Gujarat માટે સોમવાર ગોઝારો સાબિત થયો! અકસ્માતની ઘટનાઓમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યો
- રાજ્યમાં ચાર અકસ્માતની ઘટનાઓમાં 7 લોકોના મોત
- સુરત, વડોદરા, ભાવનગર અને મહેસાણામાં અકસ્માત
- સુરતમાં બેફામ ટ્રકે બે પોલીસકર્મી સહિત ચારને અડફેટે લીધા હતા
ભાવનગરમાં તળાજા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. સાણોદર પાટીયા પાસે અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. તળાજા નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગરાજીયા ગામનાં અને ભંડારીયા ગામના યુવાનના મોત થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.
અકસ્માતમાં બે લોકોના સ્થળ પર જ નિપજ્યા મોત
વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. સુરતથી અમદાવાદ જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. ટ્રક પાછળ ટ્રાવેલ્સની બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થલે જ મોત નિપજ્યા હતા. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાયા હતા.
2ના મોત અને 15 મુસાફરો અકસ્માતમાં ઘાયલ
મહેસાણા જીલ્લાનામ ઉંઝા-સિદ્ધપુર હાઈવે પર અકસ્માત થયો હતો. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. મક્તુપુર નજીક મોડી રાત્રે લકઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. બાલોતરાથી સુરત જતી ખાનગી લકઝરીનો અકસ્માત થયો હતો. અકસ્માતમા 2 ના મોત નિપજ્યા હતા. જ્યારે 15 મુસાફરો અકસ્માતમાં ઘાયલ થયા હતા.
ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને હોસ્પિટલ ખસેડાયા
સુરતનાં કામરેજમાં નવાગામ પાસે ટ્રકની અડફેટે એકનું મોત નિપજ્યું હતું. બે પોલીસ કર્મચારી સહિત ચાર લોકોને અડફેટે લીધા હતા. બ્રિજ પર અકસ્માત બાદ ટ્રાફિક હળવો કરવા ટીમ પહોંચી હતી. પુર ઝડપે આવતા ટ્રકે પીકઅપ વાન અને ટ્રેલરને અડફેટે લીધા હતા. પીકઅપ વાહન ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.
આ પણ વાંચોઃ VS Hospital Scam : કોંગ્રેસનાં કોર્પોરેટરનાં આરોપો બાદ સુપરિન્ટેન્ડેન્ટની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?