Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Business : ઓનલાઇન ગેમિંગ પર ગાળિયો કસાતા ત્રણ સ્ટાર્ટઅપ યુનિકોર્ન લિસ્ટમાંથી બહાર

Business : મની ગેમ્સની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, બેંકો અને નાણાકીય સંસ્થાઓને કંપનીઓ સાથે સંબંધિત વ્યવહારો કરવા પર પ્રતિબંધ છે
business   ઓનલાઇન ગેમિંગ પર ગાળિયો કસાતા ત્રણ સ્ટાર્ટઅપ યુનિકોર્ન લિસ્ટમાંથી બહાર
Advertisement
  • સરકારે ઓનલાઇન ગેમીંગ પર ગાળિયો કસ્યા બાદ નુકશાન સામે આવ્યું
  • ભારતના ત્રણ ગેમીંગ સ્ટાર્ટઅપ યુનિકોર્નની યાદીમાંથી બહાર ધકેલાયા
  • મોટા કાર્યક્રમોમાંથી સ્પોન્સર પાછા હટી જતા આયોજકો સામે પડકાર

Business : સરકારે રિયલ મની ગેમિંગ (RMG) કંપનીઓ પર કડક કાયદા લાદ્યા પછી, ભારતમાં ઘણા રિયલ મની ગેમિંગ સ્ટાર્ટઅપ્સે તેમનો યુનિકોર્ન (એક અબજ ડોલરથી વધુ મૂલ્ય)નો દરજ્જો ગુમાવ્યો છે. PTI અનુસાર, ASK પ્રાઇવેટ વેલ્થ હુરુન ઇન્ડિયા યુનિકોર્ન અને ફ્યુચર યુનિકોર્ન રિપોર્ટ 2025 જણાવે છે કે, ડ્રીમ11 (Dream11), ગેમ્સ24x7 (Games24x7), ગેમ્સક્રાફ્ટ (Gameskraft) અને મોબાઇલ પ્રીમિયર લીગ (MPL) Mobile Premier League હવે યુનિકોર્ન યાદીમાંથી બહાર છે. સંસદ દ્વારા પસાર કરાયેલા નવા કાયદાથી RMG ક્ષેત્રમાં મોટા ફેરફારો થયા છે.

કાનૂની કડકતાની સીધી અસર

સંસદ દ્વારા પસાર કરાયેલા નવા કાયદા હેઠળ, તમામ પ્રકારની ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મની ગેમ્સની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓને આ કંપનીઓ સાથે સંબંધિત વ્યવહારો કરવા પર પ્રતિબંધ છે. આ કડક નિયમોને કારણે, આ કંપનીઓનું મૂલ્યાંકન ભારે ઘટી ગયું છે. ડ્રીમ11 - (Dream11) (260 મિલિયન વપરાશકર્તાઓ) અને MPL - Mobile Premier League (90 મિલિયન વપરાશકર્તાઓ) જેવા મોટા ખેલાડીઓ તેમજ Zupee અને Winzo Games જેવી કંપનીઓના મૂલ્યાંકનને પણ અસર થઈ છે.

Advertisement

લાંબા ગાળાની અસર અને બદલાતા લેન્ડસ્કેપ

રિપોર્ટ મુજબ, આ કાનૂની કડકતાએ વાસ્તવિક પૈસાથી ચાલતા ગેમિંગ સ્ટાર્ટઅપ્સના વિકાસને અસ્થાયી રૂપે ધીમો પાડ્યો હશે અને રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો હશે, પરંતુ તે લાંબા ગાળે ઉદ્યોગમાં પારદર્શિતા અને સ્થિરતા લાવી શકે છે. આ ફેરફારને કારણે, ઘણી કંપનીઓએ ક્રિકેટ ટીમોની સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી છે, અને મોટી સંખ્યામાં કર્મચારીઓને પણ છૂટા કર્યા છે.

Advertisement

આ પણ વાંચો ----- Gold Rate Today: તેજી બાદ સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ રેટ

Tags :
Advertisement

.

×