ઉત્તર ગુજરાત, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં Gujarat ACB એ છટકા ગોઠવી સરકારી કર્મચારી સહિત છ લાંચિયાઓને પકડ્યા
Gujarat ACB : એન્ટી કરપ્શન બ્યૂરોની જુદીજુદી ટીમોએ શુક્રવારે અરવલ્લી, ગીરસોમનાથ, જામનગર અને ગાંધીનગર જિલ્લામાં ભ્રષ્ટાચારના ચાર કેસ કર્યા છે. ચારેક વર્ષ અગાઉ Gujarat ACB એ એક જ દિવસમાં લાંચના 7 કેસ નોંધ્યા હોવાનો રેકૉર્ડ છે. Team ACB એ 12 કલાકમાં કરેલા 4 કેસમાં પકડાયેલા કુલ 6 લાંચિયાઓ પૈકી એક જ આરોપી કાયમી કર્મચારી છે. ચારેય કેસમાં લાંચની કુલ રકમ 1 લાખ 45 હજાર 600 રૂપિયા થાય છે.
Gujarat ACB ની એક ડીકોય અને ત્રણ ટ્રેપ
અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતેની UGVCL સબ ડિવિઝન કચેરીના ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ રામાભાઈ ટાભીયારે (વર્ગ-4) કપાઈ ગયેલા વીજ કનેકશનને પુનઃ સ્થાપિત કરવા રૂપિયા 500ની લાંચ માગી હતી. બાકી વીજ બિલની રકમ ભર્યા બાદ જમા લીધેલું વીજ મીટર લગાવવા પેટે રામાભાઈ ટાભીયાર 500 રૂપિયાની લાંચ લેતા ACB PI T M Patel ની ટીમે શુક્રવારે સવારે 11.43 કલાકે રંગે હાથ પકડ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતેના સીએસસી આધાર કેન્દ્ર ખાતે ACB PI D R Gadhavi એ ડીકોય ગોઠવી કૉમ્પ્યુટર ઑપરેટર નૈમિશ મહેતાને 100 રૂપિયા લેતા પકડી પાડ્યા છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી આપવા પેટે નૈમિશ મહેતાએ લાંચ માગી હતી. જામનગર જિલ્લામાં લીઝ પર ચાલતી બેલા ખાણમાં કોઈ હેરાનગતિ નહીં કરવા પેટે કાલાવડ તાલુકાના બેરાજા ગામના મહિલા સરપંચના વહીવટદાર પતિએ લાંચ માગી હતી. જેથી ACB PI R N Virani અને તેમની ટીમે ટ્રેપ ગોઠવીને 75 હજારની લાંચ માગનાર દીનેશભાઈ જેપાર (મહિલા સરપંચના પતિ) અને લાંચ સ્વીકારનાર હમીર સોલંકીને પકડ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત GUDA ખાતે ફોર્મ ભરનારા અરજદાર પાસે સિવિલ એન્જિનિયર રોહન પાર્કર અને જુનિયર ક્લાર્ક નયન પરમારે 70 હજારની લાંચ માગી હતી. અરજદારનું નામ પ્રતિક્ષા યાદીમાં હોવાથી તેમની ફાઈલ ઝડપી ચલાવવા અને દસ્તાવેજ-ચાવી અપાવા પેટે લાંચ લેનારા બંને લાંચિયાઓને ACB PI H B Chavda અને તેમની ટીમે શુક્રવારની મોડી રાતે 11.45 કલાકે ઝડપી લીધા હતા. Gujarat ACB એ બાર કલાકમાં ચાર કેસ નોંધી 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યા છે.
આ પણ વાંચો - Daskroi Mamlatdar : અમદાવાદની દસ્ક્રોઈ મામલતદાર કચેરીમાં ભારે ભ્રષ્ટાચાર, એસીબીની ટીમને ફરીથી એક લાંચિયો હાથ લાગ્યો
Gujarat ACB ના ચાર કેસમાં કોણ સરકારી અને કોણ ખાનગી ?
Gujarat ACB એ ડીકોય/ટ્રેપના ચાર કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક માત્ર રામાભાઈ ટાભીયાર ઉત્તર ગુજરાત વીજ કૉર્પોરેશન લિમિટેડના કાયમી કર્મચારી છે. Gandhinagar Urban Development Authority ના રોહન પાર્કર અને નયન પરમાર આઉટ સોર્સ કર્મચારી છે. વેરાવળના CSC કેન્દ્ર ખાતેથી પકડાયેલા નૈમિશ મહેતા કરાર આધારિત કર્મચારી છે. જ્યારે જામનગર-કાલાવડ રોડ પરથી પકડાયેલા દીનેશ જેપાર અને હમીર સોલંકી ખાનગી વ્યક્તિ છે.
આ પણ વાંચો - Aravalli : મોડાસા-શામળાજી હાઈવેની ખસ્તા હાલત પર કલેક્ટરની કડક કાર્યવાહી, GSRDCના ઈજનેરને નોટિસ


