ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે CMને લખ્યો પત્ર, પોલીસની કામગીરી ઉપર ઉઠાવ્યા સવાલ

ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી રાજકુમાર જાટ સહિતના કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી.
10:00 PM Jul 04, 2025 IST | Vishal Khamar
ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી રાજકુમાર જાટ સહિતના કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી.
gondal piyush radadiya gujarat first

ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પિયુષ રાદડીયાએ પત્ર લખીને સીબીઆઈ તપાસની માંગ કરી છે. પત્રમાં પિયુષ રાદડીયાએ જણાવ્યું હતું કે,

(૧) અમો રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના ઉપરોકત સરનામે રહીએ છીએ અને ઘણા સમયથી સામાજીક કાર્ય સાથે અને જાહેર જીવન સાથે સંકળાયેલ છીએ.

(૨) આપ સર્વેદનશીલ સરકારના સર્વેદનશીલ, મૃદુ અને મકકમ મુખ્યમંત્રી હોય અમારા ગોકુળીયા ગોંડલની હાલની કથળી ગયેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને આપ સમક્ષ વર્ણવતા ખુબ દુઃખ અને વ્યથા થઈ રહી છે કે, અમારા ગોકુળીયા ગોંડલમાં ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાના રક્ષણ એવા પોલીસ પ્રશાસન જેવા દ્વારા સામાન્ય વ્યકિતઓને રક્ષણ પુરૂ પાડવાનું હોય તે જે પોલીસ પ્રશાસન બાહુબલી નેતાઓને ઈશારે કામ કરીને સરકારની નિષ્પક્ષ કામગીરી ઉપર દાગ લગાવવાનું કામ કરી રહી છે.

(૩) ગોંડલની અંદર ચાલી રહેલ કાયદા અને વ્યવસ્થાની કથળી ગયેલ પરિસ્થિતિ જાણવા છેલ્લા કેટલાક સમયમાં ગોંડલના ચર્ચિત કેસોમાં પોલીસની ભુમીકા જાણવી જરૂરી બની ગયેલ છે.

(૧) રાજકુમાર જાટના કેસમાં જેમાં આજદીન સુધી પોલીસની ભુમીકા ઉપર સવાલો ઉભા થયેલ છે અને પુરતા સીસીટીવી કેમેરાઓની ફુટેજનો પણ પોલીસ દ્વારા નાશ થયાના સવાલો પોલીસ ઉપર ઉભા થયા છે જેનો પોલીસ દ્વારા કોઈ યોગ્ય તપાસ થયેલ નથી. તેમજ આજદીવસ સુધી નજરે જોનાર ફરીયાદી રતનલાલ જાટ સાથે પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના બંગલાની અંદર થયેલ મારામારીની ફરીયાદ પણ લીધેલ નથી.

(૨) અમીત ખુંટ આત્માહત્યા કેસમાં પણ પોલીસે આત્મ હત્યા અગાવ અમીત ખુંટ કયા હતો અને એના ઉપર ખરેખર કોણે આત્મહત્યા કરવાનો દબાવ ઉભો કર્યો એ બાબતની કોઈ નિષ્પક્ષ તપાસ થઈ નથી. અને ખરેખર તો અમીત ખુંટ દ્વારા આત્મહત્યા કરેલ છે કે પછી તેની હત્યા કરવામાં આવેલ છે કે કેમ તેની પણ કોઈ તપાસ કરવામાં આવેલ નથી.

(૩) અમીત ખુંટ પર દુષ્કર્મનો કેસ કરનાર સગીર બાળકી દ્વારા તથા તેની મિત્ર પુજાબેન રાજગોર દ્વારા પણ પોલીસ ઉપર અને ચોકકસ વ્યકિતઓ ઉપર બે દિવસ પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા તથા ધાકધમકીઓ આપતા હોવાના આક્ષેપો સહિતની ફરીયાદો ગોંડલ તથા રાજકોટ કોર્ટમાં કરવામાં આવેલ છે.

(૪) આ સિવાય એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતરને વકીલાતનું કામ કરવા બદલ પોલીસ દ્વારા આરોપી બનાવવામાં આવેલ છે આ સિવાય પણ એડવોકેટ ભુમીકા પટેલ, એડવોકેટ અંકીત ટીલવા, મીત સોંદરવા ઉપર પણ પોલીસ દ્વારા કરવામાં આવેલ દમન બાબતે અલગ અલગ કોર્ટમાં ફરીયાદો થયેલ છે.

(૪) ઉપરોકત તમામ કેસોની અંદર સતત પોલીસની ભુમીકા ઉપર સવાલો ઉભા થયેલ કે પોલીસના ઉચ્ચ કક્ષાની અધિકારીઓ દ્વારા જ ચોકકસ વ્યકિતઓને ખુશ કરવા તેમના ઈશારે કામગીરી કરવામાં આવી રહેલ છે આથી અમે આપ ને વિનંતી કરીએ છીએ કે, આપ દ્વારા

(૪/૧) અમીત ખુંટ આત્મહત્યા કેસ, રાજકુમાર જાટ કેસ, સગીરા તથા તેની મિત્ર પુજાબેન રાજગોરને પોલીસે ગોંધી રાખી હેરાન કરી ધામધમકી અને ત્રાસ આપ્યા અંગેની ફરીયાદો ની એસ.આઈ.ટી. અથવા સી.બી.આઈ.ને સોંપવામાં આવે.

(૪/૨) રાજકુમાર જાટથી અમીત ખુંટના કેસ અને આજદીન સુધી ગોંડલના ડી.વાય.એસ.પી., એસ.પી., પી.આઈ. રાહિતના તમામ અધિકારીઓની કોલ ડીટેઈલ હસ્તગત કરવા તથા તમામ અધિકારીઓના મોબાઈલ ફોન એફ.એસ.એલ. કરાવવા અરજ છે.

આ પણ વાંચોઃ Bhavnagar : જેસર તાલુકાના ગ્રામ્યના વિસ્તારમાં વરસાદ, ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

(૪/૩) તથા પીયુષ રાદડીયા સહિત પોલીસ દ્વારા હેરાન ગતિ કરવામાં આવેલ અન્ય વ્યકિતઓ જેમ કે એડવોકેટ અંકીત ટીલવા, એડવોકેટ દીનેશ પાતર, એડવોકેટ સંજય પંડીત, એડવોકેટ ભુમીકા પટેલ, મીત સોંદરવા વિગેરે ઉપર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ દમન બદલ સરકાર દ્વારા પગલા લેવા અરજ છે.

આ પણ વાંચોઃGujarat rain : રાજયમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

(૪/૪) રાજકોટ જીલ્લામાં ઉપરોકત કેસોમાં સંડોવાયેલા એસ.પી., ડી.વાય. એસ.પી. થી લઈને કોન્સ્ટેબલ સુધીના જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા હોય તે તમામ વિરૂધ્ધ સસ્પેન્સનથી લઈને ડીસમીસ સુધીની કાર્યવાહી કરવા અરજ છે.

આ પણ વાંચોઃ Ahmedabad: પડતર કેસોના નિકાલ અંગે ગુજરાત હાઈકોર્ટનો નવતર અભિગમ, જૂના ક્રિમિનલ કેસ પર શનિવારે પણ થશે સુનાવણી

(૪/૫) રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્રારા ફોનથી ગોંડલના પાટીદાર યુવાન ધર્મેશ બુટાણીને બેફામ ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકીના અનુસંધાનની ફરીયાદ સને-૨૦૨૨ માં કરેલ હતી. પણ ગોંડલ પોલીસે આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરેલ નથી. તેમજ અલ્પેશ ઢોલરીયાનું વર્તન જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે છાજે તેવુ ન હોય, એક જ વ્યકિત તથા તેના પરિવારની ચાપલુસી કરતા હોય, તેમને તાત્કાલીક અસરથી હોદ્દા ઉપરથી દુર કરવાની માંગણી છે.

Tags :
CBI investigation demandedgondal newsGujarat FirstGUJARAT FIRST NEWSPiyush RadadiyaRajkumar Jat CaseVishwa Hindu Parishad President
Next Article