ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat ATS : ગુજરાત ATS ને મોટી સફળતા, AQIS મોડ્યુલ સાથે જોડાયેલા 4 આરોપી ઝડપાયા

આતંકવાદ વિરુદ્ધ શરૂ કરેલ ઝુંબેશ હેઠળ ગુજરાત ATS એ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 4 ઇસમની ધરપકડ કરી છે.
04:25 PM Jul 23, 2025 IST | Vipul Sen
આતંકવાદ વિરુદ્ધ શરૂ કરેલ ઝુંબેશ હેઠળ ગુજરાત ATS એ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 4 ઇસમની ધરપકડ કરી છે.
ATS_Gujarat_first
  1. આતંકવાદ વિરૂદ્ધ ગુજરાત ATS ને મળી મોટી સફળતા (Gujarat ATS)
  2. ગુજરાત ATS એ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 4 આરોપીને ઝડપ્યા
  3. AQIS મોડ્યુલ સાથે જોડાયેલા 4 આરોપીઓની ધરપકડ કરાઈ
  4. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ATSનું સર્ચ
  5. નકલી નોટનાં રેકેટ સાથે સંકળાયેલા એક શખ્સની પણ ધરપકડ

Gujarat ATS : ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. આતંકવાદ વિરુદ્ધ શરૂ કરેલ ઝુંબેશ હેઠળ ગુજરાત ATS એ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 4 ઇસમની ધરપકડ કરી છે. AQIS મોડ્યુલ સાથે જોડાયેલા આ 4 આરોપીની ધરપકડ કરી ગુજરાત એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

આ પણ વાંચો -Aravalli : કેજરીવાલના પ્રહાર! કહ્યું- ગુજરાતમાં BJP-કોંગ્રેસ ગઠબંધનની સરકાર ચાલે છે..!

AQIS મોડ્યુલ સાથે જોડાયેલા 4 આરોપીઓની ધરપકડ કરાઈ

આંતકવાદ વિરુદ્ધ શરૂ કરેલ ઝુંબેશ હેઠળ ગુજરાત એટીએસને (Gujarat ATS) મોટી સફળતા મળી છે. ATS દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 4 ઇસમની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ચારેય આરોપી AQIS મોડ્યુલ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત એટીએસએ નકલી નોટનાં રેકેટ સાથે સંકળાયેલા એક શખ્સની પણ ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, ગુજરાત એટીએસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

આ પણ વાંચો -VADODARA : પાલિકાએ સામાનના 10 ગણા વધુ ભાવ ચૂકવ્યા, રૂ. 3.17 કરોડની ખરીદી શંકાના દાયરામાં

આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી

માહિતી અનુસાર, ઝડપાયેલ આરોપીઓની ઓળખ મોહમ્મદ ફૈઇક મોહમ્મદ રિઝવાન, સેફુલ્લા મોહમ્મદ રફીક કુરેશી, ફરદીન રઈસ મોહમ્મદ અને ઝીશાન અલી તરીકે થઈ છે. 2 આતંકીની ગુજરાત, એક દિલ્હી, એક નોઇડાથી ઝડપાયો છે. સૈફુલ્લા કુરેશીની મોડાસામાંથી ધરપકડ કરવામાં આવી છે. સૈફુલ્લા મોડાસાના એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરે છે. સૈફુલ્લા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ હતો અને અલકાયદાનાં મોડ્યુલ પર કામ કરતો હતો. આ મામલે ગુજરાત એટીએસે ઝડપાયેલ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા અને મોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો -"હમણાં કરપ્શન ન કરશો" – Fix Pay ના આંદોલનકારીઓના ગ્રુપનો મેસેજ વાયરલ

Tags :
AQIS ModuleFake Currency RacketGujarat ATSGujarat ATS Search OperationsGUJARAT FIRST NEWSterrorismTop Gujarati News
Next Article