Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિવ્યાંગ ઉમેદવારો માટે ખુશખબર , GSRTCમાં 571 દિવ્યાંગ ઉમેદવારોની કંડકટર કક્ષા માટે ભરતી કરાશે

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, કંડકટર કક્ષા માટે 571 દિવ્યાંગ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
દિવ્યાંગ ઉમેદવારો માટે ખુશખબર   gsrtcમાં 571 દિવ્યાંગ ઉમેદવારોની કંડકટર કક્ષા માટે ભરતી કરાશે
Advertisement
  • GSRTC માં દિવ્યાંગ ઉમેદવારોની ભરતી થશે જાહેર
  • કંડકટર કક્ષા માટે 571 દિવ્યાંગ ઉમેદવારોની ભરતી થશે જાહેર
  • વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આપી જાણકારી

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)માં દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીના મોટા સમાચાર સામે આવ્યા છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, કંડકટર કક્ષા માટે 571 દિવ્યાંગ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.  રાજ્ય સરકારનું આ પગલું  દિવ્યાંગ વર્ગને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ બની રહેશે.  જે દિવ્યાંગોને રોજગારના અવસરો પૂરા પાડીને તેમના જીવનને વધુ સક્ષમ બનાવશે.

GSRTC માં દિવ્યાંગ ઉમેદવારોની ભરતી થશે જાહેર

નોંધનીય છે કે રાજ્યના મંત્રી મંત્રી હર્ષ સંઘવીએ તેમના ટ્વીટમાં જણાવ્યું, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ટૂંક સમયમાં OJAS વેબસાઈટ પર કંડક્ટર કક્ષામાં ૫૭૧ દિવ્યાંગ ઉમેદવારોની ભરતી માટે જાહેરાત જારી કરવામાં આવશે. આ જાહેરાતથી દિવ્યાંગ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, નોકરી ઇચ્છુક દિવ્યાંગોએ આગળની પ્રક્રિયા માટે તૈયારી શરૂ કરી દીધી છે.GSRTCમાં કંડકટરની ભરતી પ્રક્રિયા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રહેશે

Advertisement

GSRTC માં ભરતીની જાહેરાતથી દિવ્યાંગોમાં ખુશીની લહેર 

ઉલ્લેખનીય છે કે આ જાહેરાત રાજ્યમાં દિવ્યાંગો માટે રોજગારના અવસરો વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. મંત્રી સંઘવીના એકસ પર ટ્વિટ બાદ હવે દિવ્યાંગ ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી  છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં 571 કંડકટર કક્ષા માટે રાજ્ય સરકાર ખાસ ભરતી કરશે. ઉમેદવારો GSRTCની અધિકૃત વેબસાઈટ અથવા નજીકના ડિપોમાંથી વધુ વિગતો મેળવી શકે છે.

Advertisement

આ પણ વાંચો:   મોરારીબાપુના ગામ તલગાજરડાનો વીડિયો વાયરલ,સંપ્રદાયના સાધુને ગામમાં પ્રવેશતા રોકવામાં આવ્યા!

Tags :
Advertisement

.

×