Visavadar Assembly by-election: વિસાવદર બેઠક માટે AAP ના ઉમેદવારનું નામ જાહેર
- વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી
- ચૂંટણીની તારીખની જાહેરાત પહેલાં ઉમેદવાર જાહેર
- AAP પાર્ટી માંથી ગોપાલ ઈટાલિયા લડશે ચૂંટણી
વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. દિલ્હીથી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી @Gopal_Italia ની પસંદગી કરવામાં આવી છે.
આ બાબતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @manoj_sorathiya ની પ્રતિક્રિયા. pic.twitter.com/3xUqjqjZbG— AAP Gujarat (@AAPGujarat) March 23, 2025
આ પણ વાંચોઃ Rajkot: ભાજપના મંત્રી કુંવરજી બાવળીયા સામે ગંભીર આક્ષેપ, લેન્ડગ્રેબિંગ અંતર્ગત કરી કાર્યવાહીની માંગ
સત્તાવાર જાહેરાત કરવામાં આવી
આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ લખવામાં આવ્યું હતું કે, વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાની જાહેરાત થવા બદલ ખૂબ ખૂબ અભિનંતન અને શુભેચ્છાઓ...
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી @Gopal_Italia ની જાહેરાત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. pic.twitter.com/TO9sxGW8Ev
— AAP Gujarat (@AAPGujarat) March 23, 2025
ટૂંક સમયમાં વિસાવદર બેઠક પર ચૂંટણી જાહેર થઈ શકે છે
વર્ષ 2022 માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હર્ષ રિબડિયા અને આમ આદમી પાર્ટી દ્વારા ભૂપત ભાયાણીને ટીકીટ આપતા બંને વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ભૂપત ભાયાણીએ જીત હાંસલ કરી ધારાસભ્ય બન્યા હતા. પરંતું એક જ વર્ષમાં તેમણે રાજીનામું આપી દેતા બેઠક ફરી ખાલી થઈ હતી. જેથી હવે આગામી ટૂંક સમયમાં આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણી જાહેર થાય એ પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad : સાણંદમાં શહીદ દિન નિમિત્તે વીરાંજલિ કાર્યક્રમ યોજાયો, શહીદોના પરિવારોનું કરાયું ભવ્ય સન્માન


