170 ખેડૂતોને ગ્રીન હાઉસ માત્ર કાગળ; જીગ્નેશ મેવાણી
બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડ હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે પાલનપુરમાં એક પત્રકાર પરિષદ કરી હતી. મેવાણીએ આ પત્રકાર પરિષદમાં બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડ હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે.
ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડનો આક્ષેપ થયો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે, અમીરગઢ અને દાંતાના કપાસિયા અને વિરમપુર નજીકના ગામોમાં કૌંભાંડ થયું છે. જેમાં 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ ઉપર બનાવી 65 લાખનું કૌંભાંડ કરાયું છે. મેવાણીએ જણાવ્યું હતું કે, તેમની અને કોંગ્રેસ પક્ષના સાથીઓ દ્વારા જ્યારે સ્થળ ઉપર મુલાકાત કરવામાં આવી ત્યારે સ્થળ ઉપર કોઈ જ નેટ હાઉસ ન બન્યું હોવાનું સામે આવ્યું હતું.
અમારી જોડે દસ્તાવેજો છે જેમાં ખેડૂતો ને લાભ મળ્યો નથી
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, અમારી જોડે દસ્તાવેજો છે જેમાં ખેડૂતોને લાભ મળ્યો નથી. આ સાથે તેમણે કહ્યું કે, ગુજકોમાસોલ કંપનીએ બિયારણ બનાવતી કંપની છે. તો આ કંપની નેટ હાઉસનું ઈન્સ્ટોલેશન કઈ રીતે કરી શકે ? તેમણે કહ્યું કે, અત્યારે આખા બનાસકાંઠા જિલ્લાનાં દરેક તાલુકામાં વોટરશેડ પ્રોજેક્ટ ચાલે છે. જેમાં ખાસ કરીને અમને જે ડોક્યુમેન્ટ મળ્યા તે બે જ ગામના છે. એટલે વધારે ગામોમાં પણ આવા સ્કેમ હોઇ શકે છે.
શું કહ્યું વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ?
જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વોટરશેડ પ્રોજેક્ટનાં ભાગરૂપે લાઇવલીહૂડ એન્ડ માઇક્રો એન્ટરપ્રાઇઝ નામની યોજના અમલીકરણમાં છે. આ યોજનાનો મૂળ હેતુ જરૂરિયાતમંદ અને ખાસ કરી ખેડૂત ભાઈ-બહેનોને લાઇવલીહૂડ મળી રહે તે છે. આ યોજનામાં બનાસકાઠાં જિલ્લા સંકલનમાં મિટિંગ દરમિયાન માંને જે ઓફિશિયલ દસ્તાવેજો બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવ્યા એના પરથી ખબર પડી કે, જિલ્લાનાં કેટલાક ગામોમાં અને ખાસ કરીને અમીરગઢ અને દાંતા વિસ્તારનાં કપાસિયા અને વિરમપુર આસપાસનાં ગામોની અંદર ગ્રીનહાઉસ 170 જેટલા રેકોર્ડ ઉપર ઊભા કરેલા બતાવ્યા છે. આ માટે 65 લાખનું ચૂકવણું થયું
જે રોપાનાં કૃષિ યુનિવર્સિટી 100 થી 150 રૂપિયા એના 350 રૂપિયા ચાર્જ ?
ગુજકોમાસોલ બનાસકાંઠા જિલ્લા તંત્રમાં 2 થી 3 ફૂટનાં રોપા અમે તમને આપીશું અને એના 350 રૂપિયા ચાર્જ લઈશું તેવું રેકોર્ડ ઉપર કીધું છે. હકીકતમાં એ જ રોપા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અને ગુજરાતની બીજી કૃષિ યુનિવર્સિટીઓ અને બાગાયત વિભાગમાં 100 થી 150 રૂપિયાના ભાવે મળે છે. તો હવે બનાસકાંઠા જિલ્લા તંત્ર કેમ તે જ રોપાને 350માં ખરીદવા માંગે છે ? તેવા સવાલ સાથે મેવાણીએ કહ્યું બનાસકાંઠા જિલ્લા તંત્ર ગુજકોમાસોલમાં કોને રાજી કરવા માંગે છે ?
આપણ વાંચો- ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભુજની મહારાજા પાઉભાજીના કર્યા વખાણ, જાણો શું કહ્યું


