Gold Price Today: સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ખરીદદારો માટે સુવર્ણ તક, જાણો લેટેસ્ટ રેટ
- સોનાના ભાવમાં બીજા દિવસે પણ ઘટાડો
- સોનાના ભાવમાં વૃદ્ધિ પર લાગી બ્રેક
- એક જ દિવસમાં સોનાના ભાવમાં 1 હજારનો ઘટાડો
- સોનાના રોકાણ કરતા લોકો માટે સુર્વણ તક
Gold Price Today: ભારતીય બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે સોનાના ભાવમાં (Gold Price Today)ઘટાડો જોવા મળ્યો છે, જે ઘરેણાં ખરીદવાની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. લાંબા સમયથી ચાલી રહેલી સોનાના ભાવમાં વૃદ્ધિ પર હવે બ્રેક લાગતી દેખાઈ રહી છે. આ ઘટાડા પાછળનું એક મુખ્ય કારણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોનાને ટેરિફમાંથી મુક્તિ આપવાની જાહેરાત માનવામાં આવે છે, જેના કારણે MCX પર સોનાનો કારોબાર ઘટાડા સાથે થઈ રહ્યો છે.આજે બુલિયન માર્કેટમાં વિવિધ કેરેટ સોનાનો ભાવ નીચે મુજબ છે:
- 24 કેરેટ સોનું: આજે રૂ.1,01,550 પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. જ્યારે ગઈકાલે તેનો ભાવ રૂ.1,02,430 પ્રતિ 10 ગ્રામ હતો.
- 22 કેરેટ સોનું: આજે રૂ.93,100 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ગઈકાલે તેનો ભાવ રૂ.93,900 પ્રતિ 10 ગ્રામ હતો.
- 18 કેરેટ સોનું: આજે રૂ.76,180 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ગઈકાલે તેનો ભાવ રૂ.76,830 પ્રતિ 10 ગ્રામ હતો.
TODAY GOLD PRICE
શહેરોમાં શું છે સોનાનો ભાવ (Gold Price Today)
- મુંબઈ: આજે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,400 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ.92,950 પ્રતિ 10 ગ્રામ છે.
- કોલકાતા: કોલકાતામાં પણ 24 કેરેટ સોનું રૂ.1,01,400 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂ.92,950 પ્રતિ 10 ગ્રામ પર ઉપલબ્ધ છે.
- જયપુર: જયપુરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,550 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ.93,100 પ્રતિ 10 ગ્રામ છે.
- લખનઉ: લખનઉમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,550 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.93,100 પ્રતિ 10 ગ્રામ છે.
- દિલ્હી: દિલ્હીમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,550 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.93,100 પ્રતિ 10 ગ્રામ છે.
- અમદાવાદ: અમદાવાદમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,01,450 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.93,000 પ્રતિ 10 ગ્રામ છે.
સોનાના ભાવ કેવી રીતે થાય છે નક્કી?
સોના અને ચાંદીના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતો સૌથી વધુ અસર કરે છે. આ ઉપરાંત, દેશના ચલણની મજબૂતી કે નબળાઈ, એટલે કે રૂપિયાની કિંમત પણ દરોને પ્રભાવિત કરે છે. તહેવારો અથવા લગ્નની સીઝન જેવી સ્થાનિક માંગ અને પુરવઠો પણ કિંમતોને વધારી અથવા ઘટાડી શકે છે. આ ઉપરાંત, સરકારની નીતિઓ અને ટેક્સના નિયમો પણ સોના-ચાંદીના ભાવ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
આ પણ વાંચો: Trump China tariffs: ચીન સામે ઘૂંટણિયે પડ્યા ટ્રમ્પ? ટેરિફ સસ્પેન્સન 90 દિવસ લંબાવ્યું


