Gujarat: આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળોનો આરંભ, મંદિર સવારે 6થી રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
- આજથી Ambaji મંદિર સવારે 6થી રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
- 51 શક્તિપીઠ સર્કલ પાસે મંદિરનો પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે
- આજથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ 2025 અંબાજી ખાતે શરૂ
Gujarat: બનાસકાંઠામાં ભાદરવી મહાકુંભ 2025 નો વિધિવત રીતે પ્રારંભ થયો છે. જેમાં Ambaji મંદિરના ચેરમેન, જિલ્લા પોલીસવડા, વહીવટદારની હાજરીમાં મેળાનો આરંભ થયો છે. ભાદરવી મહાકુંભની શરૂઆત દાંતા માર્ગ પર રથ ખેંચીને કરાઈ છે. વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ શ્રીફળ વધેરીને રથ ખેંચીને મેળો શરૂ થયો છે. માતાજીની આરતી કરાઈ અને ભોજનાલય પણ ખુલ્લું મૂકાયું છે. તેમજ કલેક્ટર, એસપી, વહીવટદાર દ્વારા ભક્તોને ભોજન આપવામાં આવ્યું છે.
આજથી અંબાજી મંદિર સવારે 6થી રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
અંબાજી તરફના તમામ માર્ગો ઉપર ભક્તોનુ ઘોડાપૂર છે. આજથી અંબાજી મંદિર સવારે 6થી રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 51 શક્તિપીઠ સર્કલ પાસે મંદિરનો પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે. પોલીસ પણ મોટી સંખ્યામાં તમામ પોઇન્ટ પર હાજર છે. અંબાજી ખાતે હાલમાં 5000 પોલીસ જવાનો હાજર છે. અંબાજીમાં 4 જગ્યા ઉપર નિઃશુલ્ક ભોજનાલય શરૂ કરાયા છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 29 સમિતિઓ બનાવવામાં આવી છે. તથા પોલીસ વિભાગ દ્વારા 9 સેક્ટર અને 22 ઝોન બનાવવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં અંદાજે 450 કરતા વધુ સેવા કેમ્પો આખા ગુજરાતમાં નાના મોટા લાગે છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 225 જેટલા સેવા કેમ્પો લાગે છે.
આજથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ 2025 Ambaji ખાતે શરૂ
આજથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ 2025 અંબાજી ખાતે શરૂ છે. આ મહાકુંભમાં 7 દિવસમાં મોટી સંખ્યામાં ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવે છે. વહીવટી તંત્ર દ્વારા માઈભક્તોને, શ્રદ્ધાળુઓને અને સેવાકેમ્પોના આયોજકોને તકલીફ ન પડે તે માટે મેળાના દિવસો અગાઉ જાહેર મીટીંગ યોજીને તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ બનાસકાંઠા કલેક્ટરે જણાવ્યું હતું કે આ વખતના મેળામાં સ્વચ્છતા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે અને ટ્રેક્ટરની સંખ્યામાં પણ 150 ટકા વધારો કરવામાં આવ્યો છે. સફાઈ કામદારો પણ 1500થી વધુ રાખવામાં આવ્યા છે. સેવા કેમ્પમાં વધેલુ સવાર સાંજનું જમવાનું મંદિર ટ્રસ્ટના સાધનોમાં લઈ જવાની સુવિધા આ વખતે ખાસ ઉભી કરવામાં આવી છે.
સ્વચ્છતા ઉપર વધારે ભાર, આરામ ગૃહોની સંખ્યામાં પણ વધારો
2025 ભાદરવી મહાકુંભ મા વિશેષ સ્વચ્છતા ઉપર વધારે ભાર રાખવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ 24 કલાક રાઉન્ડ ક્લોક સાત દિવસ સુધી સફાઈ આ મેળામાં જોવા મળશે. 28 જેટલી સમિતિઓ દ્વારા સમગ્ર મેળાનું સુપર વિઝન હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: Afghanistan Earthquake: ભૂકંપથી ભયંકર વિનાશ થયો, 622 લોકો મૃત્યુ સાથે 1000 થી વધુ લોકો ઘાયલ


