New York માં મહિલાને ટ્રેનમાં સનકી વ્યક્તિ જીવતી સળગાવીને...
- અચનાક આવીને લાઈટર કાઢી મહિલાને આગ ચાંપી
- કેમેરાના ફૂટેજમાં આરોપીનું સમગ્ર કૃત્ય રેકોર્ડ થઈ ગયું
- Elon Musk એ આ ઘટનાના Video પર પ્રતિક્રિયા આપી
Guatemalan Migrant Sebastian Zapeta : America ના New York માં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીંના મેટ્રો સ્ટેશન પર ટ્રેનમાં સૂઈ રહેલી એક મહિલાને વ્યક્તિએ આગ ચાંપી દીધી હતી. મહિલાને આગ લગાડ્યા બાદ આરોપી થોડીવાર ત્યાં બેસીને તેને જોતો રહ્યો હતો. આ પછી તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. પેટ્રોલિંગ કરી રહેલા Police અધિકારીઓએ આગ જોતાં જ તેઓ મહિલા પાસે દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું મોત થઈ ગયું હતું. Police એ થોડા સમય બાદ આરોપીને પકડી લીધો હતો.
અચનાક આવીને લાઈટર કાઢી મહિલાને આગ ચાંપી
Police ના જણાવ્યા અનુસાર પીડિતા અને આરોપી વચ્ચે કોઈ સંબંધ ન હતો. બંને એકબીજાને ઓળખતા ન હતા. આ મામલે અબજોપતિ ઈલોન મસ્કની પ્રતિક્રિયા પણ સામે આવી છે. હુમલાખોરની ઓળખ 33 વર્ષીય સેબેસ્ટિયન જોપેટા તરીકે થઈ છે, જે 2018 માં ગેરકાયદેસર રીતે America માં પ્રવેશ્યો હતો. Police ના જણાવ્યા અનુસાર આરોપી ગ્વાટેમાલાનો રહેવાસી છે.
આ પણ વાંચો: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશમાં અત્યાર સુધી 45ના મોત, ક્રેશ લેન્ડિંગનો LIVE VIDEO
BREAKING: Police have arrested Guatemalan migrant Sebastin Zapeta after he set a woman on fire and watched her burn to death on the New York City subway pic.twitter.com/DGFOC0J1sg
— America (@america) December 22, 2024
કેમેરાના ફૂટેજમાં આરોપીનું સમગ્ર કૃત્ય રેકોર્ડ થઈ ગયું
જોકે America માં અત્યાર સુધીનો આ સૌથી ભયાનક કિસ્સો છે. આ ઘટના બાદ આસપાસના મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ વ્યક્તિએ અચનાક આવીને લાઈટર કાઢી મહિલાને આગ ચાંપી દીધી હતી. તે પછી થોડી જ સેકન્ડોમાં આગે સંપૂર્ણપણે મહિલાને લપેટમાં લઈ લીધી હતી. નજીકમાં બેઠેલા લોકો એટલા ડરી ગયા કે તેઓ કંઈ કરી શક્યા નહીં. સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આરોપીનું સમગ્ર કૃત્ય રેકોર્ડ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર ઘણા Video પણ વાયરલ થઈ રહ્યા છે.
Elon Muskએ આ ઘટનાના Video પર પ્રતિક્રિયા આપી
Police ના જણાવ્યા અનુસાર હુમલા બાદ આરોપી બીજી ટ્રેનમાં ચડી ગયો હતો. લોકોએ Police ને ફોન કરીને ટ્રેનમાં સવાર આરોપી વિશે જાણ કરી હતી. અબજોપતિ Elon Musk એ આ ઘટનાના વાયરલ Video પર પ્રતિક્રિયા આપી છે. Elon Musk એ લખ્યું છે કે હવે બહુ થયું. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ મસ્ક ચર્ચામાં છે. ટ્રમ્પ સાથેના સહયોગને કારણે ચર્ચામાં આવેલા Elon Musk ની પ્રતિક્રિયા આ મામલામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટના આરોપ બાદ વિચારવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કેનડાના રાજકારણમાં ભુંકંપ, PM ટ્રુડોનો સમય પૂરો, 51 સાંસદોએ ગુપ્ત બેઠકમાં સત્તા પરિવર્તનનો કર્યો નિર્ણય


