Govinda ની તબિયત લથડી, જલગાંવથી તત્કાલ મુંબઇ ખસેડાયો
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ચૂંટણી વચ્ચે ગોવિંદા પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જો કે એક્ટરની અચાનક તબિયત બગડી
Advertisement
Maharashtra Assembly election : મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ચૂંટણી વચ્ચે ગોવિંદા પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જો કે એક્ટરની અચાનક તબિયત બગડી ગઇ ત્યાર બાદ તેને તત્કાલ રોડ શો અધવચ્ચે છોડીને મુંબઇ જવા માટે રવાના થઇ ગયા હતા.
Govinda Not Well : ગોવિંદા અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. ગોવિંદાની તબિયત અચાનક લથડી ગઇ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક તબિયત બગડતા તત્કાલ તેને જલગાંવથી મુંબઇ ખસેડવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે જલગાંવ ગયા હતા. જ્યાં એક રોડ શોમાં અભિનેતાની તબિયત અચાનક લથડી ગઇ હતી. રિપોર્ટ અનુસાર અભિનેતાને છાતીમાં દુખાવો થયો હતો. ત્યાર બાદ તે રોડશોમાં જ બેભાનાવસ્થામાં આવી ગયા હતા. જેથી તત્કાલ તેને સારવાર માટે મુંબઇ ખસેડવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement


