Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : પૌરાણિક સુરેશ્વર મંદિરમાં અદ્ભુત આયોજન, 90 કિલો ફૂલોથી દ્વાદર્શ જ્યોતિર્લિંગની ઝાંખી તૈયાર કરાઈ

પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે ખાસ આયોજન 90 કિલો અલગ-અલગ પુષ્પમાંથી દ્વાદશ શિવલિંગ તૈયાર કરાયાં  30 સભ્યોએ 12 દિવસમાં 12 શિવલિંગ તૈયાર કર્યાં આજથી 7 દિવસ સુધી લોકો દર્શનનો લાભ લઈ શકશે જન્માષ્ટમીનાં (Janmashtami 2024) પર્વમાં સમગ્ર ગોંડલ...
gondal   પૌરાણિક સુરેશ્વર મંદિરમાં અદ્ભુત આયોજન  90 કિલો ફૂલોથી દ્વાદર્શ જ્યોતિર્લિંગની ઝાંખી તૈયાર કરાઈ
Advertisement
  1. પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે ખાસ આયોજન
  2. 90 કિલો અલગ-અલગ પુષ્પમાંથી દ્વાદશ શિવલિંગ તૈયાર કરાયાં
  3.  30 સભ્યોએ 12 દિવસમાં 12 શિવલિંગ તૈયાર કર્યાં
  4. આજથી 7 દિવસ સુધી લોકો દર્શનનો લાભ લઈ શકશે

જન્માષ્ટમીનાં (Janmashtami 2024) પર્વમાં સમગ્ર ગોંડલ ગોકુળમય બની ગયું છે. શહેરમાં અલગ-અલગ જગ્યાએ વિવિધ ફ્લોટ્સ બનાવવામાં આવેલ છે. ત્યારે, ગોંડલથી (Gondal) 3 કિમી દૂર રાજાશાહી સમયનું શિવાલય સુરેશ્વર મહાદેવ મંદિર (Sureshwar Mahadev Temple) ખાતે પણ શ્રાવણ માસ તેમ જ જન્માષ્ટમીનાં પર્વને લઈને એક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો છે

અલગ-અલગ 90 કિલો પુષ્પમાંથી શિવલિંગ તૈયાર કરાયું

પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર (Sureshwar Mahadev Temple) ખાતે શ્રાવણ માસ તેમ જ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવે છે. ગત વર્ષે અલગ-અલગ ડ્રાયફ્રૂટમાંથી 12 શિવલિંગ તૈયાર કરાયા હતાં. ત્યારે, આ વર્ષે પણ જન્માષ્ટમીનાં તહેવારને લઈને મંદિરનાં પટાંગણમાં ફ્લોટ્સ તૈયાર કરી સૌ પ્રથમ વખત 12 અદ્દભુત પુષ્પમાંથી 2 ફૂટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં અલગ-અલગ પુષ્પમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યા છે. આ 12 શિવલિંગ દ્વાદર્શ જ્યોતિર્લિંગની ઝાંખી કરાવશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Janmashtami 2024 : 'શ્રીકૃષ્ણ જન્મોત્સવ' ની CM એ શુભેચ્છા પાઠવી કહી આ વાત, અદ્ભુત રોશનીથી ઝળહળી ઉઠ્યા મંદિરો

30 સભ્યોએ 12 દિવસની મહેનતથી 12 શિવલિંગ તૈયાર કર્યાં

ગોંડલ (Gondal) શહેરનાં સુરેશ્વર મિત્ર મંડળ કપુરિયા ચોકનાં 30 થી વધુ સભ્યો દ્વારા આ 12 શિવલિંગ બનાવવા સતત 12 દિવસની મહેનતથી તૈયાર કરવામાં આવી છે, જેમાં આશરે 90 કિલો અલગ-અલગ પુષ્પમાંથી આ દ્વાદશ શિવલિંગ બનાવામાં આવી છે. ત્યારે સમગ્ર ગોંડલમાં આ 12 શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચો - Surat : શાકબાજી કાપવાનાં ચપ્પુથી પત્નીનાં પેટમાં ઉપરાછાપરી 7 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી, કારણ ચોંકાવનારું!

આજથી 7 દિવસ સુધી લોકો દર્શનનો લાભ લઈ શકશે

જન્માષ્ટમીના (Janmashtami 2024) પર્વ નિમિત્તે સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસનાં ત્રીજા સોમવારથી ગોંડલ તેમ જ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારનાં શિવભક્તો દર્શનનો લાભ લઈ શકશે, જે આગામી 7 દિવસ સુધી ઝાંખીનાં દર્શનનો લાભ મળશે. સતત 3 વર્ષથી સવજીભાઈ રૈયાણી, ભોલાભાઇ રૈયાણી, અશોકભાઈ બરવાડિયાના ગ્રૂપ દ્વારા અલગ-અલગ ઝાંખી કરાવવામાં આવે છે. પ્રથમ વર્ષે ચોકલેટનાં શિવલિંગની ઝાંખી, જ્યારે બીજા વર્ષે ડ્રાયફ્રૂટના શિવલિંગની ઝાંખી અને આ વર્ષે પુષ્પનાં શિવલિંગની ઝાંખી તૈયાર કરવામાં આવી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - NIOS Scam : બોર્ડ એક્ઝામમાં "પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો" કૌભાંડનો પર્દાફાશ

Tags :
Advertisement

.

×