GST માં સુધાર અને તહેવારોની માંગને લઇને કારનું ઘૂમ વેચાણ નોંધાયું
- સરકારના નિર્ણયને પગલે માર્કેટમાં કારનું વેચાણ વધ્યું
- મોટા ભાગની કાર કંપનીઓએ પોતાનો જુનો રેકોર્ડ તોડ્યો
- આગામી સમયમાં પણ આ વૃદ્ધિ દર વધતું રહે તેવી આશા
Bumper Car Sale Reported : ભારતીય ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે (Tata Motors) સપ્ટેમ્બરમાં કુલ 60,907 વાહનોનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 47 ટકાનો વધારો દર્શાવે છે (Bumper Car Sale Reported). આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ વધારો GST દરોમાં ઘટાડો અને નવરાત્રિ દરમિયાન માંગમાં વધારો (Bumper Car Sale Reported) થવાને કારણે થયો છે. સપ્ટેમ્બર 2024માં ટાટા મોટર્સે 41,313 વાહનોનું વેચાણ કર્યું હતું. ટાટા મોટર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક બજારમાં વેચાણ 45 ટકા વધીને 59,667 યુનિટ થયું છે, જે ગયા વર્ષે 41,063 યુનિટ હતું. ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, "GST 2.0 ના અમલીકરણ પછી, સપ્ટેમ્બર 2025 માં પેસેન્જર વ્હીકલ ઉદ્યોગની માંગમાં વધારો (Bumper Car Sale Reported) થયો છે. આ આગામી મહિનાઓમાં સતત વૃદ્ધિ માટે એક આશાસ્પદ સંકેત છે.
ટોયોટાના વેચાણમાં 16 ટકાનો વધારો
સપ્ટેમ્બરમાં ટોયોટા કિર્લોસ્કર મોટરનું (Toyota Motor) વેચાણ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને (Bumper Car Sale Reported) 31,091 યુનિટ થયું છે. ગયા મહિને સ્થાનિક બજારમાં ડીલરોને કંપનીનું વેચાણ 27,089 યુનિટ હતું, જ્યારે નિકાસ 4,002 યુનિટ હતી. ટોયોટા કિર્લોસ્કરે સપ્ટેમ્બર 2024 માં કુલ 26,847 વાહનો વેચ્યા (Bumper Car Sale Reported) હતા. JSW MG મોટર ઇન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2024 ની સરખામણીમાં સપ્ટેમ્બરમાં તેનું વેચાણ 34 ટકા વધીને (Bumper Car Sale Reported) 6,728 યુનિટ થયું છે. JSW MG મોટર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ સપ્ટેમ્બરમાં 5,021 વાહનો વેચ્યા છે.
મહિન્દ્રાએ સપ્ટેમ્બરમાં 100,000 થી વધુ વાહનોનું વેચાણ કર્યું
હ્યુન્ડાઇ મોટર (Hundai Motor) ઇન્ડિયાનું સપ્ટેમ્બરમાં કુલ વેચાણ વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 70,347 યુનિટ પહોંચ્યું છે. કંપનીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે સપ્ટેમ્બર 2024માં કુલ 64,201 વાહનોનું વેચાણ કર્યું હતું. સ્થાનિક ડીલરોને મોકલવામાં આવેલા વાહનોની સંખ્યા ગયા મહિને નજીવી વધીને 51,547 યુનિટ થઈ ગઈ, જે ગયા વર્ષના સમાન મહિનામાં 51,101 યુનિટ હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ (Mahindra Car) સપ્ટેમ્બર 2025માં કુલ 100,298 વાહનોનું વેચાણ કર્યું, જે ગયા વર્ષની સરખામણીમાં 16 ટકાનો (Bumper Car Sale Reported) વધારો છે. કંપનીના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરમાં સ્થાનિક બજારમાં ડીલરોને 56,233 SUV મોકલવામાં આવી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં મોકલવામાં આવેલા 51,062 વાહનોની સરખામણીમાં 10 ટકાનો વધારો છે.
આ પણ વાંચો ----- અબજોપતિની યાદીમાં પહેલીવાર શાહરૂખ ખાનની એન્ટ્રી, મુકેશ અંબાણી નંબર-1 બરકરાર