ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat ATS : અઠવાડિયાની મહેનત બાદ ઝડપાયા IS ના ખૂંખાર આતંકી

Gujarat ATS : ગુજરાત ATS (Gujarat ATS ) ને સૌથી મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસની સતર્કતાથી ISના ચાર આતંકીઓ ઝડપાઇ ગયા છે. ગુજરાત ATS દ્વારા ચાર વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે માહિતી આપશે. પકડાયેલા તમામ આતંકી...
02:55 PM May 20, 2024 IST | Vipul Pandya
Gujarat ATS : ગુજરાત ATS (Gujarat ATS ) ને સૌથી મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસની સતર્કતાથી ISના ચાર આતંકીઓ ઝડપાઇ ગયા છે. ગુજરાત ATS દ્વારા ચાર વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે માહિતી આપશે. પકડાયેલા તમામ આતંકી...
IS terrorists

Gujarat ATS : ગુજરાત ATS (Gujarat ATS ) ને સૌથી મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસની સતર્કતાથી ISના ચાર આતંકીઓ ઝડપાઇ ગયા છે. ગુજરાત ATS દ્વારા ચાર વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે માહિતી આપશે.

પકડાયેલા તમામ આતંકી મુળ શ્રીલંકાના નાગરિકો

ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે કારણ કે સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે ગુજરાત ATS ની ટીમે એરપોર્ટ પર વોચ રાખી હતી જેમાં ISના ચાર આતંકીઓ ઝડપાયા છે. પકડાયેલા તમામ આતંકી મુળ શ્રીલંકાના નાગરિકો છે અને તેઓ IS સાથે ઘણા સમયથી સંકળાયેલા હોવાનું સુત્રોએ દાવો કર્યો છે.

પોલીસે ચાર ટીમો બનાવી

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર નજર રાખી રહી હતી. પોલીસે ચાર ટીમો બનાવી એરપોર્ટ પર વોચ ગોઠવી હતી અને ત્યારબાદ આ ચાર આતંકીઓ ઝડપાયા હતા. ગત આખી રાત તમામ આતંકીઓની પુછપરછ કરી હતી.

ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા

આ આતંકીઓ અમદાવાદ શા માટે આવ્યા હતા અને તેમનો શો ઇરાદો હતો તે વિશે તમામની પુછપરછ કરાઇ રહી છે. પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો------ Controversy: રાજુ બાપુનું મોં કાળું કરવાની અલ્પેશ ઠાકોરની ચિમકી

આ પણ વાંચો----- Ahmedabad : અસામાજીક તત્વોએ આતંક મચાવી પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો

આ પણ વાંચો---- Surendranagar : માતાનો વાંક માત્ર એટલો જ કે તેણે…!

આ પણ વાંચો---- Surat : ગ્રીષ્માની જેમ મારી નાંખવાની યુવતીને ધમકી મળતા ખળભળાટ

Tags :
Ahmedabad Airportahmedavad crime branchattackbreaking newsGujaratGujarat ATSGujarat FirstGujarat PoliceIS terroristsShrilanka
Next Article