Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : કચ્છમાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત, રોડ પર મૃતદેહ...

કન્ટેનરને ઓવરટેક કરવા જતા બસને ઝાંખા કઢા પાસે અકસ્માત નડ્યો
gujarat   કચ્છમાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત  રોડ પર મૃતદેહ
Advertisement
  • ભુજના કેરા નજીર ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત
  • ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલ ખસેડાયા
  • ખાનગી બસમાં 40થી વધુ મુસાફર હતા સવાર

કચ્છમાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જેમાં ભુજના કેરા નજીર ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત થયો છે. તેમજ ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલ ખસેડાયા છે. ખાનગી બસમાં 40થી વધુ મુસાફર સવાર હતા. ભુજ મુંદ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 7 થી વધારે લોકોના મૃત્યુની આશંકા છે અને 4 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મૃત્યુ આંક વધવાની શક્યતા છે.

Advertisement

કન્ટેનર સાથે ટકરાતા બસની આગળનો આખો ભાગ તૂટી ગયો

ઉલ્લેખનીય છે કે કન્ટેનરને ઓવરટેક કરવા જતા બસને ઝાંખા કઢા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કન્ટેનર સાથે ટકરાતા બસની આગળનો આખો ભાગ તૂટી ગયો હતો અને લાશો રોડ પર પડી હતી. બસમાં 40 જેટલા લોકો જઈ રહ્યા હતા. ત્યારે બપોરના સમયે ગંભીર અકસ્માત થયો હતો. ઘટનામાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

Advertisement

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ બસ ભુજથી મુંદ્રા તરફ જઇ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક 108 પણ પહોંચી ગઇ હતી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમજ માર્ગ પર ટ્રાફિક જામ થયો છે. જેમાં પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે. તથા અકસ્માત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા છે.

આ પણ વાંચો: Difference Between Sadhu And Sant : અહીં જાણો સાધુ અને સંત વચ્ચે કેટલો તફાવત છે?

Tags :
Advertisement

.

×