Gondal : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! મોબાઇલ જોવા બાબતે ઠપકો આપતા પુત્રીનો આપઘાત!
- રાજકોટના ગોંડલમાં (Gondal) સગીરાએ કર્યો આપઘાત
- મોબાઇલમાં વધુ સમય આપતી હોવાથી માતા-પિતાએ ઠપકો આપ્યો હતો
- મન પર લાગી જતા સગારીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો
- પરિવારે મૃતક પુત્રીનાં આંખોનું દાન કર્યું
રાજકોટનાં (Rajkot) ગોંડલમાં (Gondal) 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો છે. સગીરા ભણવાની જગ્યાએ મોબાઇલમાં રચીપચી રહેતી હતી, જેથી માતા-પિતાએ ઠપકો આપતા સગીરાને લાગી આવતા ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. સગીરાનાં મૃતદેહને PM માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પરિવારજનોએ મૃતક પુત્રીની આંખોનું દાન કર્યું છે.
આ પણ વાંચો -Morbi : જે લોકો મત આપે તે લોકો જ કામ માટે આવી શકે : જયંતિ પડસુંબિયા
ઘરનાં રૂમમાં પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી
માહિતી અનુસાર, ગોંડલનાં (Gondal) કૈલાશબાગ અવધવાળી શેરીમાં રહેતા અને ખેતીકામ કરતા હિતેશભાઈ સાવલિયાની 17 વર્ષીય પુત્રી આયુષીએ સાંજે 4 કલાકે ઉમવાડા રોડ (Umwada Road) પર આવેલી પોતાની વાડીએ રૂમમાં પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. આયુષીનાં પિતા હિતેશભાઈ સાંજે ગોંડલ ખરખરાનાં કામે ગયા હતા જ્યારે તેની માતા અલ્પાબેન સહિતનો પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. દરમિયાન, આયુષીએ વાડીમાં આવેલા તેના બે માળનાં મકાનમાં ઉપલા માળે આવેલા રૂમમાં પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી હતી. થોડા સમય બાદ તેનો નાનાભાઇ રૂમમાં આવતાં તેણે દોરડું કાપી આયુષીને નીચે ઉતારી તેની માતા, કાકા સહિતને જાણ કરી હતી.
આ પણ વાંચો -Ahmedabad : 'અહિંસા પરમો ધર્મ' નાં સૂત્ર એ આપણને નપુંસક બનાવ્યા : RP પટેલ
મા-બાપે ઠપકો આપતા પગલું ભર્યાનું પ્રાથમિક અનુમાન
પિતા હિતેશભાઈને પણ જાણ કરાતા વાડીએ દોડી આવ્યા હતા અને તુરંત એમ્બ્યુલન્સ બોલાવી આયુષીનાં મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ (Gondal Civil Hospital) ખસેડ્યો હતો. હિતેશભાઈને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે, જેમાં આયુષી મોટી હતી અને ધોરણ 11 માં શિશુમંદિર સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. પોલીસ સૂત્રો અનુસાર, આયુષીનું ભણવામાં મન લાગતું નહોતું અને દિવસભર મોબાઇલ લઈ બેઠી રહેતી હોય મા-બાપે ઠપકો આપતા પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પરિવારે મૃતક પુત્રીનાં ચક્ષુઓનું દાન કર્યું
મૃતક પુત્રીનાં ચક્ષુઓનું દાન કરવા હિતેશભાઈ તથા પરિવારે ઇચ્છા વ્યક્ત કરતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં (Shivam Public Trust) દિનેશભાઈ માધડે ધોરાજી સિવિલ હોસ્પિટલને (Dhoraji Civil Hospital) જાણ કરી હતી. ત્યાંથી આવેલી તબીબ સહિતની ટીમે ચક્ષુ દાન અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો -Valsad : મોતીવાડામાં કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ બાદ કરપીણ હત્યા કેસમાં પોલીસની લોકોને ખાસ આપીલ