખુશ કરવા નકલી અધિકારી બની

નકલી એડિશનલ એસપીએ જણાવ્યું કે તેની માતાની તબિયત ઘણી ખરાબ છે. તેમને ખુશ કરવા માટે, તેમના જીવનકાળ દરમિયાન પોલીસ વિભાગમાં તેમની પસંદગી અને નોકરી વિશે નકલી વાર્તા બનાવવામાં આવી હતી.

યુટ્યુબ પર જોઈને તેણે યુનિફોર્મ તૈયાર કર્યો

પોલીસને આપેલા નિવેદનમાં શિવાનીએ જણાવ્યું કે તેણે ઈન્દોરમાં પોલીસ કેન્ટીનની સામે સ્થિત સ્ટોરમાંથી પોલીસ યુનિફોર્મ, બેલ્ટ અને શૂઝ ખરીદ્યા હતા. તેને ત્યાંથી બનેલો બિલ્લો પણ મળ્યો. એડિશનલ એસપીનો યુનિફોર્મ કેવો હોય છે, તેના પર કેટલા અશોક પ્રતીક અને સ્ટાર્સ છે અને તેને કેવી રીતે લગાવવામાં આવે છે, આ બધું યુટ્યુબ પર જોઈને તેણે શીખ્યા. તેના આધારે યુનિફોર્મ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-----Google Map બન્યો કાળ, વાંચો અરેરાટીભરી ઘટના

Tags :
Advertisement

.

×