Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો

કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે તંબાકુ અને પાનમસાલા હાલમાં જે પ્રકારે અલગ અલગ મળે છે તે પ્રકારે વેચી શકાશે ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.06 સપ્ટેમ્બર 2025 ના રોજ બહાર પાડવામાં આવ્યું Gujarat: રાજ્યમાં ગુટકા,...
gujarat  ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલા વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો
Advertisement
  • કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે
  • તંબાકુ અને પાનમસાલા હાલમાં જે પ્રકારે અલગ અલગ મળે છે તે પ્રકારે વેચી શકાશે
  • ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.06 સપ્ટેમ્બર 2025 ના રોજ બહાર પાડવામાં આવ્યું

Gujarat: રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન-2011 હેઠળ તા.6 સપ્ટેમ્બર 2025ના જાહેરનામાંથી તા.13 સપ્ટેમ્બર 2025થી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે

કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ, કોઈ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. આમ ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ હાનિ પહોચે છે. જેથી વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને નુકસાનકારક ગુટકા પર કાયદા અન્વયે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ પ્રતિબંધ મૂકતું નોટીફિકેશન કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.૦6 સપ્ટેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.

Advertisement

Gujarat રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.06 સપ્ટેમ્બર 2025 ના રોજ બહાર પાડવામાં આવ્યું

ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેનાં વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા માલુમ પડશે તો ઉક્ત કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ પ્રતિબંધ મૂકતું નોટીફિકેશન કમિશનર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.06 સપ્ટેમ્બર 2025 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.

Advertisement

તંબાકુ અને પાનમસાલા હાલમાં જે પ્રકારે અલગ અલગ મળે છે તે પ્રકારે વેચી શકાશે

ગુજરાત રાજ્યમાં કોઈ પણ વેપારી ગુટકા કે પાન મસાલા અથવા જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેનાં વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા માલુમ પડશે તો ઉક્ત કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જો કે તંબાકુ અને પાનમસાલા હાલમાં જે પ્રકારે અલગ અલગ મળે છે તે પ્રકારે વેચી શકાશે. પરંતુ બંન્નેનું મિશ્રણ વેચી શકાશે નહી.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 12 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×