Gujarat : રાજ્યમાં ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આ તારીખની અંબાલાલ પટેલની આગાહી
- વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદ પડશે
- 50 થી 60 કિલો મીટરના ઝપડે પવનો ફૂંકાશે.
- 3 મે થી વાતાવરણ મા પલટો આવશે
Ambalal Patel predicts unseasonal rains : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી છે. તેમાં 50 થી 60 કિલો મીટરના ઝપડે પવનો ફૂંકાશે. 3 મેથી વાતાવરણમાં પલટો આવશે. તેમજ 4 થી 8 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. તથા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે.
વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદ પડશે
વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદ પડશે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આજે ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હીમાં ધોધમાર વરસાદ થયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 6થી 8 તારીખ દરમિયાન ભારે વરસાદ થશે. આ દરમિયાન પ્રિમોનસૂન એક્ટિવિટી પણ રાજ્યમાં શરૂ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં હવે પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે. ભારે ગાજવીજ, આંધી અને પવન સાથે કેટલાક ભાગમાં વરસાદ થશે. ઉત્તર ભારતના કેટલાક ભાગમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
તારીખ 12થી 14 દરમિયાન અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસાની ગતિવિધિ શરૂ થશે
ગુજરાતના કેટલાક ભાગમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી તારીખ 6,7 અને 8 દરમિયાન રાજ્યમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખેડૂતોના બાગાયતી પાકને નુકસાન થાય એવો પવન ફૂંકાશે. આ પછી તારીખ 11થી 19 દરમિયાન રાજ્યમાં ભારે આંધી અને પવન સાથે વરસાદ થશે. આગામી દિવસોમાં અરબ સાગરમાં હળવું સાઈક્લોન બનવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ બનશે. તારીખ 12થી 14 દરમિયાન અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસાની ગતિવિધિ શરૂ થશે.
આ પણ વાંચો: Ahmedabad Chandola Lake Demolition : ચંડોળા તળાવ વિસ્તારના ડીમોલિશન મામલે મોટા સમાચાર


