Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતી ફિલ્મ 'લાલો' ની 100 Crore Club માં એન્ટ્રી, વિશ્વભરમાં મચી ધૂમ

લાલો ફિલ્મ રિલીઝ થઇ ત્યારથી જ ધૂમ મચાવી રહી છે. ક્યાંક ફિલ્મના સંવાદો સાંભળીને લોકોની આંખમાંથી આંસુ આવ્યા હોય તેવા વીડિયો સામે આવી રહ્યા છે, તો ક્યાંક લોકો થિએટરમાં જ ગરબે ધૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. હવે તો લાલો ફિલ્મની લોકપ્રિયતાએ રાજ્ય અને દેશના સિમાડા પણ વટાવી દીધા છે. ગુજરાત અને ભારત જ નહીં દુનિયાના અનેક દેશોમાં ગુજરાતી ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મ  લાલો  ની 100 crore club માં એન્ટ્રી  વિશ્વભરમાં મચી ધૂમ
Advertisement
  • ગુજરાતી ફિલ્મ અશક્ય લાગતી સફળતા મેળવી
  • લાલો ફિલ્મને દુનિયાભરમાં ભારે લોકપ્રિયતા સાંપડી
  • બોલિવુડની જેમ ગુજરાતી ફિલ્મો પણ 100 કરોડની ફિલ્મના ક્લબમાં સામેલ થવાનું શરૂ

Gujarati Film Lalo Enter Into 100 Crore Club Film : વર્ષ 2025 ગુજરાતી સિનેમા જગત માટે સુખદ આશ્ચર્ય થાય તેવા છે. ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ 'લાલો' શ્રીકૃષ્ણ સદા સહાયતેની (Lalo - Shree Krishna Sada Sahaayte) રૂ. 100 કરોડની ફિલ્મના ક્લબમાં એન્ટ્રી થઇ છે. સામાન્ય રીતે રૂ. 100 કરોડના ક્લબમાં બોલિવુડ અથવા દક્ષિણ ભારતની ફિલ્મો જ પહોંચતી હોય, તેવું આપણે સૌ જાણીએ છીએ. લાલો ફિલ્મને ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં ભારે લોકચાહના મળી રહી છે. ફિલ્મની રિલીઝને દોઢ મહિના જેટલો સમય વિતી ગયો છે, જેમ જેમ સમય વિતતો જાય છે, તેમ તેમ તેની લોહચાહના વધતી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

લોકપ્રિયતાએ રાજ્ય અને દેશના સિમાડા પણ વટાવી દીધા

ગુજરાતી ફિલ્મ 'લાલો' શ્રીકૃષ્ણ સદા સહાયતેની (Lalo - Shree Krishna Sada Sahaayte) રૂ. 100 કરોડન ક્લબમાં એન્ટ્રી થઇ છે. લાલો ફિલ્મ રિલીઝ થઇ ત્યારથી જ ધૂમ મચાવી રહી છે. ક્યાંક ફિલ્મના સંવાદો સાંભળીને લોકોની આંખમાંથી આંસુ આવ્યા હોય તેવા વીડિયો સામે આવી રહ્યા છે, તો ક્યાંક લોકો થિએટરમાં જ ગરબે ધૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. હવે તો લાલો ફિલ્મની લોકપ્રિયતાએ રાજ્ય અને દેશના સિમાડા પણ વટાવી દીધા છે. ગુજરાત અને ભારત જ નહીં દુનિયાના અનેક દેશોમાં ગુજરાતી ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે, અને તમામ જગ્યાએ તેને અત્યંત લોકચાહના મળી રહી છે.

Advertisement

ફિલ્મ નવો રેકોર્ડ સ્થાપવામાં સફળ રહી

લાલો ફિલ્મનું વૈશ્વિક કલેક્શન રૂ. 100 કરોડ સુધી પહોંચી ગયું છે. જે ગુજરાતી સિનેમા જગત માટે સૌથી મોટી વાત છે. સામાન્ય રીતે રૂ. 100 કરોડના કલ્બમાં પહોંચવું ગુજરાતી ફિલ્મો માટે સહેલું બિલકુલ નથી હોતું, પરંતુ લાલો ફિલ્મ નવો રેકોર્ડ સ્થાપવામાં સફળ રહી છે. બીજી તરફ થિએટરમાં બોલિવુડના મોટા સ્ટારની ફિલ્મો આ જ સમયે રિલીઝ છે. પરંતુ તેના કારણો લાલો ફિલ્મની લોકપ્રિયતામાં સહેજ પણ ઓટ આવી નથી, ઉપરથી તેની લોકચાહનામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો ------  CID ફેમ ઇન્સ્પેક્ટર અભિજીતના લગ્નની અટકળો, જાણો શું છે આખો મામલો

Tags :
Advertisement

.

×