Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'7 દિવસમાં સોંગદનામું આપો અથવા દેશની માફી માંગો', રાહુલ ગાંધી CEC જ્ઞાનેશ કુમારનું રાહુલ ગાંધી પર નિશાન

રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચનો વળતો જવાબ
 7 દિવસમાં સોંગદનામું આપો અથવા દેશની માફી માંગો   રાહુલ ગાંધી cec જ્ઞાનેશ કુમારનું રાહુલ ગાંધી પર નિશાન
Advertisement
  • રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચનો વળતો જવાબ
  • CEC જ્ઞાનેશ કુમારે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
  • રાહુલ ગાંધી 7 દિવસમાં આરોપ પ્રમાણે પુરાવા રજૂ કરેઃEC
  • 7 દિવસમાં સોગંદનામું આપવું પડશે: જ્ઞાનેશ કુમાર
  • અથવા દેશની માફી માંગવી પડશે: જ્ઞાનેશ કુમાર
  • ખોટા આરોપોથી ચૂંટણી પંચ ડરતું નથીઃ  જ્ઞાનેશ કુમાર
  • નામ લીધા વિના CEC જ્ઞાનેશ કુમારે આપ્યું નિવેદન
  • વોટચોરી જેવા શબ્દોનો ઉપયોગ બંધારણનું અપમાનઃ EC

નવી દિલ્હી : ભારતના મુખ્ય ચૂંટણી આયુક્ત (CEC) જ્ઞાનેશ કુમારે રવિવારે ચૂંટણી આયોગ (ECI)ની પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના (Rahil Gandhi)‘વોટ ચોરી’ના (Vote Chori) આરોપો પર સખત જવાબ આપ્યો. રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે ચેતવણી આપી કે, “આગામી 7 દિવસમાં હલફનામું સબમિટ કરો અથવા દેશના મતદારો પાસે માફી માંગો.” CECના શબ્દો હતા, “...યા તો હલફનામું આપવું પડશે, નહીં તો દેશની માફી માંગવી પડશે. ત્રીજો કોઈ વિકલ્પ નથી. જો 7 દિવસમાં હલફનામું નહીં મળે તો આ તમામ આરોપો નિરાધાર ગણાશે...”

જ્ઞાનેશ કુમારે એ સવાલનો જવાબ ન આપ્યો કે જ્યારે રાહુલ ગાંધી બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરી રહ્યા છે, ત્યારે આયોગે રવિવારે જ પ્રેસ કોન્ફરન્સ શા માટે યોજી?

Advertisement

બિહાર SIR પર ચૂંટણી આયોગનો બચાવ

જ્ઞાનેશ કુમારે કહ્યું, “કેટલાક લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે કે બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા શા માટે આટલી ઝડપથી કરવામાં આવી રહી છે? શું મતદાર યાદી ચૂંટણી પહેલાં સુધારવી જોઈએ કે નહીં? ચૂંટણી આયોગ નથી કહેતું, પરંતુ જનપ્રતિનિધિત્વ કાયદો કહે છે કે દરેક ચૂંટણી પહેલાં મતદાર યાદી સુધારવી જરૂરી છે. આ આયોગની કાયદેસરની જવાબદારી છે.” તેમણે ઉમેર્યું કે SIR પ્રક્રિયા 24 જૂનથી શરૂ થઈ હતી અને 20 જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. જોકે, બિહારમાં SIR માટે આટલી ઉતાવળ શા માટે દર્શાવવામાં આવી તેનો સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહીં.

Advertisement

આ પણ વાંચો-ખુદાએ મને રખેવાળ બનાવ્યો, કોઈ પદની લાલસા નથી; પાકિસ્તાનમાં તખ્તાપલટ વચ્ચે પાક. આર્મી ચીફ આસિમ મુનીર

મહારાષ્ટ્રના આરોપો પર પ્રતિક્રિયા

મહારાષ્ટ્રમાં ‘વોટ ચોરી’ના આરોપો પર જ્ઞાનેશ કુમારે કહ્યું, “મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં ગેરરીતિના આરોપ લગાવવામાં આવ્યા હતા. જ્યારે ડ્રાફ્ટ યાદી હતી, ત્યારે દાવા અને વાંધાઓ સમયસર કેમ નોંધાયા નહીં? ચૂંટણીના પરિણામો આવ્યા પછી ગેરરીતિની વાત ઉઠાવવામાં આવી હતી. આજ સુધી મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીને એક પણ મતદારનું નામ સાથે પુરાવા સાથે મળ્યું નથી.” તેમણે એમ પણ કહ્યું કે, “છેલ્લા એક કલાકમાં વધુ મતદાનનો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ 10 કલાકના મતદાનમાં દર કલાકે સરેરાશ 10% મતદાન થાય છે. કોઈ વાતને 10-20 વખત કહેવાથી તે સાચી નથી થતી.”

રાજકીય પક્ષો માટે 15 દિવસનો સમય

જ્ઞાનેશ કુમારે જણાવ્યું, “1 ઓગસ્ટ પછી ડ્રાફ્ટ મતદાર યાદીની રોજની માહિતી આપવાનું શરૂ કર્યું, પરંતુ અત્યાર સુધી કોઈ રાજકીય પક્ષે એક પણ વાંધો નોંધાવ્યો નથી. આનો અર્થ એ જ થાય છે કે ડ્રાફ્ટ યાદી સંપૂર્ણપણે સાચી છે. અમે 1 સપ્ટેમ્બર સુધીનો સમય આપી રહ્યા છીએ જે દરમિયાન યાદીમાં સુધારો થઈ શકે છે.” તેમણે રાજકીય પક્ષોને અપીલ કરી કે, “12 રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પક્ષો 1 સપ્ટેમ્બર પહેલાં યાદીમાં ભૂલો દર્શાવે, આયોગ તેને સુધારવા તૈયાર છે.”

SIRની પ્રક્રિયા અંગે ઉઠેલા સવાલો પર જ્ઞાનેશ કુમારે કહ્યું, “કેટલાક લોકો પૂછી રહ્યા છે કે મતદાર યાદી ચૂંટણી પહેલાં સુધારવી જોઈએ કે નહીં? જનપ્રતિનિધિત્વ કાયદો આદેશ આપે છે કે દરેક ચૂંટણી પહેલાં યાદી સુધારવી જરૂરી છે. આ આયોગની કાયદેસર જવાબદારી છે. બિહારના 7 કરોડથી વધુ મતદારો સુધી પહોંચવાનો સવાલ ઉઠ્યો, પરંતુ આ પ્રક્રિયા 24 જૂનથી શરૂ થઈ અને 20 જુલાઈ સુધી પૂર્ણ થઈ.” જોકે, SIRની ઉતાવળનું ચોક્કસ કારણ તેમણે સ્પષ્ટ કર્યું નહીં.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને વોટ ચોરીનો ઉઠાવ્યો હતો મુદ્દો

રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટની પ્રેસ કોન્ફરન્સમાં 2025ની લોકસભા ચૂંટણીમાં ‘વોટ ચોરી’ના આરોપ લગાવ્યા હતા. તેમણે કર્ણાટકના મહાદેવપુરા વિસ્તારમાં 1 લાખથી વધુ બોગસ એન્ટ્રીઓ, ડુપ્લિકેટ મતદારો, અયોગ્ય સરનામાં અને બલ્ક રજિસ્ટ્રેશનના પુરાવા રજૂ કર્યા હતા. તેમણે બિહારના SIRમાં 65 લાખ મતદારોના નામ હટાવવાની પ્રક્રિયાને પણ લક્ષ્ય બનાવીને દાવો કર્યો કે આ પ્રક્રિયા લઘુમતી અને સ્થળાંતરિત મતદારોને નિશાન બનાવે છે. રાહુલે આયોગને મશીન-રીડેબલ મતદાર યાદીઓ અને CCTV ફૂટેજ પ્રદાન ન કરવા બદલ પણ સવાલ ઉઠાવ્યા.

આયોગે રાહુલ ગાંધીના આરોપોને “અબસર્ડ” અને “બેઆધાર” ગણાવી નકારી કાઢ્યા. તેમણે રાહુલને રજિસ્ટ્રેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ્સ, 1960ના રૂલ 20 (3) (b) હેઠળ હલફનામું સબમિટ કરવા અથવા જાહેરમાં માફી માંગવા જણાવ્યું. આયોગે દાવો કર્યો કે બિહારની SIR પ્રક્રિયા પારદર્શક હતી અને 22 લાખ મૃત મતદારો, 7 લાખ ડુપ્લિકેટ એન્ટ્રીઓ અને 36 લાખ સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-“અમેરિકાના ટેરિફ વોર વચ્ચે PM મોદીનો સંદેશ : સ્વદેશી અપનાવો, મેક ઈન ઈન્ડિયાને મજબૂત કરો”

Tags :
Advertisement

.

×