જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં 10% ઘટાડો : ખાતરથી લઈને ફ્રિજ-સિમેન્ટ સુધીની ચીજ વસ્તુઓ થશે સસ્તી
- GST 2.0ની દિવાળી ગિફ્ટ : ફ્રિજ, ટીવી, સિમેન્ટ 10% સસ્તા થશે
- અમેરિકાના ટેરિફ સામે GST સુધારો: જરૂરી વસ્તુઓ 7% સસ્તી”
- GSTમાં મોટો ફેરફાર: બે સ્લેબ, સિમેન્ટથી ટીવી સુધી સસ્તું”
- 2047નું લક્ષ્ય: GSTમાં એક સ્લેબ, હવે ફ્રિજ-ટીવી 10% સસ્તા”
- ટેક્સટાઈલ-ખાતર સસ્તા થશે: GST સુધારાથી ખેડૂતો-ઉદ્યોગોને રાહત
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે અમેરિકાના ટેરિફનો જવાબ આપવા માટે ‘GST 2.0’ અથવા ‘નેક્સ્ટ જનરેશન GST’ની તૈયારી શરૂ કરી છે. આ નવા સુધારા હેઠળ GSTના ચાર સ્લેબ (5%, 12%, 18%, 28%)ને ઘટાડીને બે સ્લેબ (5% અને 18%) કરવામાં આવશે. આનાથી 99% જરૂરી ચીજવસ્તુઓ 7% અને લક્ઝરી ચીજવસ્તુઓ 10% સુધી સસ્તી થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના સંબોધનમાં આને ‘દિવાળી ગિફ્ટ’ ગણાવી હતી. સપ્ટેમ્બરમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ સુધારાને મંજૂરી મળવાની શક્યતા છે.
GST સુધારાની મુખ્ય બાબતો
1. બે સ્લેબનો પ્રસ્તાવ: હાલના 4 સ્લેબને ઘટાડીને 5% (રિયાયતી) અને 18% (સ્ટાન્ડર્ડ) સ્લેબ કરવામાં આવશે. આનાથી ટેક્સ સિસ્ટમ સરળ થશે.
2. જરૂરી ચીજવસ્તુઓ સસ્તી: 12% સ્લેબની ચીજો જેમ કે માખણ, ફ્રૂટ જ્યૂસ, ડ્રાય ફ્રૂટ્સ 5%ના સ્લેબમાં આવશે, જેનાથી તે 7% સસ્તી થશે.
3. લક્ઝરી ચીજો પર રાહત: 28% સ્લેબની ચીજો જેમ કે સિમેન્ટ, ફ્રિજ, ટીવી, એસી, વૉશિંગ મશીન 18%ના સ્લેબમાં આવશે, જેનાથી તે 10% સસ્તી થશે. ઉદાહરણ તરીકે જોઈએ તો ₹350ની સિમેન્ટની થેલી ₹28, ₹80,000નું ટીવી ₹8,000, ₹40,000નું ફ્રિજ ₹4,000 અને ₹1,000ની મિઠાઈ ₹70 રૂપિયા સસ્તી થશે.
4. 2047નું લક્ષ્ય: વન નેશન, વન ટેક્સ હેઠળ એક સમાન ટેક્સ સ્લેબ લાવવાનું આયોજન, જેનો આ પ્રથમ તબક્કો છે.
આ પણ વાંચો- ‘7 દિવસમાં સોંગદનામું આપો અથવા દેશની માફી માંગો’, રાહુલ ગાંધી CEC જ્ઞાનેશ કુમારનું રાહુલ ગાંધી પર નિશાન
અસર થનારી ચીજવસ્તુઓ:
12%થી 5% થશે: સૂકા મેવા, બ્રાન્ડેડ નમકીન, ટૂથપેસ્ટ, સાબુ, હેર ઓઇલ, એન્ટિબાયોટિક્સ, પ્રોસેસ્ડ ફૂડ, ફ્રોઝન શાકભાજી, કન્ડેન્સ્ડ મિલ્ક, સિલાઈ મશીન, પ્રેશર કૂકર, ગીઝર, સાયકલ, બરણી, જ્યોમેટ્રી બોક્સ, સોલર વૉટર હીટર.
28%થી 18% થશે: સિમેન્ટ, બ્યૂટી પ્રોડક્ટ્સ, ચોકલેટ, ટીવી, ફ્રિજ, વૉશિંગ મશીન, એસી, ડિશવૉશર, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, રબર ટાયર, એલ્યુમિનિયમ ફોઈલ, ટેમ્પર્ડ ગ્લાસ.
ઈન્શ્યોરન્સ પ્રીમિયમ: હાલના 18% GSTને ઘટાડીને 5% અથવા 0% કરવાનો પ્રસ્તાવ, જેથી વધુ લોકો ઈન્શ્યોરન્સ લઈ શકે.
इस दिवाली GST में नेक्स्ट जनरेशन रिफॉर्म से देशवासियों को डबल बोनस मिलने वाला है। इसका फायदा गरीब और मिडिल क्लास से लेकर छोटे-बड़े हर उद्यमी को होगा। pic.twitter.com/xrx34th2Jv
— Narendra Modi (@narendramodi) August 17, 2025
ટેક્સટાઈલ અને ખાતર પર રાહત
ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરને સુધારવાથી કાપડ, ફૂટવેર અને ખાતર સસ્તા થશે. હાલ કાપડના કાચા માલ પર 12% અને તૈયાર કપડાં પર 5% GST છે, જેને 5%ના એક સમાન સ્લેબમાં લાવવામાં આવશે. આનાથી ટેક્સટાઈલ ઉદ્યોગની કિંમત ઘટશે. ખાતરના ઈનપુટ પર 18% ટેક્સ ઘટીને 5% થશે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે.
આ પણ વાંચો-"અમેરિકાના ટેરિફ વોર વચ્ચે PM મોદીનો સંદેશ : સ્વદેશી અપનાવો, મેક ઈન ઈન્ડિયાને મજબૂત કરો"
કમ્પનસેશન સેસ ખતમ
અલ્ટ્રા-લક્ઝરી ચીજો પર લાગતો 204%નો કમ્પનસેશન સેસ નાબૂદ થશે. તેની જગ્યાએ લક્ઝરી, હાનિકારક ચીજો, તમાકુ અને ઓનલાઈન ગેમિંગ પર 40%ની ખાસ દર લાગશે.
GST રિફંડ અને રજિસ્ટ્રેશનમાં સરળતા
GST રિફંડ પ્રક્રિયા આપોઆપ થશે, અલગથી અરજીની જરૂર નહીં પડે.
રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઈન થશે, અને પ્રી-ફિલ્ડ રિટર્નથી ગલતીઓ ઘટશે.
નિકાસકારો અને ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરવાળા વેપારીઓ માટે ઝડપી રિફંડ.
અમેરિકાના ટેરિફનો જવાબ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચીજવસ્તુઓ પર 25% ટેરિફ લગાવ્યું છે, જેનાથી ટેક્સટાઈલ સેક્ટરને $10 બિલિયનનું નુકસાન થવાની શક્યતા છે. GST સુધારાથી આ ટેરિફની અસર ઘટશે અને સ્થાનિક ઉદ્યોગોને ટેકો મળશે.
GST કાઉન્સિલની ભૂમિકા
સરકારે આ સુધારાનો પ્રસ્તાવ રાજ્યોના નાણાં મંત્રીઓના ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ને મોકલ્યો છે. GoM આનો અભ્યાસ કરશે અને સપ્ટેમ્બરની GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થશે. આ સુધારાથી ચાલુ નાણાકીય વર્ષમાં જ લાભ દેખાશે.
આ પણ વાંચો-ભરૂચમાં ચોંકાવનારી ઘટના; અકસ્માત સર્જિને હત્યા કરાતા ચકચાર


