Gujarat AAP: ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકે - આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી
- વિસાવદર બેઠકની જીત 1 કરોડ શ્રમિક અને માલધારી જીત છે
- ભાજપ સાથે હજુ 2.5 વર્ષ છે તમે ખેડૂતોના દેવા માફ કરો
- આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાજપના અત્યાચાર સામે લડ્યા
Gujarat AAP: વિસાવદર બેઠકની જીત પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. જેમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે કે આ જીત જનતાની જીત છે. વિસાવદરના જનતાની આભાર માની છુ. આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીત અપાવવા માટે આભાર. તમામ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાજપના અત્યાચાર સામે લડ્યા હતા.
Visavadar Result LIVE : પેટાચૂંટણીનું પરિણામ, સૌથી મોટું કવરેજ, જુઓ પળેપળનું અપડેટ | Gujarat First https://t.co/ymUUaw6IXt
— Gujarat First (@GujaratFirst) June 23, 2025
1 કરોડ શ્રમિક અને માલધારી જીત છે
1 કરોડ શ્રમિક અને માલધારી જીત છે. આ જીતે સાબિત કરી આપ્યું છે. વિસાવદરમાં ભાજપે જીતવા તમામ પ્રયત્નો કર્યા હતા. વિસાવદરમાં અમારી પાસે પ્રજાનો પ્રેમ જ હતો. ગોપાલ ઇટાલીયાની જીત નથી ખેડૂતોની જીત છે. આ જીતથી આખા ગુજરાતમાં મેસેજ જશે. ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જઈ રહ્યા છે. ભાજપે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ધમકાવ્યા હતા. અમે જનતાની સેવા કરવા માટે ગુજરાતમાં આવ્યા છીએ. બેરોજગાર, શોષિત સામે અમે લડી રહ્યા છીએ. ભાજપના કહેવાતી કોંગ્રેસે ઉમેદવાર ઊભો રાખ્યો હતો. કોંગ્રેસ 30 વર્ષ મહેનત કરે છે પણ ઉપર નેતા ભાજપ સાથે સેટિંગ કરે છે. વિસાવદરની જનતાએ ગુજરાતને મેસેજ આપ્યો છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે.
ભાજપ સાથે હજુ 2.5 વર્ષ છે તમે ખેડૂતોના દેવા માફ કરો
કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી સાથે આવો. આ ભાજપને કડી જીત બદલ અભિનંદન. કોઈની લાગણીને ઠેસ પહોંચે તેવો મેસેજ ના નાખવા આપ કાર્યકર્તાને અપીલ કરી છે. ભાજપના નેતા પણ નવી ભાજપથી કંટાળ્યા છે. ભાજપના કેટલાક નેતા ભાજપને હાઈજેક કરી નાખી છે. આમ આદમી પાર્ટી ક્યારે સેટિંગ નહીં કરે. આજ 5 ધારાસભ્ય ભાજપે હરાવ્યા છે. આગામી દિવસમાં અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. આમ આદમી પાર્ટી જોડાવ અભિયાની શરૂઆત કરવામાં આવશે. વધુમાં વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવામાં આવશે. આગામી ચૂંટણી ગુજરાત નવી ઉમ્મીદ તરીકે આવશે. અમને રાજનીતિ નથી આવડતી પણ કામની રણનીતિ આવડે છે. ભાજપ સાથે હજુ 2.5 વર્ષ છે તમે ખેડૂતોના દેવા માફ કરો.
આ પણ વાંચો: Gujarat Results of by-Election: વિસાવદરમાં ભાજપનો મોટો ઝટકો, AAPના ગોપાલ ઈટાલિયાની જીત


