Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : અકસ્માતમાં મૃત્યુ પામેલી દિકરીને ન્યાય અપાવવા લોહાણા સમાજે યોજી મૌન રેલી

આવેદનપત્ર માં જણાવાયું હતુ કે, ગત તા.7/11/25 ના રાજકોટ માં એક મહીલા કાર ચાલક દ્વારા પુરજડપે અને બેકાબુ કાર ચલાવી નિર્દોષ વ્યક્તિઓ ને ઇજાગ્રસ્ત કરી લોહાણા સમાજ ની દિકરી ધ્રુવી દેવાંગભાઇ કોટેચા નું મોત નિપજાવ્યાં ની ઘટના માં પોલીસે કાર ચાલક ની અટક કરી સામાન્ય ગુન્હો હોય તેમ થોડી કલાકોમાં છોડી મુકેલ જે અન્યાય છે.અને લોહાણા સમાજ માટે આઘાતજન છે.
gondal   અકસ્માતમાં મૃત્યુ પામેલી દિકરીને ન્યાય અપાવવા લોહાણા સમાજે યોજી મૌન રેલી
Advertisement
  • બેકાબુ કારની ટક્કરે યુવતિનું મોત નિપજ્યું હતું
  • પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ
  • આવેદન પત્ર આપવા લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઇ ગણાત્રા સહિતના અગ્રણીઓ જોડાયા

Gondal : રાજકોટ માં બેકાબુ કાર દ્વારા સર્જાયેલ અકસ્માત માં મૃત્યુ પામેલી લોહાણા સમાજ ની દિકરીને ન્યાય અપાવવા અને કાર ચાલક ને કડક સજાની માંગ સાથે ગોંડલ લોહાણા સમાજ દ્વારા મૌન રેલીનુ આયોજન કરી આ મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતુ.

Advertisement

લોહાણા સમાજ માટે આઘાતજન

આવેદનપત્ર માં જણાવાયું હતુ કે, ગત તા.7/11/25 ના રાજકોટ માં એક મહીલા કાર ચાલક દ્વારા પુરજડપે અને બેકાબુ કાર ચલાવી નિર્દોષ વ્યક્તિઓ ને ઇજાગ્રસ્ત કરી લોહાણા સમાજ ની દિકરી ધ્રુવી દેવાંગભાઇ કોટેચા નું મોત નિપજાવ્યાં ની ઘટના માં પોલીસે કાર ચાલક ની અટક કરી સામાન્ય ગુન્હો હોય તેમ થોડી કલાકોમાં છોડી મુકેલ, જે અન્યાય છે.અને લોહાણા સમાજ માટે આઘાતજન છે.

Advertisement

કોઇ ઢીલાશ નહી દાખવવા માંગ કરાઇ

આવેદન પત્રમાં વધુમાં જણાવાયું કે, આરોપી સામે કડક કાર્યવાહી કરવા અને તપાસ માં કોઇ ઢીલાશ નહી દાખવવા માંગ કરાઇ હતી.આવેદનપત્ર આપતી વેળા લોહાણા સમાજ નાં પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા સહિત આગેવાનો જોડાયા હતાં.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

આ પણ વાંચો -----  Surendranagar : કાળી માટીનો કાળો કારોબાર; ખાણ ખનીજ વિભાગે 4 એક્સ્કેવેટર, 14 ડમ્પર જપ્ત

Tags :
Advertisement

.

×