Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Google Map : ફસાયેલી કારને કાઢવા બાઇક પર આવેલો યુવક કાર લઈને ભાગી ગયો

મેરઠનો રહેવાસી ફિરોઝ તેના મિત્ર નૌશાદ સાથે વેગનઆર કારમાં શામલી જઈ રહ્યો હતો
google map   ફસાયેલી કારને કાઢવા બાઇક પર આવેલો યુવક કાર લઈને ભાગી ગયો
Advertisement
  • રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ, ફિરોઝ રસ્તો ભૂલી ગયો
  • કાર ખેતરમાંથી બહાર આવતાની સાથે જ યુવક કાર લઈને ભાગી ગયો
  • પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે

Google Map ના ખોટા લોકેશનને કારણે સહારનપુરના દેવબંદ થાણા વિસ્તારમાં એક અનોખી ઘટના બની છે. જેમાં મેરઠનો રહેવાસી ફિરોઝ તેના મિત્ર નૌશાદ સાથે વેગનઆર કારમાં શામલી જઈ રહ્યો હતો. તેને રોહાના ટોલ પર તેના મિત્ર લિયાકતને મળવાનું હતું. લિયાકતે તેને શામલી કરનાલ ચોકથી સહારનપુર રોડ જવાની સલાહ આપી અને લોકેશન મોકલ્યું હતુ. ફિરોઝે ગુગલ મેપ પર લોકેશન મૂકીને પોતાની સફર શરૂ કરી હતી.

રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ, ફિરોઝ રસ્તો ભૂલી ગયો

રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ, ફિરોઝ રસ્તો ભૂલી ગયો અને ગામના ખેતરોમાં ફસાઈ ગયો હતો. તેણે લિયાકતને ફોન કર્યો અને પરિસ્થિતિ જણાવી હતી. લિયાકતે તેને હાઇવે તરફ પાછા ફરવાનું કહ્યું હતુ. દરમિયાન, કારને પાછળ રાખતી વખતે, તે ઘઉંના ખેતરમાં ફસાઈ ગઈ ગયો હતો. કાર બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે, ફિરોઝ અને નૌશાદે ત્યાંથી પસાર થતા બાઇક પરના યુવાનો પાસેથી મદદ માંગી હતી. થોડી વાર પછી વધુ ત્રણ લોકો ત્યાં પહોંચ્યા અને કાર બહાર કાઢવામાં મદદ કરવા લાગ્યા હતા.

Advertisement

તે માણસ કાર લઈને ભાગી ગયો

આ દરમિયાન, એક યુવાન કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો. કાર ખેતરમાંથી બહાર આવતાની સાથે જ યુવક કાર લઈને ભાગી ગયો અને અન્ય આરોપીઓ બાઇક પર ભાગી ગયા હતા. ફિરોઝનો મોબાઇલ ફોન પણ કારમાં હતો. તેણે તરત જ પોતાના બીજા ફોન પરથી 112 નંબર ડાયલ કરીને ઘટનાની જાણ કરી.

Advertisement

પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે

ફિરોઝ અને નૌશાદ દેવબંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા બદમાશો સામે ગુનો નોંધ્યો છે. ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. પોલીસે ખાતરી આપી છે કે આરોપીઓને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. ફિરોઝે FIRમાં જણાવ્યું હતું કે ગુગલ મેપના કારણે તે ખેતરો વચ્ચેના રસ્તા પર પહોંચી ગયો હતો. આ ઘટના રાત્રિના અંધારામાં બની હતી, જેના કારણે તેમને સમજવું ખૂબ મુશ્કેલ હતું. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને આસપાસના ગામોમાં શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો: Delhi : આ હાર AAPના અંતની શરૂઆત છે, પ્રશાંત ભૂષણનો કેજરીવાલ પર આકરો પ્રહાર

Tags :
Advertisement

.

×