ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gratitude to Modiji : વિશ્વનું સૌથી મોટું 'આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન'

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે વધુ એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજારથી પણ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. જે અન્વયે તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ના અધિકારીઓ દ્વારા વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન" રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
05:09 PM Oct 15, 2025 IST | Kanu Jani
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે વધુ એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજારથી પણ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. જે અન્વયે તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ના અધિકારીઓ દ્વારા વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન" રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

Gratitude to Modiji : ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે વધુ એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજારથી પણ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. જે અન્વયે તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ના અધિકારીઓ દ્વારા "Guinness World Records Recognition for Largest Postcard Numbers" એટલે કે "વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન" રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આમ, વિશ્વમાં સૌપ્રથમવાર કોઈ દેશના વડાપ્રધાનશ્રીને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે, જે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે, તેમ પત્રકાર પરિષદમાં સહકાર વિભાગના સચિવ  સંદીપકુમારે જણાવ્યું હતું.

Gratitude to Modiji : નાગરિકલક્ષી કામગીરી માટે આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા

વધુ વિગતો આપતા સચિવએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વમાં અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (Jagadish Vishwakarma)ના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રના નાગરિકો દ્વારા વડાપ્રધાનશ્રીને આજદિન સુધી ભારતવર્ષમાં થયેલા તમામ નાગરિકલક્ષી કામગીરી માટે આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. જેમાં GST સુધારા, મેક ઇન ઈન્ડિયા અભિયાન, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી, વિકાસ સપ્તાહ, જનધન યોજના, તમામ નાગરિકોના નાણાકીય સમાવેશીકરણ, બુલેટ ટ્રેનની શરૂઆત, વગેરે જેવા વિવિધ વિષયો ઉપર આભાર લેખન પોસ્ટકાર્ડ મારફતે દર્શાવવામાં આવ્યા હતા.

સચિવશ્રીએ કહ્યું હતું કે, જ્યારે પોસ્ટકાર્ડ લેખનનું આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે ૭૫ લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે એવો અંદાજ હતો. પરંતુ રાજ્યના નાગરિકોએ સહકારની શક્તિ દ્વારા મક્કમ અને સબળ પ્રયાસો કરી ટીપે ટીપે સરોવર ભરાય એમ અંદાજિત ૭૫ લાખના આંકડાને પણ ક્યાંય પાછળ મૂકીને ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખી, ભારત અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વ ફલક પર રોશન કરી ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે.

Gratitude to Modiji : ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ડેટા મુજબ પોસ્ટકાર્ડ લેખનનો સૌથી મોટો વર્લ્ડ રેકર્ડ

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ-૨૦૨૧માં સૌપ્રથમ સહકાર મંત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયે ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો માટે અનેક યોજનાઓ દ્વારા આર્થિક-સામાજિક ઉન્નતિનું વિશેષ કાર્ય કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ડેટા મુજબ પોસ્ટકાર્ડ લેખનનો સૌથી મોટો વર્લ્ડ રેકર્ડ અત્યાર સુધી ૬,૬૬૬ પોસ્ટકાર્ડ સાથે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC)-સેક્શન વોટર(સ્વિત્ઝરલેન્ડ) બાસેલ, સ્વિત્ઝરલેન્ડ પાસે હતો, જે હવે ગુજરાતનાં નામે થયો છે. જે અંતર્ગત સહકાર વિભાગ દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, લંડન સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ૩૫૦×૮૦ ફૂટના વિસ્તારમાં ૭૫,૦૦,૦૦૦નો આંકડો બનાવીને તેમાં પોસ્ટકાર્ડ લગાવવામાં આવ્યા હતા, જે માટે સહકાર વિભાગના ૫૦થી વધુ અધિકારીઓ તથા ૧૦૦થી વધુ કર્મચારીઓએ સતત ૩-૪ દિવસ સુધી ભારે જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો :Vikas Saptah :સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા નક્કી કરવા સશક્ત મંચ

Tags :
CM Bhupendra PatelGratitude to ModijiGSTJagadish Vishwakarma
Next Article