Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રાજ્યના 17 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું, જાણો કોને બઢતી મળી

રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી
gujarat  રાજ્યના 17 ias અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું  જાણો કોને બઢતી મળી
Advertisement
  • ગુજરાતમાં 2012ની બેચના 17 આઈએએસને પ્રમોશન આપવામાં આવ્યું
  • તેમનો પે મેટ્રિક 1,23,100 -2,15,900 રૂપિયા રહેશે
  • 2021ની બેચના IAS અધિકારીની બઢતી

Gujarat માં 2012ની બેચના 17 આઈએએસને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમનો પે મેટ્રિક 1,23,100 -2,15,900 રૂપિયા રહેશે. અમૃતેશ કાલીદાશ ઔરંગાબાદકરને અમદાવાદના ડેપ્યુટિ મ્યુનિસિપલ કમિશનર, અમીત અરોરાને કચ્છ-ભુજના કલેકટર, વિશાલ ગુપ્તાને એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર-ગાંધીનગર, ગૌરાંગભાઈ મકવાણાને ભરૂચ કલેકટર, તુષાર દલપતભાઈ સુમેરાને રાજક્ટોના મ્યુનિસિપલ કમિશનર, દિગ્વિજયસિંહ જાડેજાને ગીર-સોમનાથ કલેકટર, સંજય મોદીને નર્મદાના કલેકટર, રાજેશ તન્નાને સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

Advertisement

જૂઓ કોને કોને મળ્યું પ્રમોશન

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે. જેમાં 8 કલેકટર, 2 ડીડીઓ અને એક મ્યુનિસિપલ કમિશનર સહિત કુલ 17 અધિકારીઓને પે મેટ્રિક્સ 13નો લાભ આપવામાં આવ્યો છે. આ સિવાય અન્ય 9 IAS અધિકારીઓને સિનિયોરિટી (Senior Time Scale of IAS)માં વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: 9 નવી મહાનગરપાલિકામાં કમિશનર નિમાયા, જાણો કોની થઇ નિયુક્તિ

2021ની બેચના IAS અધિકારીની બઢતી

  • સુનીલની કચ્છના અંજારના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
  • આનંદ અશોક પાટીલની મહિસાગરના લુણાવાડાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
  • દેવેન્દ્ર પ્રકાશ મીણાની અરવલ્લીના મોડાસાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
  • કાર્તિક જીવાણીની બનાસકાંઠાના સુઇગામના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
  • જયંતસિંહ રાઠોરની સુરેન્દ્રનગરના પાટડીના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
  • પ્રણવ વિજયવર્ગીયની પંચમહાલ-ગોધરાના શહેરાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
  • કલ્પેશ કુમાર શર્માની સુરેન્દ્રનગરના ચોટીલાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી
  • નિશા, ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન પ્રમોશન કંપની લિ.ના જોઇન્ટ એમ.ડી તરીકે બઢતી
  • અંચુ વિલ્સનની ખેડાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બઢતી

આ પણ વાંચો: Surat: પાટીદાર સમાજના આગેવાનો લેટરકાંડમાં સમાજની દિકરીના સન્માનના મુદ્દે આકરા પાણીએ

Tags :
Advertisement

.

×