VADODARA : ધનિયાવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા ઉમેદવારે હોબાળો મચાવ્યો
- વડોદરા ગ્રામ્યમાં મતદાન વેળાએ મહિલા ઉમેદવારે હોબાળો મચાવ્યો
- મહિલાની અટક ખોટી દર્શાવતા તુરંત પોતાનો વિરોધ નોંધાવ્યો
- આખરે ઉપરથી સૂચન આવતા અધિકારીઓએ બદલાવ કરવાની ફરજ પડી
VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી (GRAMPANCHAYAT ELECTION) માટે મતદાન યોજાઇ રહ્યું છે. આ તકે વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા ધનિયાવીમાં (DHANIYAVI) મહિલા ઉમેદવારના નામમાં છબરડો સામે આવતા તેઓ રોષે ભરાયા હતા. અને મતદાન મથકે હોબાળો મચાવ્યો હતો. બાદમાં આ મામલે ઉપરથી આદેશ આવ્યા બાદ મતદાન રોકાવીને જરૂરી સુધાર-વધારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ તકે મહિલા ઉમેદવારે સવાર-સવારમાં પડેલા મતને માન્ય રાખવામાં આવે તેવી માંગ ચૂંટણી તંત્ર સમક્ષ મુકી હતી.
અગાઉ આપેલા વોટનો માન્ય રાખવા પડશે
મહિલા ઉમેદવાર પટેલ જૈનબબેન હુસૈનભાઇએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મતદાનમાં મારા નામમાં લોચો મારવામાં આવ્યો છે. જેથી મેં ચૂંટણી માટે મતદાન રોકાવ્યું હતું. હવે મતદાન માટેનું બેલેટ પેપર સુધારીને આવ્યું છે. હવે ફરી ચૂંટણી થશે. અમારી માંગણી છે કે, અગાઉ આપેલા વોટનો માન્ય રાખવા પડશે.
અધિકારી લેખિતમાં જાણકારી આપશે
ચૂંટણી અધિકારીએ મીડિયાને કહ્યું કે, આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે. ધનિયાવી બુથ નંબર 1 અને 2 છે. આજે બેલેટમાં પ્રોબ્લેમ થતા તેમાં સુધારો કરી દેવામાં આવશે. અમને ઉપરથી કહેવામાં આવ્યું છે. બેલેટમાં અટકમાં ફેરફાર હતો. એક બુથમાં 72 અને અન્યમાં 69 જેટલું મતદાન થયું હોવાનો અંદાજ છે. આ મામલે મતગણતરી માટે ઉપરના અધિકારી મને લેખિતમાં જે કોઇ જાણકારી આપશે, તેના આધારે જ મારાથી કંઇ કહી શકાય તેમ છે.
આ પણ વાંચો --- VADODARA : ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા પાલિકાના ત્રણ એન્જિનિયરોને નોટિસ


