કેપ્ટન શુભાંશુ શુક્લા સ્વદેશ પરત ફરશે, સોશિયલ મીડિયા પર મુકી પોસ્ટ
- આઇએસએસમાં પહોંચનારા પહેલા ભારતીય પરત ફરશે
- આવતી કાલે દેશની ધરતી પર તેમનું આગમન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેશે
Captain Shubhanshu Shukla : ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા (Captain Shubhanshu Shukla) આવતી કાલે 27, ઓગસ્ટના રોજ રવિવારે ઘરે પરત ફરી રહ્યા છે. જૂનમાં તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા છે. શુભાંશુ 18 દિવસના મિશન પછી 15 જુલાઈના રોજ પૃથ્વી પર પાછા ફર્યા હતા અને ત્યારથી તેઓ યુએસમાં પોસ્ટ-મિશન રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થઈ રહ્યા હતા. શનિવારે ભારત પરત ફરતા પહેલા તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો હતો.
View this post on Instagram
કદાચ આ જ જીવન છે
તેમણે લખ્યું કે, વિમાનમાં ચઢતી વખતે તેમના હૃદયમાં ઘણી લાગણીઓ હતી. એક તરફ, આ મિશન દરમિયાન એક વર્ષ સુધી પરિવાર જેવા રહેલા પ્રિય સાથીદારોથી દૂર રહેવાનું દુઃખ હતું, તો બીજી તરફ ઘરે પાછા ફરવાનો અને તેમના પરિવારને મળવાનો ઉત્સાહ પણ હતો. કદાચ આ જ જીવન છે, બધું એકસાથે.
યુંન હી ચલા ચલ રહી જીવન ગાડી હૈ, સમય પહચા
શુક્લા (Captain Shubhanshu Shukla) એ જણાવ્યું છે કે, તેઓ ભારત પાછા ફરવા અને તેમના અનુભવો શેર કરવા માટે ઉત્સાહિત છે કારણ કે, આ અનુભવો આગામી માનવ અવકાશ મિશન 'ગગનયાન' માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે, જે 2027 માં પ્રસ્તાવિત છે. ISS મિશન દરમિયાન તેમણે ISRO ના નેતૃત્વ હેઠળ ઘણા મહત્વપૂર્ણ પ્રયોગો કર્યા છે. અવકાશમાં વિતાવેલા સમયને યાદ કરતાં, તેમણે તેમના કમાન્ડર અને નાસા અવકાશયાત્રી પેગી વ્હિટ્સનના શબ્દોનો પડઘો પાડ્યો: "અવકાશ યાત્રામાં ફક્ત એક જ વસ્તુ કાયમી હોય છે, અને તે છે પરિવર્તન." તેમણે ફિલ્મ 'સ્વદેશ' "યુન હી ચલા ચલ રહી જીવન ગાડી હૈ, સમય પહયા" માંથી પંક્તિઓ પણ ટાંકી અને કહ્યું કે, તે પૃથ્વી માટે પણ લાગુ પડે છે.
એક અબજ સપનાઓને પ્રેરણા આપી છે
બીજી તરફ લખનૌમાં તેમનો પરિવાર ખૂબ જ ઉત્સાહમાં છે. તેમના પિતા શંભુ દયાળ શુક્લાએ કહ્યું કે, "અમે ખૂબ ખુશ છીએ કે મારો પુત્ર પાછો આવી રહ્યો છે. અમે તેને દિલ્હીમાં મળીશું." કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, IAF ગ્રુપ કેપ્ટન શુક્લા પહેલા દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે, ત્યારબાદ તેઓ લખનૌ જશે અને તેમના પરિવારને મળશે. વડા પ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં તેમની સિદ્ધિની પણ પ્રશંસા કરી અને કહ્યું કે શુક્લાએ "એક અબજ સપનાઓને પ્રેરણા આપી છે" અને ભારતની અવકાશ મહત્વાકાંક્ષાઓને નવી પાંખો આપી છે.
આ પણ વાંચો ----- Atal Bihari Vajpayee એક યુગ તરીકે જીવ્યા, આજે પણ લોક હ્રદયમાં જીવંત


