Gujarat ATS : અમદાવાદમાંથી ગન ગેંગ ઝડપાઈ, રૂપિયા 53.50 લાખમાં વેપન લાયસન્સ/હથિયારો ખરીદ્યાં
Gujarat ATS : ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડને ફરી એક વખત લૉટરી લાગી છે. ગત એપ્રિલ મહિનામાં Gujarat ATS એ ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાંથી ચાલતા ગન લાયસન્સ રેકેટ (Gun License Racket) નો પર્દાફાશ કર્યો હતો. મણીપુર-નાગાલેન્ડ ખાતેથી લાખો રૂપિયા ખર્ચીને હથિયાર પરવાના તેમજ વેપન ખરીદનારા અનેક ગુનેગારો, પશુપાલકો, ખેડૂત અને વેપારીઓની ધરપકડ કરી હતી. જીમ લોન્જનો વિજય સેંગર (Gym Lounge Vijay Sengar) ફાયરિંગ કરતો હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) હરકતમાં આવે તે પહેલાં Gujarat ATS એ રાતોરાત ઑપરેશન ગન ગેંગ (Operation Gun Gang) પાર પાડી દીધું અને 6 શખ્સોની ધરપકડ કરી. Gun License Scam નો સૂત્રધાર ઉત્તર ભારતીય વિકાસ પરિષદ (Uttar Bhartiya Vikas Parishad) નો રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનું સામે આવ્યું છે. એટીએસએ તમામ આરોપીઓ પાસેથી 3 રિવૉલ્વર, 4 પિસ્તૉલ અને 285 કારતૂસ કબજે લીધા છે.
Gujarat ATS એ આ આરોપીઓની કરી ધરપકડ
- શોલેસિંહ રામબાબુસિંહ સેંગર (ઉ.47 રહે. ધરતી સ્ટેટસ, આરટીઓ રોડ વસ્ત્રાલ, અમદાવાદ મૂળ વતન પથર્રા, જિ. ઇટાવા, ઉત્તરપ્રદેશ)
- વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ સેંગર (ઉ.62 રહે. આકૃતિ સોસાયટી, વસ્ત્રાલ, અમદાવાદ મૂળ વતન પથર્રા, જિ. ઇટાવા, ઉત્તરપ્રદેશ)
- મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણ ઉર્ફે રિન્કુ ચૌહાણ (ઉ.48 રહે. રહે. આકૃતિ સોસાયટી, વસ્ત્રાલ, અમદાવાદ મૂળ વતન ભરઈપુર, જિ. ઇટાવા, ઉત્તરપ્રદેશ)
- વિજયસિંહ ભૂરેસિંહ સેંગર (ઉ.36 રહે. શ્રી બાલાજી અગોરા રેસીડેન્સી, સુઘડ, ગાંધીનગર મૂળ વતન સલેમપુર, જિ. ઇટાવા, ઉત્તરપ્રદેશ)
- અજય ભૂરેસિંહ સેંગર (ઉ.37 રહે. 16, આદર્શ સોસાયટી, મેઘાણીનગર, અમદાવાદ મૂળ વતન સલેમપુર, જિ. ઇટાવા, ઉત્તરપ્રદેશ)
- અભિષેક રાજદેવ ત્રિવેદી (ઉ.38 રહે. 8, ત્રિવેદી સદન, મણીયાસા કોર્નર, મણીનગર પૂર્વ, અમદાવાદ મૂળ વતન કાનપુર, ઉત્તરપ્રદેશ)
- રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા (ઉ. 48 રહે. 29, વૃંદાવન પામ, એસ.પી.રિંગ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ મૂળ વતન મદાવાસ, જિ. ચુરૂ, રાજસ્થાન)
આ પણ વાંચો -ભાજપના ધારાસભ્યની ભલામણ વચ્ચે એક નવા ગન લાયસન્સ કૌભાંડનો Gujarat ATS એ કર્યો પર્દાફાશ
કોની પાસેથી કેટલા હથિયાર-કારતૂસ મળ્યા ?
- શોલેસિંહ સેંગર પાસેથી ઉત્તરપ્રદેશ કોતવાલીનગર એટા જિલ્લાનું બોગસ વેપન લાયસન્સ, રિવૉલ્વર, 56 જીવતા કારતૂસ અને 7 ફૂટેલાં કારતૂસ મળ્યા છે.
- વેદપ્રકાશસિંહ સેંગર પાસેથી મારહરા એટા જિલ્લાનો હથિયાર પરવાનો, રિવૉલ્વર, 55 જીવતા કારતૂસ અને 5 ફૂટેલાં કારતૂસ મળ્યા છે.
- મુકેશસિંહ ચૌહાણ ઉર્ફે રિન્કુ ચૌહાણ પાસેથી ઉત્તરપ્રદેશ કોતવાલીનગર એટા જિલ્લાનું બોગસ હથિયાર લાયસન્સ, પિસ્તૉલ, 26 જીવતા કારતૂસ મળ્યાં છે.
- વિજયસિંહ સેંગર પાસેથી UP કોતવાલીનગર એટા જિલ્લાનું બોગસ વેપન લાયસન્સ, રિવૉલ્વર, 63 જીવતા કારતૂસ અને 1 ફૂટેલો કારતૂસ મળ્યો છે.
- અજય સેંગર પાસેથી કોતવાલીનગર એટા જિલ્લાનું બોગસ વેપન લાયસન્સની ફૉટો કૉપી, પિસ્તૉલ, 9 જીવતા કારતૂસ મળ્યા છે.
- અભિષેક ત્રિવેદી પાસેથી કોતવાલીનગર એટા જિલ્લાનું બોગસ હથિયાર લાયસન્સ, પિસ્તૉલ, 27 જીવતા કારતૂસ અને 11 ફૂટેલાં કારતૂસ કબજે કરાયા છે.
- રાજેન્દ્રસિંહ સાંખલા પાસેથી કોતવાલીનગર એટા જિલ્લાનો બોગસ હથિયાર પરવાનો, પિસ્તૉલ, 25 જીવતા કારતૂસ મળ્યાં છે.
આ પણ વાંચો -Gir Somnath : લાખોના દારૂ મામલામાં પીઆઈ સસ્પેન્ડ, LCB પીએસઆઈ સહિત અન્ય બે સામે કાર્યવાહી
કોનો-કોનો ગુનાહિત ઇતિહાસ ?
ધરપકડ કરાયેલા 7 શખ્સોમાં Gym Lounge Vijay Sengar નો ભાઈ અજય સેંગર શાહીબાગ પોલીસ સ્ટેશન (Shahibaug Police Station) ખાતે જુગારધારાના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે અને દંડ ભરીને મુક્ત થયેલો છે. શોલેસિંહ સેંગર અગાઉ શહેરકોટડા પોલીસ સ્ટેશન (Shaherkotda Police Station) ખાતે શાહુકાર ધારાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે મુકેશસિંહ ચૌહાણ ઉર્ફે રિન્કુ ચૌહાણ રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) ખાતે મારામારીના 5 ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
સમાજના નેતાએ વકીલ સાથે મળીને વેપન/લાયસન્સનો ધંધો કર્યો
Gujarat ATS ની તપાસમાં એક સમાજના આગેવાનનું નામ સામે આવ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉત્તર ભારતીય વિકાસ પરિષદ (Uttar Bhartiya Vikas Parishad) ના કહેવાતા નેતાઓ પૈકીના એક શ્યામસિંહ ઠાકુર (Shyam Singh Thakur) કૌભાંડના સૂત્રધાર નીકળ્યા છે. શ્યામસિંહ ઠાકુર અને શ્યામસિંહ ચૌહાણ ઉર્ફે રાજુ ઉત્તરપ્રદેશના એટાના વકીલ દેવકાંત પાંડેની મદદથી વર્ષ 2019થી લાખો રૂપિયામાં હથિયાર સાથે લાયસન્સ અપાવવાનું કૌભાંડ ચલાવતા હતા.


