Gujarat ACB : કલેક્ટરના જાહેરનામાના નામે લાંચ લેનારો કૉન્સ્ટેબલ અને રોકડીબાજ ટિકિટ ચેકર પકડાયો
Gujarat ACB : તારીખ 20 ઑગસ્ટના રોજ એન્ટી કરપ્શન બ્યૂરોની બે ટીમ લાંચ કેસમાં પોલીસ વિભાગના કલાસ વન અધિકારી સહિત બે જણાને પકડવામાં અસફળ રહ્યાં હતાં. લાંચિયા મહિલા ડીવાયએસપી નિકીતા શિરોયા (Nikita Shiroya DySP Bribe Case) અને હેડ કૉન્સ્ટેબલ એક સપ્તાહ બાદ પણ એસીબીની પકડથી દૂર છે. આજે Gujarat ACB ના ચોપડે બે લાંચ કેસ નોંધાયા છે અને તેમાં એક રાજ્ય સરકારનો અને બીજો કેન્દ્ર સરકારનો કર્મચારી છે. ખેડા જિલ્લાના લીંબાસી પોલીસ સ્ટેશન (Limbasi Police Station) નો કૉન્સ્ટેબલ 40 હજાર અને રેલવેનો ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર 200 રૂપિયાની લાંચ લેતા એક જ દિવસમાં ઝડપાયા છે.
Gujarat ACB એ ટિકિટ ચેકરને પકડવા ડિકોય ગોઠવી
દક્ષિણ ગુજરાતમાં રેલવે પ્રવાસ દરમિયાન મુસાફર પાસે જે-તે કોચમાં મુસાફરી કરવાની ટિકિટ ના હોય તો તેમની પાસેથી ચેકર રૂપિયા ખંખેરતા હોવાની ફરિયાદ Gujarat ACB ને મળી હતી. આથી વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ જે. આર. ગામિતે (PI J R Gamit) સુરત રેલવે સ્ટેશન ખાતેથી એક નાગરિક (ડિકોયર) નો સહકાર મેળવી પશ્ચિમ એક્સપ્રેસ કોચ નં. એસ-2માં મુસાફરી આરંભી હતી. દરમિયાનમાં ટિકિટ ચેકર અન્ય મુસાફરો પાસેની ટિકિટ તપાસતા-તપાસતા ડિકોયર પાસે આવ્યા હતા. ડિકોયર પાસે જનરલ કોચની ટિકિટ હોવાથી સ્લીપર કોચની ટિકિટ અંગે વાતચીત કરી ટિકિટની પાછળ કોચ નંબર અને સીટ નંબર લખી આપી લાંચ પેટે 200 રૂપિયા મેળવ્યા હતા. જે સમયે Team ACB એ લાંચ લેનારા રતલામ ડિવિઝનના ડેપ્યુટી ચીફ ટિકિટ ચેકર અનિલ ઓમકાર કૌશલને રંગે હાથ પકડી ધરપકડ કરી હતી.
પીઆઈ મજૂરોને લઈ ગયા અને પછી સાહેબના નામે લેવાઈ લાંચ
તાજેતરમાં એક પરપ્રાંતીય મજૂરનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. જે મામલામાં લીંબાસી પોલીસ સ્ટેશનના પીઆઈ જે. વી. વાડીયા (PI J V Vadiya) એ મૃતક મજૂર જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં પહોંચી ગયા હતા અને અન્ય મજૂરોને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા. કંપનીના માલિક હાજર નહીં હોવાથી તેમને લીંબાસી પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળી હતી કે, તમે તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે આવી જાઓ. કંપનીના માલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા તો કૉન્સ્ટેબલ પંકજ તખતસંગ મેરે જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવો હોય તો સાહેબે 60 હજારનો વ્યવહાર કરવા કહ્યું છે. કંપની માલિકે રકઝક કરતા પોલીસ કૉન્સ્ટેબલ પંકજકુમારે 20 હજારનું ડિસ્કાઉન્ટ આપી 40 હજાર નક્કી કર્યા. 40 હજારની લાંચ આપવા કંપની માલિક તૈયાર નહીં હોવાથી તેમણે ખેડા એસીબી પોલીસ સ્ટેશન (Kheda ACB Police Station) નો સંપર્ક કરી ફરિયાદ આપી. જે ફરિયાદના આધારે પીઆઈ જે. આઈ. પટેલે (PI J I Patel) ટ્રેપ ગોઠવી લીંબાસી-તારાપુર રોડ પર 40 હજારની લાંચ સ્વીકારનાર કૉન્સ્ટેબલ પંકજ મેરની આજે ધરપકડ કરી છે.
આ પણ વાંચો -J J Mevada : પૂર્વ પોલીસ અધિકારી કમ રાજકારણી મેવાડા પાસે કરોડોની મિલકત, ACB નથી કરતી કાર્યવાહી


